- વારાણસી ભાજપના કાર્યકર્તાઓએ તૈયારીઓ શરૂ કરી
- બૂથ સ્તર પર થયેલી તૈયારીઓને આખરી ઓપ અપાયો
- 16 જિલ્લાઓના પદાધિકારીઓ સાથે બેઠક યોજાશે
વારાણસીઃ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા 28 ફેબ્રુઆરીએ વારાણસી આવી શકે છે. અત્યારે તો ભાજપને તેમનો પ્રારંભિક પ્રોટોકોલ મળી ચૂક્યો છે. તેમના આ પ્રવાસ અંગે તૈયારી શરૂ કરી દેવાઈ છે. જે. પી. નડ્ડાના સ્વાગત માટે બૂથ સ્તર પર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
જે. પી. નડ્ડા બે દિવસીય કાશી પ્રવાસ માટે વારાણસી આવશે
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષના પ્રવાસ અંગે બુધવારે રોહિનિયા સ્થિત ભાજપના કાશી ક્ષેત્રમાં નવનિર્મિત કાર્યાલયમાં કાશી ક્ષેત્રના પદાધિકારીઓએ બેઠક યોજી હતી. કહેવાય છે કે, જે. પી. નડ્ડા 28 ફેબ્રુઆરીએ બે દિવસીય કાશી પ્રવાસ માટે વારાણસી આવશે. તેઓ દરેક 16 જિલ્લાઓના પદાધિકારીઓ અને જનપ્રતિનિધિઓ સાથે વાર્તાલાપ માટે બેઠક યોજશે. જોકે, તેમના હસ્તે નવનિર્મિત કાર્યાલયનું ઉદ્ઘાટન કરવાનું હોવાથી તેઓ વારાણસી પ્રવાસે આવી રહ્યા છે.
કાર્યકર્તાઓના ઘરે પણ જશે જે.પી.નડ્ડા
કાશી ક્ષેત્રના અધ્યક્ષ મહેશ જયસ્વાલે કહ્યું કે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા બે દિવસીય પ્રવાસ દરમિયાન વારાણસી મહાનગરના 1 મંડળની કાર્યસમિતિની બેઠકમાં ભાગ લેશે. આ ઉપરાંત તેઓ જિલ્લાના બૂથ અધ્યક્ષના ઘરે પણ ચા પીવા જશે.