- નોયડાથી દિલ્હી જવામાં હવે 20 મિનિટની જગ્યાએ 2 કલાક લાગે છે - અરજદાર
- કૃપા કરીને રસ્તા પરના જામના મામલાનું કંઈક સમાધાન કાઢો- સુપ્રીમ કોર્ટ
- જામના મુદ્દા પર સુપ્રીમ કોર્ટમાં સુનવણી થઈ
નવી દિલ્હી : કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો લાંબા સમયથી દિલ્હીની બોર્ડર પર પ્રદર્શન કરી રહ્યા છે. તેવામાં ખેડૂતોના પ્રદર્શનના કારણે રસ્તા પર જામના મુદ્દા પર સુપ્રીમ કોર્ટમાં સોમવારે સુનવણી થઈ. સુનવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને રહ્યું કે કૃપા કરીને રસ્તા પરના જામના મામલાનું કંઈક સમાધાન કાઢો. સુપ્રીમ કોર્ટમાં ન્યાયમૂર્તિ એસ કે કૌલ અને જજ હર્ષિકેશ રાયની બેંચે કેન્દ્રને કહ્યું, "please work out something."
નોયડાથી દિલ્હી જવામાં હવે 20 મિનિટની જગ્યાએ 2 કલાક લાગે છે
સુપ્રીમ કોર્ટમાં આ સુનવણી એક જનહિત અરજી પર થઈ રહી હતી. જેમાં અરજદારે કહ્યું કે નોયડાથી દિલ્હી જવામાં હવે 20 મિનિટની જગ્યાએ 2 કલાક લાગે છે અને આ ખેડૂત દ્વારા કરવામાં આવેલા રસ્તાના જામને કારણે થઈ રહ્યું છે. સુપ્રીમ કોર્ટે અરજી પર સુનવણી કરી.
આ પણ વાંચો : અફઘાનિસ્તાનમાં યુદ્ધ દરિમયાન અમેરિકી સૈન્યને મદદ કરનારાઓને જો બાઇડેન અમેરિકામાં આશ્રય આપશે
આ મામલાની સુનવણી 20 સપ્ટેમ્બરે થશે
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અરજદારને સમસ્યા છે. જેમાં સમાધાન ભારતીય સંઘ અને રાજ્ય સરકારોના હાથમાં છે. બન્ને સરકારો સુનિશ્ચિત કરે કે જ્યારે કોઈ વિરોધ થઈ રહ્યો છે તો રસ્તા પર આવનજાવન બંધ ન થાય જેથી લોકોની અવર જવર ન રોકાય. જજ એસ કે કૌલે સોલિસિટર જનરલ તુષાર મહેતાને પુછ્યું કે, તમે સમસ્યાનું સમાધાન કેમ નથી કરી શક્યા. તેમણે કહ્યું કેં ખેડૂતોને પ્રદર્શનનો અધિકાર છે પરંતુ રસ્તા પર ટ્રાફિક ન રોકી શકાય. હવે આ મામલાની સુનવણી 20 સપ્ટેમ્બરે થશે.
આ પણ વાંચો : જમ્મુ-કાશ્મીર: બારામુલ્લામાં સેના અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ
દિલ્હીની સીમાઓ પર ખેડૂત વિરોધ પ્રદર્શન કરી રહ્યા
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા લગાવવામાં આવેલા ત્રીજા નવા કૃષિ કાયદાની વિરુદ્ધ દિલ્હીની સીમાઓ પર ખેડૂત વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ કારણે દિલ્હીના જે બોર્ડર્સ પર પ્રદર્શન થઈ રહ્યું છે ત્યાં આવન જાવન કરી રહેલા લોકોને જામનો સામનો કરવો પડી રહ્યો છે.