ETV Bharat / bharat

Heritage tree: ચંદીગઢ શહેર કરતાં પણ જૂનું છે વટવૃક્ષ, જેની છાયામાં શીખ ધાર્મિક ગુરુઓ બેસતા હતા

આ કહાની છે ચંદીગઢના સૌથી પ્રાચીન વૃક્ષોમાંથી એક વટવૃક્ષની વાર્તા છે. જે તેની અંદર જ ઈતિહાસ સમેટીને બેઠું છે. આ વટવૃક્ષ ત્યારથી અસ્તિત્વમાં છે. જ્યારે ચંદીગઢ બંધાયું પણ ન હતું અને શીખ ગુરુઓમાંથી ઘણા રાજાઓ તેની છાયા હેઠળ આરામ કરતા હતા.

Heritage tree
Heritage tree
author img

By

Published : Jul 31, 2021, 7:29 AM IST

  • 31 વૃક્ષોને હેરિટેજ ટ્રી (heritage tree)નો દરજ્જો અપાયો
  • વટવૃક્ષ લગભગ 300થી 350 વર્ષ જૂનું
  • 45 ટકાથી વધુ ચંડીગઢ વૃક્ષોથી ઢંકાયેલું છે

ચંડીગઢ: 'ધ સિટી બ્યુટીફુલ' ચંદીગઢ તેની સુંદરતા અને હરિયાળી માટે જાણીતું છે. 45 ટકાથી વધુ ચંડીગઢ વૃક્ષોથી ઢંકાયેલું છે. આ જ કારણ છે કે અહીં વૃક્ષોને વિશેષ મહત્વ આપવામાં આવે છે અને આવા 31 વૃક્ષો છે જેને હેરિટેજ ટ્રી (heritage tree) તરીકે જાહેર કરવામાં આવ્યા છે. ચંડીગઢ સેક્ટર 38માં આવેલા ગુરુદ્વારામાં પણ આવું જ એક વટવૃક્ષ છે. જે લગભગ 300થી 350 વર્ષ જૂનું છે.

જ્યારે ચંદીગઢ બનાવવામાં આવ્યું ન હતું. ત્યારે અહીં એક ગામ હતુ

આ હેરિટેજ ટ્રીની વાર્તા (chandigarh banyan heritage tree) જાણવા માટે ETV bharatએ ચંદીગઢ સ્થિત પર્યાવરણવાદી રાહુલ મહાજન સાથે વાત કરી. રાહુલ મહાજને જણાવ્યું કે, આ વૃક્ષ લગભગ 300થી 350 વર્ષ જૂનું છે. શીખ ધાર્મિક ગુરુ અને રાજા રણજીત સિંહ પણ અહીં આવ્યા હતા. તેમણે કહ્યું કે તે સમયે જ્યારે ચંદીગઢ બનાવવામાં આવ્યું ન હતું. ત્યારે અહીં એક ગામ હતું. જેનું નામ શાહપુર હતું. ત્યારથી આ વૃક્ષો અહીં છે.

આ પણ વાંચો: યુનેસ્કો દ્વારા ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવતા કચ્છના લોકોમાં ખુશીનો માહોલ

ગામ ચંદીગઢની રચના સુધી અસ્તિત્વમાં હતુ

તેમણે કહ્યું કે, તે સમયે પાઉન્ટા સાહિબથી ચમકૌર સાહિબ અથવા અન્ય કોઈ સ્થળ જવા માટેનો રસ્તો અહીંથી પસાર થતો હતો અને શીખ ધર્મ ગુરુ આ સ્થળે રોકાતા હતા. તે સમયે રાજા રણજીત સિંહનું રાજ્ય અહીં હતું. આ ગામ ચંદીગઢની રચના સુધી અસ્તિત્વમાં હતું, પરંતુ જ્યારે ચંદીગઢનું સર્જન થયું ત્યારે ગામને નાબૂદ કરવામાં આવ્યું અને ચંદીગઢનું સેક્ટર 38 ત્યાં સ્થાયી થયું. વૃક્ષની ઉંમર 300થી 350 વર્ષની આસપાસ છે. તેથી આ વૃક્ષને હેરિટેજ ટ્રીનો દરજ્જો આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો: વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળ્યા પછી પાટણની રાણીની વાવ ખાતે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરાયું

હેરિટેજ ટ્રીની યોગ્ય રીતે જાળવણી કરવામાં આવી રહી નથી

રાહુલ શર્માએ કહ્યું કે, આ વૃક્ષોને હેરિટેજ ટ્રીનો દરજ્જો આપવામાં આવ્યો છે, પરંતુ તેની યોગ્ય રીતે જાળવણી કરવામાં આવી રહી નથી. આ વૃક્ષની આસપાસ કોંક્રિટ વાયર નાખવામાં આવ્યા છે. જેના કારણે ઝાડના મૂળને ફેલાવા માટે જગ્યા નથી મળી રહી. વૃક્ષોના થડને પણ નુકસાન થવાનું શરૂ થયું છે. જો વૃક્ષની કાળજી ન લેવામાં આવે તો આપણે આ વૃક્ષને બહુ જલ્દી ગુમાવી શકીએ છીએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.