ETV Bharat / bharat

આ લોકો પણ પૈતૃક સંપત્તિમાં લઈ શકશે ભાગ, સુપ્રીમ કોર્ટેની ટકોર

author img

By

Published : Jun 14, 2022, 2:00 PM IST

સુપ્રીમ કોર્ટે (Supreme Court) સોમવારે કહ્યું હતું કે, જો કોઈ પુરુષ અને સ્ત્રી લાંબા સમય સુધી સાથે રહે છે, તો કાયદા મુજબ તેને લગ્ન તરીકે ગણવામાં આવશે અને તેમના પુત્રને પૈતૃક સંપત્તિમાં હિસ્સાથી વંચિત ન રાખી શકાય.

સુપ્રીમ કોર્ટે કહ્યું "આ લોકોને પૈતૃક સંપત્તિમાં ભાગ લેવાનો છે હક"

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે (Supreme Court) સોમવારે કહ્યું કે, જો કોઈ પુરુષ અને સ્ત્રી લાંબા સમય સુધી સાથે રહે છે, તો કાયદા મુજબ તેને લગ્ન તરીકે ગણવામાં આવશે અને તેમના પુત્રને પૈતૃક સંપત્તિમાં હિસ્સાથી વંચિત કરી શકાય નહીં. સર્વોચ્ચ અદાલતે કેરળ હાઈકોર્ટના (Kerala High Court) એ નિર્ણયને રદ કર્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે, લગ્નના પુરાવાની ગેરહાજરીમાં સાથે રહેતા પુરુષ અને સ્ત્રીના 'નાજાયજ' પુત્રને પૈતૃક સંપત્તિમાં ભાગ લેવાનો અધિકાર નથી.

આ પણ વાંચો: સેનામાં ભરતીનો ઈતજાર જલ્દી થશે ખત્મ, થઈ શકે છે મોટી જાહેરાત

સર્વોચ્ચ અદાલતએ આદેશને નકારી કાઢ્યો : જસ્ટિસ એસ. અબ્દુલ નઝીર અને જસ્ટિસ વિક્રમ નાથે કહ્યું કે, એ વાત સારી રીતે પ્રસ્થાપિત છે કે, જો કોઈ પુરુષ અને સ્ત્રી લાંબા સમય સુધી પતિ-પત્ની તરીકે સાથે રહે તો તે લગ્ન સમાન ગણાય છે. પુરાવા અધિનિયમની કલમ 114 હેઠળ આવા અનુમાન લગાવી શકાય છે. કોર્ટનો નિર્ણય કેરળ હાઈકોર્ટના 2009ના પુરુષ અને સ્ત્રી વચ્ચે લાંબા સમયથી ચાલતા સંબંધો પછી જન્મેલા પુરુષના વારસદારોને પૈતૃક સંપત્તિમાં હિસ્સો આપવાના નિર્ણય સામેની અપીલ પર આવ્યો હતો. આ આદેશને નકારી કાઢવામાં આવ્યો હતો.

અરજદારે કેરળ હાઈકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી : કેરળ હાઈકોર્ટે અરજદારને મિલકતમાં હિસ્સો આપવાના ટ્રાયલ કોર્ટના આદેશને ફગાવી દીધો હતો અને કહ્યું હતું કે, અરજદારના માતા-પિતા લાંબા સમયથી સાથે રહેતા હોવાના કોઈ પુરાવા નથી. બાદમાં અરજદારે કેરળ હાઈકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે અરજદારને મિલકતમાં હિસ્સો આપવાના નીચલી કોર્ટના આદેશને પુનઃસ્થાપિત કર્યો. હાઇકોર્ટે અરજદારને મિલકતમાં હિસ્સો આપવાના ટ્રાયલ કોર્ટના આદેશને ફગાવી દીધો હતો અને કહ્યું હતું કે, અરજદારના માતા-પિતા લાંબા સમયથી સાથે રહેતા હોવાના કોઈ પુરાવા નથી. દસ્તાવેજો માત્ર સાબિત કરે છે કે, અરજદાર બંનેનો પુત્ર છે, પરંતુ તે કાયદેસરનો પુત્ર નથી, તેથી હાઇકોર્ટે મિલકતના ભાગલા પાડવાનો ઇનકાર કર્યો હતો. બાદમાં અરજદારે આ નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી.

આ પણ વાંચો: યુવાનો માટે મોટા સમાચાર, તમામ વિભાગો અને મંત્રાલયોમાં થશે મોટા પ્રમાણમાં ભરતી

કોર્ટે કહ્યું અંતિમ હુકમ માટે કોઈ અલગ પ્રક્રિયા કરવાની જરૂર નથી : આ નિર્ણયમાં, સર્વોચ્ચ અદાલતે દેશભરની ટ્રાયલ કોર્ટોને પ્રાથમિક હુકમનામું પસાર કર્યા પછી સુઓ મોટુ સંજ્ઞાન લઈને અંતિમ હુકમ પસાર કરવાની પ્રક્રિયામાં તત્પરતા બતાવવા જણાવ્યું છે. તેઓ CPC ના ઓર્ડર 20 નિયમ 18 હેઠળ આમ કરે છે. અદાલતોએ આ કેસની જેમ આ મામલાને અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવો જોઈએ નહીં. કોર્ટે કહ્યું છે કે, અંતિમ હુકમ માટે કોઈ અલગ પ્રક્રિયા કરવાની જરૂર નથી. પક્ષકારોને આ માટે અરજી દાખલ કરવાની મંજૂરી આપવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.