ETV Bharat / bharat

યુકેથી આવેલા 565 પ્રવાસીઓનો કોઇ પતો નથી, યુપી સરકાર કોરોના ટેસ્ટ કરે તે પહેલા જ લાપતા થયા

યુનાઈટેડ કિંગડમથી પરત ફરેલા પ્રવાસીઓની સતત તપાસ ચાલી રહી છે. આ તમામની વચ્ચે મેરઠમાં એક બાળકીના શરીરમાંથી સ્ટ્રેન ટૂ મળવાથી સ્વાસ્થ્ય વિભાગની ચિંતામાં વધારો થયો છે. યુકેથી પરત આવેલા 10 અન્ય કોરોના વાઈરસ સંક્રમિતના સેમ્પલ સ્ટ્રેન ટૂની તપાસ માટે મોકલવામાં આવ્યા છે. ભારત સરકારે યુકેથી ઉત્તરપ્રદેશ પહોંચેલા 1655 લોકોની યાદી સોંપી હતી, જેમાંથી 1090 લોકોને ચિન્હિત કરાયા છે. અત્યાર સુધી 565 પ્રવાસીઓનો કોઈ પતો નથી. આ યાત્રી યુપીના વિવિધ જિલ્લામાં છે. એવામાં આમાંથી કોઈ વ્યક્તિની અંદર સ્ટ્રેન હાજર હશે તો આગામી દિવસોમાં ગંભીર સ્થિતિ સર્જાઈ શકે છે.

યુપી સરકાર યુકેથી આવેલા 565 પ્રવાસીનો કોરોના ટેસ્ટ જ ન કરી શકી, હવે આમને શોધવા મુશ્કેલ

author img

By

Published : Dec 30, 2020, 11:49 AM IST

  • યુપી સરકારે યુકેથી આવેલા પ્રવાસીઓનો કોરોના ટેસ્ટ કરાવ્યો
  • યુપી પહોંચેલા 1655 લોકોની યાદી હતી, 565 પ્રવાસીઓનો કોઈ પતો નહીં
  • યુપી સરકારની ગંભીર બેદરકારીથી 565 પ્રવાસીઓ ટેસ્ટ વગર નીકળી ગયા

લખનઉઃ 8 ડિસેમ્બર પછી રાજધાની લખનઉ પહોંચેલા 138 બ્રિટન નાગરિકોમાંથી 117 લોકોની તપાસ કરવામાં આવી છે, જેમાંથી 114 લોકોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને ત્રણ લોકોનો રિપોર્ટ પેન્ડિંગ છે. જ્યારે 21 પ્રવાસીઓ રાજધાની લખનઉથી બહાર છે. આ પ્રવાસીઓ વિશે કેન્દ્ર સરકાર દ્વારા જે સરનામા, ફોન નંબર મળ્યા છે તેના પર પ્રવાસી હાજર નથી. જોકે, રાજધાની લખનઉની અથવા 21 પ્રવાસી પ્રશાસન માટે માથાનો દુખાવો બની ગયા છે. તેમનો ફોન નંબર સતત સંપર્ક કરવામાં આવી રહ્યો છે. અને જો સંપર્ક ન થાય તો તેમની તપાસ કરાઈ રહી છે. જોકે, રાહતની વાત એ છે કે રાજધાનીમાં અત્યાર સુધી 114 લોકોની તપાસનો રિપોર્ટ આવ્યો છે અને તમામ નેગેટિવ આવ્યા છે.

યુપી સરકાર યુકેથી આવેલા 565 પ્રવાસીનો કોરોના ટેસ્ટ જ ન કરી શકી, હવે આમને શોધવા મુશ્કેલ
યુપી સરકાર યુકેથી આવેલા 565 પ્રવાસીનો કોરોના ટેસ્ટ જ ન કરી શકી, હવે આમને શોધવા મુશ્કેલ

યુપીના મેરઠ, ગાઝિયાબાદ, ગૌતમબુદ્ધનગર અને બરેલીમાં મળ્યા સંક્રમિત

યુપીમાં બ્રિટનથી પરત આવેલા 10 લોકો કોરોના વાઈરસથી સંક્રમિત હતા, જેમની અંદર કોરોના વાઈરસના વેરિયેન્ટની તપાસ માટે 10 સેમ્પલ દિલ્હી મોકલાયા છે. પ્રમુખ સચિવ સ્વાસ્થ્યે જાણકારી આપતા કહ્યું, યુપીના મેરઠ, ગાઝિયાબાદ, ગૌતમબુદ્ધનગર અને બરેલીમાં બ્રિટનથી પરત આવેલા કોવિડ-19 જોવા મળ્યા છે, જેને લઈને સ્વાસ્થ્ય્ વિભાગ એલર્ટ છે. તમામ સંક્રમિતોને ક્વોરન્ટાઈન કરી દેવામાં આવ્યા છે. અને આના સંપર્કમાં આવનારાઓના સંદર્ભમાં જાણકારી મેળવાઈ રહી છે. સંપર્કમાં આવેલા તમામ લોકોની તપાસ કરવામાં આવી રહી છે.

યુપીનો રિકવરી રેટ 96 ટકા છે

પ્રમુખ સચિવ સ્વાસ્થ્યે જણાવ્યું કે, મંગળવારે યુપીમાં 1121 કોરોના વાયરસના નવા કેસ આવ્યા. જ્યારે 1369 લોકો કોવિડ-19 સંક્રમણથી સાજા થયા છે. વર્તમાનમાં 14344 એક્ટિવ કેસ છે જ્યારે રિકવરી રેટની વાત કરવામાં આવે તો યુપીમાં રિકવરી રેટ 96 ટકા થઈ ગયો છે.

પ્રયાગરાજ વારાણસી, લખનઉમાં કોરોનાના સૌથી વધુ કેસ
યુપીમાં સતત કોવિડ-19 સંક્રમણના મામલામાં ઘટાડો થઈ રહ્યો છે પરંતુ કેટલાક જિલ્લામાં કોવિડ-19ના કેસ વધી રહ્યા છે. રાજધાની લખનઉ, પ્રયાગરાજ, વારાણસીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધી રહી છે. અહીં રોજ 200થી વધારે કેસ સામે આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.