ETV Bharat / bharat

ઓક્ટોબરમાં આવી શકે છે કોરોનાની પીક, આ લોકોને થશે સૌથી વધું અસર..... - કોરોના વાઇરસ

કોરોના વાઇરસના ચેપનું જોખમ ટળ્યું નથી, ત્રીજી લહેર આવવાની સંભાવનાઓને લઈને કેન્દ્રીય ગૃહ મંત્રાલયની એક પેનલે PMOને રિપોર્ટ સોંપ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, આગામી ઓક્ટોબરમાં મહિનામાં કોરોનાની સૌથી વધું પીક જોવા મળશે.

ઓક્ટોબરમાં આવી શકે છે કોરોનાની પીક
ઓક્ટોબરમાં આવી શકે છે કોરોનાની પીક
author img

By

Published : Aug 23, 2021, 7:31 PM IST

  • ત્રીજી લહેર આવવાના ભય વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રાલયનો રિપોર્ટ
  • કોરોનાની પીકને લઈને મંત્રાલયની પેનલે PMOને રિપોર્ટ સોંપ્યો
  • રિપોર્ટને આધારે કોરોના સામે લડવાની તૈયારી કરાઈ રહી છે

ન્યૂઝ ડેસ્ક : કોરોના વાઇરસના સંક્રમણ જોખમ હજુ સમાપ્ત થયું નથી. ત્રીજી લહેર આવવાના ભય વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની એક પેનલે PMOને રિપોર્ટ સોંપ્યો છે. મળતી માહિતી મુજબ કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળ આવતી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (NIDM) ત્રીજી લહેરના પગલે મળતી ચેતવણીઓનો અભ્યાસ કર્યા બાદ કોરોના સામે લડવાની તૈયારી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: કોરોનાની ત્રીજી લહેરને લઈને અમદાવાદમાં સૌપ્રથમવાર બાળકોનો કરાયો સર્વે, 1600 બાળકોમાં જોવા મળ્યું રિસ્ક ફેક્ટર

કોરોનાની ત્રીજી લહેરની ઓક્ટોબરમાં પીક ?

આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ત્રીજી લહેરની પીક ઓક્ટોબરમાં આવી શકે છે. આ દરમિયાન, બાળકો પર આ વાઇરસની અસર વધુ હશે તેવા પૂરતા પુરાવા નથી, પરંતુ વાઇરસનો ફેલાવો બાળકોમાં જોખમ વધારી શકે છે કારણ કે, ભારતમાં બાળકોને હજુ સુધી રસી આપવામાં આવી નથી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, બાળકોમાં કોરોનાનું સંક્રમણ લક્ષણો વગર જોવા મળ્યું હતું અને તેમાં હળવા લક્ષણો પણ હતા, પરંતુ પહેલાથી જ બીમાર અને વધારે સંભાળ રાખતા બાળકો માટે તે ખૂબ જ ચિંતાનો વિષય હતો.

આ પણ વાંચો: Third Wave of Corona : આખેઆખા મહોલ્લાઓ અને શેરીઓ થશે સંક્રમિત થશે - IMA પ્રમુખ, રાજકોટ

કોરોનાની અસર સૌથી વધારે બાળકોમાં

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, કોરોનાના કારણે હોસ્પિટલમાં દાખલ થયેલા 60-70 ટકા બાળકો એવા હતા કે, જેમાં બાળકોને પહેલાથી જ કોઈ બીમારી હતી અથવા તેમની રોગપ્રતિકારક શક્તિ નબળી હતી. કોરોનામાંથી સાજા થયા બાદ MIS-C (Multi-system Inflammatory Syndrome) પણ બાળકોમાં જોવા મળ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.