નવી દિલ્હીઃ ઈન્ડિયા ગેટ પર નેતાજી સુભાષચંદ્ર બોઝની ભવ્ય પ્રતિમા મૂકવામાં (Subhash Chandra Bose Statue at India Gate) આવશે. આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને માહિતી આપી હતી. તેમણે ટ્વિટમાં (PM tweet on the Statue of Subhash Chandra Bose) કહ્યું હતું કે, આ તેમના પ્રત્યે ભારતના ઋણી હોવાનું પ્રતીક હશે.
-
At a time when the entire nation is marking the 125th birth anniversary of Netaji Subhas Chandra Bose, I am glad to share that his grand statue, made of granite, will be installed at India Gate. This would be a symbol of India’s indebtedness to him. pic.twitter.com/dafCbxFclK
— Narendra Modi (@narendramodi) January 21, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">At a time when the entire nation is marking the 125th birth anniversary of Netaji Subhas Chandra Bose, I am glad to share that his grand statue, made of granite, will be installed at India Gate. This would be a symbol of India’s indebtedness to him. pic.twitter.com/dafCbxFclK
— Narendra Modi (@narendramodi) January 21, 2022At a time when the entire nation is marking the 125th birth anniversary of Netaji Subhas Chandra Bose, I am glad to share that his grand statue, made of granite, will be installed at India Gate. This would be a symbol of India’s indebtedness to him. pic.twitter.com/dafCbxFclK
— Narendra Modi (@narendramodi) January 21, 2022
અમર જવાન જ્યોતિનો રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર પ્રગટી રહેલી જ્યોતમાં કરાશે વિલય
આપને જણાવી દઈએ કે, રાષ્ટ્રીય રાજધાનીમાં ઈન્ડિયા ગેટ પર છેલ્લા 50 વર્ષથી પ્રગટી રહેલી અમર જવાન જ્યોતિને (Immortal Jawan Jyoti in memory of Indian Soldiers) શુક્રવારે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર પ્રગટી રહેલી જ્યોતમાં વિલય કરવામાં આવશે. સેનાના અધિકારીઓએ ગુરુવારે આ અંગે માહિતી આપી હતી. અમર જવાન જ્યોતિની સ્થાપના તે ભારતીય સૈનિકોની યાદમાં (Immortal Jawan Jyoti in memory of Indian Soldiers) કરવામાં આવી હતી, જે વર્ષ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં શહીદ (India Pakistan War 1971 War) થયા હતા.
આ પણ વાંચો- PM Modi Inauguration in Somnath: PM Modiએ સોમનાથમાં નવા સર્કિટ હાઉસનું ઉદ્ઘાટન કર્યું
સૈનિકોની યાદમાં અમર જવાન જ્યોતિની સ્થાપના થઈ હતી
અમર જવાન જ્યોતિની સ્થાપના (Immortal Jawan Jyoti in memory of Indian Soldiers) તે ભારતીય સૈનિકોની યાદમાં (Immortal Jawan Jyoti in memory of Indian soldiers) કરવામાં આવી હતી, જે 1971માં ભારત પાકિસ્તાન યુદ્ધમાં શહીદ થયા હતા. આ યુદ્ધમાં ભારતનો વિજય થયો હતો અને બાંગ્લાદેશની સ્થાપના થઈ હતી. તત્કાલીન વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીએ 26 જાન્યુઆરી 1972માં આનું ઉદ્ઘાટન કર્યું હતું.
આ પણ વાંચો- Somnath Circuit House: આજે વડાપ્રધાન મોદી સોમનાથ સર્કિટ હાઉસનું કરશે લોકાર્પણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકનું કર્યું હતું ઉદ્ઘાટન
સેનાના અધિકારીઓએ જણાવ્યું હતું કે, અમર જવાન જ્યોતિને શુક્રવારે બપોરે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર પ્રગટી રહેલી જ્યોતમાં વિલય કરવામાં (Immortal Jawan Jyoti to merge into the flame shining on the National War Memorial) આવશે, જે ઈન્ડિયા ગેટની બીજી તરફ માત્ર 400 મીટર દૂર આવેલી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 25 ફેબ્રુઆરી 2019ના દિવસે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકનું ઉદ્ઘાટન કર્યું હતું, જ્યાં 25,942 સૈનિકોના નામ સુવર્ણ અક્ષરોમાં લખવામાં આવ્યા છે. તો અમર જવાન જ્યોતિના રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકમાં વિલય કરવાના કેન્દ્ર સરકારના નિર્ણય અંગે કોંગ્રેસ હેરાન થઈ ગઈ છે, પરંતુ અનેક પૂર્વ સૈનિકો આ નિર્ણયના વખાણ કરી રહ્યા છે.
રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારના નિર્ણયની ટીકા કરી હતી
આ પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારના આ નિર્ણયની ટીકા કરી હતી. તેમણે ટ્વિટ કરી વચન આપ્યું હતું કે, અમે અમર જવાન જ્યોતિને ફરી પ્રગટાવીશું. જ્યારે કોંગ્રેસ નેતા મનીષ તિવારીએ પણ ટીકા કરતા ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, જે કંઈ પણ કરવામાં આવી રહ્યું છે. તે એક રાષ્ટ્રીય આફત છે અને ઈતિહાસને ફરીથી લખવાનો પ્રયાસ છે. અમર જવાન જ્યોતિને યુદ્ધ સ્મારક મશાલમાં ભેળવવાનો અર્થ છે ઈતિહાસને ભૂંસી નાખવો. ભાજપે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક બનાવ્યું છે. તેનો અર્થ એ નથી કે, તે અમર જવાન જ્યોતિને બૂઝાવી શકે છે.