તમિલનાડુ : તિરુવન્નામલાઈ જિલ્લામાં ચેન્નઈ-બેંગલુરુ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર રસ્તાની બાજુએ પાર્ક કરેલી એક ટ્રક સાથે ફુલ સ્પિડમાં આવતી કાર અથડાતાં ત્રણ બાળકો સહિત પાંચ લોકોના મોત થયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે રામજયમની પત્ની રતિના, રાજલક્ષ્મી (5), તેજશ્રી (અઢી વર્ષ) અને તેના પિતરાઈ ભાઈ રાજેશ (29)નું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માત બાદ રામજયમ અને 3 મહિનાનું બાળક કારમાં ફસાઈ ગયા હતા. હોસ્પિટલમાં લઈ જતી વખતે બાળકનું મોત થયું હતું.
એક જ પરિવારના 5 લોકોના થયા મોત : તિરુવન્નામલાઈ જિલ્લાના નાચિયારપટ્ટુ વિસ્તારના રામાજયમ શુક્રવારે (2 જૂન) ના રોજ પરિવાર સાથે ચેન્નાઈમાં તેના સાસરે ગયા હતા અને ગઈકાલે (3 જૂન) રાત્રે કાર દ્વારા તેમના વતન પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન, જ્યારે તેમની કાર ચેન્નાઈ-બેંગલુરુ નેશનલ હાઈવે પર કાંચીપુરમની બાજુમાં ચિથેરેમેડુ વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી, ત્યારે કારનું ટાયર ફાટ્યું હતું. જે બાદ તેમની કાર બેકાબૂ થઈને રોડની બાજુમાં પાર્ક કરેલી ટ્રક સાથે અથડાઈ હતી.
તમિલનાડુમાં માર્ગ અકસ્માત થયો : આ અકસ્માતમાં રામજયમની પત્ની રતિના, રાજલક્ષ્મી (5 વર્ષ), તેજશ્રી (અઢી વર્ષ) અને તેના પિતરાઈ ભાઈ રાજેશનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. તેમજ રામજયમ અને 3 મહિનાનું બાળક કારમાં ફસાઈ ગયા હતા. અકસ્માતની માહિતી મળતાં જ બાલુચેટ્ટી ચતરમ પોલીસ સ્ટેશન ઘટનાસ્થળે પહોંચી અને રામજયમ અને નવજાતને એમ્બ્યુલન્સમાં કાંચીપુરમ સરકારી હોસ્પિટલમાં મોકલ્યા, પરંતુ હોસ્પિટલમાં લઈ જતી વખતે ત્રણ મહિનાના બાળકનું મોત નીપજ્યું.
પોલિસ ઘટના સ્થળ પર પહોંચી : દુર્ઘટનાની માહિતી મળતાં જ બલુચેટ્ટી ચતરમ પોલીસ સ્ટેશન ઘટનાસ્થળે પહોંચી અને રામજયમ અને નવજાતને એમ્બ્યુલન્સમાં કાંચીપુરમ સરકારી હોસ્પિટલમાં મોકલ્યા. પરંતુ ત્રણ મહિનાના બાળકનું હોસ્પિટલમાં લઈ જતી વખતે મોત થયું હતું. રામજયમને ઈજાઓ સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે. બલુચેટ્ટી ચત્તરામ પોલીસ સ્ટેશને કેસ નોંધીને અકસ્માતની તપાસ હાથ ધરી છે.