- બિહારના દરભંગામાં મોટી ચોરીનો બનાવ
- ગુજરાત સીએમના સચિવ એમ કે દાસના સાસરીમાં થઇ ચોરી
- 7-8 તિજોરી તોડી લાખો રુપિયાની સંપત્તિ ચોરી ગયાં ચોર
દરભંગા: બિહારના દરભંગા જિલ્લામાં ચોરોનો આતંક ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. અવારનવાર કોઈને કોઈ ઘરને શિકાર બનાવીને ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવી રહ્યો છે. PDWના રિટાયર્ડ સુપ્રિન્ટેન્ડેન્ટ એન્જીનિયર તેમજ ગુજરાતના મુખ્યપ્રધાનના સચિવ એમ.કે. દાસના સાસરીયાંના ઘરમાંથી લાખો રૂપિયાની ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે.ઘટનાને પગલે દરભંગા પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઇ છે.
ઘરનું તાળું તોડીને થઇ ચોરી
આ ઘટના બહાદુરપુર પોલીસ સ્ટેશન વિસ્તારના બરહેતા રોડની છે, જ્યાં PWDના રિટાયર્ડ સુપ્રીટેન્ડેન્ટના ઘરેથી ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. ચોર PWDના રિટાયર્ડ સુપ્રિન્ટેન્ડેન્ટ એન્જીનિયર સુધીર કુમારના ઘરનું તાળું તોડીને 7-8 તિજોરીમાંથી રોકડ સહિત લાખોની સંપત્તિ ચોરી કરીને ફરાર થઈ ગયાં છે.
ઘરના સભ્યે આપી માહિતી
જેમના ઘરમાં ચોરી થઈ તે અધિકારીની પુત્રી પિંકીએ જણાવ્યું હતું કે ' ચોર સાત-આઠ તિજોરી તોડીને 50-60- કિંમતી બનારસી સાડી લઈ ગયાં છે. આ સાથે જ ઘરમાં સારવાર માટે રાખેલી રોકડ પણ લઈને ફરાર થઈ ગયાં છે. અત્યાર સુધી અમે લોકોએ કોઈપણ સામાનને હાથ નથી લગાવ્યો. પોલીસ તરફથી ફિંગરપ્રિન્ટ લેવામાં આવી રહી છે, પરંતુ ચાલાક ચોર તમામ કિંમતી સામાન લઈને ફરાર થઈ ગયાં છે.
ડૉગ સ્ક્વોડે કરી તપાસ
આ વાતની જાણકારી પોલીસ વિભાગને થતાં દોડધામ મચી ગઇ. ઘટનાની જાણકારી મળતાં જ SDPO, સદર અનોજ કુમારના નેતૃત્વમાં સ્થાનિક પોલીસ સ્ટેશનની પોલીસ તપાસ કરવા માટે પહોંચી ગઈ હતી. તેમણે આસપાસના લોકોની પૂછપરછ કર્યા બાદ ડૉગ સ્ક્વોડ ટીમને બોલાવી. ડૉગ સ્ક્વોડની ટીમે ઘટનાસ્થળેથી લઇને બહારના વિસ્તાર સુધી અનેક રાઉન્ડ ચક્કર લગાવ્યાં, પરંતુ કોઈપણ પ્રકારનું પગેરું મેળવવામાં સફળતા હાથ લાગી નહીં.
FSLની ટીમને તપાસ શરુ કરી
ઘટનાને ગંભીરતાથી લેતા મુઝફ્ફરપુરથી FSLની ટીમને તપાસ માટે બોલાવવામાં આવી છે. ચોરીનો ભોગ બનનાર પરિવારે અજાણ્યા લોકો વિરુદ્ધ FIR નોંધાવી છે. FIRમાં તેમણે જણાવ્યું છે કે કેટલાક દિવસ પહેલાં ઘરના તમામ લોકો પટણા ગયાં હતાં. ઘરે પાછા આવ્યાં ત્યારે જોયું તો ઘરનું તાળું તૂટેલું હતું. સાથે જ ઘરની અંદરનો તમામ સામાન વિખેરાયેલો પડયો હતો. તેમણે જણાવ્યું કે, ચોરો ઘરમાંથી 60 હજાર રૂપિયાની રોકડ, 2 ટીવી, લાખોના ઘરેણાં, કપડાં વગેરે લઈ ગયાં છે.
પોલીસે તપાસને લઇને આપ્યું નિવેદન
અનોજ કુમાર, SDO, સદરે આ ઘટનાની તપાસ અંગે જણાવ્યું હતું કે 'ઘરના તમામ લોકો સારવાર અર્થે પટણા ગયાં હતાં. પાછા આવ્યાં ત્યારે તેમણે જોયું કે ઘરનું તાળું તૂટેલું છે. સાથે જ તમામ સામાન વિખેરાયેલો પડ્યો હતો. ઘટનાની સૂચના બાદથી તપાસ શરૂ કરી દેવામાં આવી છે. ચોરો જલદી પોલીસના સકંજામાં હશે.'
આ પણ વાંચોઃ અંજારમાં થયેલ 65.85 લાખની લૂંટાએલી કાર મોટી ચીરઈ પાસેથી મળી આવી
આ પણ વાંચોઃ છત્તીસગઢ: દુર્ગ પોલીસે ગુજરાત-મહારાષ્ટ્રમાંથી સોનાની ચોરી કરતી ટોળકીની કરી ધરપકડ