મુંબઈ : 26 જુલાઈ બુધવારના રોજ શેરબજારમાં ખરીદી નોંધાઈ હતી. બજારમાં સતત 3 દિવસ સુસ્ત પ્રદર્શન બાદ આજે ભારે લેવાલી જોવા મળી હતી. BSE સેન્સેક્સ 351 પોઈન્ટ વધીને 66,707.20 પર બંધ રહ્યો હતો. જ્યારે NSE નિફ્ટી 97 પોઈન્ટ ઉછળીને 19,778.30 ની સપાટીએ બંધ રહ્યો હતો. આજે શેરબજાર શરૂઆતના વેપારમાં મજબૂત વલણ સાથે ખુલ્યું હતું. BSE Sensex શરૂઆતના કારોબારમાં 66,434 પોઈન્ટ પર ખુલ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટીએ પણ 19,733 પોઈન્ટ પર સારી શરુઆત કરી હતી.
BSE સેન્સેક્સ : આજે 26 જુલાઈ, બુધવારના રોજ BSE Sensex 66,434.20 પર ખુલી મજબૂત શરુઆત કરી હતી. આજના ટ્રેડિંગ સેશનના અંતે લગભગ 351 પોઈન્ટ જેટલા ઉછાળા સાથે 66,707.20 પોઈન્ટ પર બંધ થયો હતો. આજના ટ્રેડીંગ સેશન દરમિયાન 66,431.34 ડાઉન જઈને ભારે લેવાલી નીકળતા મહત્તમ 66,897.27 ની ઊંચાઈ પર પહોંચ્યો હતો. ઉલ્લેખનિય છે કે, ગતરોજ BSE Sensex 66,355.71 બંધ થયો હતો. ટ્રેડીંગ સેશન દરમિયાન 66,326.25 ડાઉન જઈને મહત્તમ 66,808 ની ઊંચાઈ પર પહોંચ્યો હતો. ઉલ્લેખનિય છે કે, ગઈકાલે ટ્રેડીંગ સેશન દરમિયાન વેચવાલી નિકળતા 66,177.62 ડાઉન જઈને મહત્તમ 66,559.29 ની ઊંચાઈ પર પહોંચ્યો હતો.
NSE Nifty ઈનડેક્સ : આજના ટ્રેડિંગ સેશનના અંતે NSE Nifty ઈનડેક્સ 97 પોઈન્ટનો ઉછાળો લઈને 19,778.30 પોઈન્ટ પર બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે, NSE Nifty ઈનડેક્સ આજે 19,733.35 પોઈન્ટ પર ખુલ્યો હતો. તેને ભારે લેવાલીના પગલે મહત્તમ 19,825.60 પોઈન્ટની ઊંચાઈ બનાવી હતી. જોકે નિફ્ટી ડાઉન પણ ફક્ત 19,716 સુધી જ ગયો હતો. ગતરોજ Nifty ઈનડેક્સ 8 પોઈન્ટનો નજીવો ઉછાળો લઈને 19,680.60 પોઈન્ટ પર બંધ થયો હતો.
કોણ કેટલા પાણીમાં ? સૌથી વધુ ઊંચકાયેલા શેરમાં વોડાફોન આઈડિયા (10.76 %), પિરામલ એન્ટર (7.99 %), આરબીએલ બેંક (7.12 %), ઇન્ડસ ટાવર્સ (5.18 %) અને બાલકૃષ્ણ ઇન્ડ (4.91 %)નો સમાવેશ થાય છે. જ્યારે સૌથી વધુ ગગડેલા શેરોમાં કેન ફિન હોમ્સ (-9.4 %), ઇન્ટલેક્ટ ડિઝાઇન (-3.05 %), બજાજ ફાઇનાન્સ (-2.28 %), Syngene Intl (-1.86 %) અને જ્યુબિલન્ટ ફૂડ (-1.83 %)નો સમાવેશ થાય છે.