- કિરણ બેદીની જગ્યાએ આવ્યાં તમિલસાંઈ સૌંદરરાજન
- રાજકીય સંકટના કારણે કિરણ બેદીને પુડ્ડુચેરીમાંથી હટાવાયાં
- કિરણ બેદીને હટાવવા રાષ્ટ્રપતિ ભવનમાંથી મંગળવારે જાહેરાત થઈ હતી
પુડ્ડચેરી (તમિલનાડુ): તમિલસાંઈ સૌદરરાજનને ગુરુવારે ઔપચારિક રીતે પુડ્ડુચેરીના ઉપરાજ્યપાલનું પદ સંભાળી લીધું છે. તેઓ વર્તમાનમાં તેલંગાણા રાજ્યનાં રાજ્યપાલ છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમને પુડ્ડુચેરીનો વધારાનો ચાર્જ સોંપ્યો છે. આ પહેલા કિરણ બેદી પુડ્ડુચેરીના ઉપરાજ્યપાલ હતાં.
કિરણ બેદી અને નારાયણસામી વચ્ચે ઘણા મુદ્દાઓ અંગે તકરાર ચાલતી હતી
આપને જણાવી દઈએ કે, પુડ્ડુચેરીમાં સર્જાયેલા રાજકીય સંકટ વચ્ચે કિરણ બેદીને મંગળવારે અચાનક જ તેમના પદેથી હટાવી દેવાયાં હતાં. રાષ્ટ્રપતિ ભવનના પ્રવક્તા અજયકુમાર સિંહે જણાવ્યું હતું કે, રાષ્ટ્ર્પતિએ આદેશ કર્યો હતો કે કિરણ બેદી હવે પુડુચેરીનાં ઉપરાજ્યપાલ નહીં રહે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેલંગાણાના રાજ્યપાલ તરીકે તમિલિસાંઈ સૌંદરરાજનની પસંદગી કરી છે. તેમની પર હવે નવી જવાબદારી આવશે. ઉલ્લેખનીય છે કે, કિરણ બેદી અને નારાયણસામી વચ્ચે ઘણા મુદ્દાઓ અંગે તકરાર ચાલી રહી હતી.