ETV Bharat / bharat

Russia Ukraine war 51 Day: રશિયાના યુદ્ધ જહાજ 'મોસ્કવા'ને તોડી પાડ્યાનો યુક્રેનનો દાવો, રશિયાએ દાવાને નકાર્યો

રશિયા અને યુક્રેન યુદ્ધનો આજે 51મો દિવસ (Russia Ukraine war 51 Day) છે. ત્યારે યુક્રેને દાવો કર્યો છે કે, તેની સેનાએ મિસાઈલો વડે એક રશિયન યુદ્ધ જહાજને તોડી પાડ્યું છે. બીજી તરફ રશિયાએ કહ્યું કે, યુદ્ધ જહાજ મોસ્કવામાં આગને કારણે તેને નુકસાન (Damage to Russian warship) થયું છે. તેના પર કોઈ હુમલો થયો નથી.

Russia Ukraine war 51 Day: રશિયાના યુદ્ધ જહાજ 'મોસ્કવા'ને તોડી પાડ્યાનો યુક્રેનનો દાવો, રશિયાએ દાવાને નકાર્યો
Russia Ukraine war 51 Day: રશિયાના યુદ્ધ જહાજ 'મોસ્કવા'ને તોડી પાડ્યાનો યુક્રેનનો દાવો, રશિયાએ દાવાને નકાર્યો
author img

By

Published : Apr 15, 2022, 10:03 AM IST

કીવઃ યુક્રેન છેલ્લા 50 દિવસથી યુદ્ધનો સામનો (Russia Ukraine war 51 Day) કરી રહ્યું છે. રશિયા હજી પણ યુક્રેન પર આક્રમક હુમલો કરી રહ્યું છે. અમેરિકા સહિત વિશ્વની ઘણી શક્તિઓ યુક્રેનને મદદ આપવા માટે કામ કરી રહી છે. આ લડાઈ લાંબા સમયથી ચાલી રહી છે. યુદ્ધનો (Russia Ukraine war 51 Day) સૂરજ ક્યારે આથમશે. કેવી રીતે લોહિયાળ ખેલનો અંત આવશે તેના પર મંથન ચાલી રહ્યું છે. જોકે, હજી સુધી આ દિશામાં કોઈ મોટું પગલું ભરવામાં આવ્યું નથી. જોકે, રશિયાને નબળું પાડવા માટે તેના પર અનેક નિયંત્રણો લાદવામાં (Control on Russia) આવી રહ્યા છે.

રશિયાએ યુક્રેન પર સરહદી વિસ્તારોમાં હવાઈ હુમલા કરવાનો આરોપ લગાવ્યો - રશિયન સત્તાવાળાઓએ યુક્રેનની સૈન્ય પર યુક્રેનની સરહદે રશિયાના બ્રાયન્સ્ક વિસ્તારમાં હવાઈ હુમલા કરવાનો આરોપ (Alleged attack on Ukraine in the border area) મૂક્યો છે. રશિયાની તપાસ સમિતિએ આક્ષેપ કર્યો હતો કે, 2 યુક્રેનિયન લશ્કરી હેલિકોપ્ટર ગુરુવારે રશિયન હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ્યા હતા અને રશિયન સરહદથી લગભગ 11 કિલોમીટર દૂર ક્લિમોવો ગામમાં રહેણાંક મકાનો પર ઓછામાં ઓછા 6 હવાઈ હુમલા કર્યા હતા.

યુક્રેનના સૈન્યએ સરહદી ચોકી પર મોર્ટાર ફાયર કર્યાનો આક્ષેપ - આ ગામમાં ઓછામાં ઓછા 6 ઘરને નુકસાન થયું હતું અને એક બાળક સહિત 7 લોકોને ઈજાઓ પહોંચી હતી. અગાઉ રશિયાની સરકારી સુરક્ષા સેવાએ ગુરુવારે પણ યુક્રેનિયન સૈન્ય પર બુધવારે બ્રાયન્સ્ક ક્ષેત્રમાં સરહદી ચોકી પર મોર્ટાર ફાયર કરવાનો આરોપ (Alleged attack on Ukraine in the border area) મૂક્યો હતો. રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને ચેતવણી આપી હતી કે રશિયામાંથી ગેસની આયાત ઘટાડવાના પશ્ચિમી પ્રયાસોથી તેમની અર્થવ્યવસ્થા પર નકારાત્મક અસર પડશે.

રશિયાને લાગ્યો ઝટકો - યુદ્ધની વાત કરીએ તો, રશિયાને મોટો ઝટકો લાગ્યો છે. મળતી માહિતી અનુસાર, કાળા સમુદ્રમાં તૈનાત રશિયન બેટલ ફ્લીટને મોટું નુકસાન (russian warship sinks in black sea) થયું હતું. જ્યારે એક યુદ્ધ જહાજને ખરાબ રીતે નુકસાન (Damage to Russian warship) થયું હતું અને તેના તમામ ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે ઉતરવું પડ્યું હતું. યુક્રેનના દાવાથી વિપરિત રશિયન સંરક્ષણ પ્રધાને કહ્યું હતું કે, મોસ્કવા ક્રૂઝર (કાળા સમુદ્રમાં રશિયન કાફલાનું મુખ્ય જહાજ) પર લાગેલી આગને કાબૂમાં લાવવામાં આવી છે અને જહાજ હાલમાં દરિયામાં તરતું છે.

આ પણ વાંચો- Russia Ukraine war 50th day : અમેરિકાએ કહ્યું- રશિયાએ વીટોનો દુરુપયોગ કર્યો, બાઇડેને યુક્રેન માટે લશ્કરી સહાય સ્વીકારી

રશિયાના યુદ્ધ જહાજ પર મિસાઈલ હુમલો - યુક્રેનના અધિકારીઓએ જણાવ્યું હતું કે, તેમની સેનાએ યુદ્ધ જહાજ પર મિસાઈલ હુમલો (Missile attack on Russian warship) કર્યો હતો, પરંતુ રશિયાનું કહેવું છે કે, યુદ્ધ જહાજ મોસ્કવાને આગથી નુકસાન થયું (Damage to Russian warship) હતું. જ્યારે કોઈ હુમલો થયો નહતો. તે જ સમયે પેન્ટાગોનના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ યુદ્ધ જહાજ ઓડેસાથી લગભગ 60-65 નોટિકલ માઈલ દૂર હતું. જ્યારે તેમાં આગ લાગી હતી અને કલાકો પછી પણ આગ પર કાબૂ મેળવી શકાયો નહતો. યુદ્ધ જહાજની ખોટ રશિયન સેના માટે એક મોટો આંચકો હશે. જ્યારે તે રશિયા માટે પ્રતિકાત્મક હાર પણ હશે.

આ પણ વાંચો- Russia Ukraine War 49th day : પુતિને કહ્યું; 'યુદ્ધ' હવે અટકશે નહીં અને રશિયાને કોઈ અલગ નહીં કરી શકે

રશિયાએ જાપાનના સમુદ્રમાં સબમરિનથી લોન્ચ કરાયેલી મિસાઈલોનું પરિક્ષણ કર્યું - તે જ સમયે જાપાનના સમુદ્રમાં રશિયા દ્વારા સબમરિનથી લોન્ચ કરાયેલી મિસાઈલોનું પરિક્ષણ કરવાના અહેવાલો પછી જાપાન સરકાર તેની સૈન્ય પ્રવૃત્તિઓ પર નજીકથી નજર રાખી રહી છે. યુક્રેન પર આક્રમણ (Russia Ukraine war 51 Day) કર્યા પછી જાપાનના દરિયાકાંઠે રશિયન સૈન્ય દ્વારા આ નવીનતમ લશ્કરી કવાયત છે. US નેવીના 7મા ફ્લિટ અને જાપાન મેરિટાઈમ સેલ્ફ-ડિફેન્સ ફોર્સે જાપાનના સમુદ્રમાં સંયુક્ત નૌકા કવાયતની જાહેરાત કર્યાના એક દિવસ બાદ આ મિસાઈલ પરિક્ષણ કરવામાં આવ્યું છે.

રશિયાએ માર્ચમાં લશ્કરી કવાયત કરી હતી - ઉલ્લેખનીય છે કે, માર્ચ મહિનામાં રશિયાએ તે ટાપુઓ પર 3,000 સૈનિકો સાથે મોટા પાયે લશ્કરી કવાયત હાથ ધરી હતી, જેનો જાપાન દાવો કરે છે. જાપાને આ તમામનો વિરોધ કર્યો હતો. ટાપુઓ પરના વિવાદને કારણે બંને દેશોએ તેમની યુદ્ધ સમયની દુશ્મનીને ઔપચારિક રીતે સમાપ્ત કરવા શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા નથી. બીજા વિશ્વયુદ્ધના અંતે મોસ્કોએ આ ટાપુઓ પર કબજો કર્યો હતો.

અમેરિકા પર રશિયાના સંબંધમાં યુક્રેનને વધુ ગુપ્ત માહિતી આપવાનું દબાણ - અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને યુક્રેન પર રશિયાના યુદ્ધને નરસંહાર ગણાવ્યો છે અને વ્લાદિમીર પુતિન પર યુદ્ધ ગુનાઓનો આરોપ મૂક્યો છે, પરંતુ તેમનું વહીવટીતંત્ર યુક્રેનિયન સૈન્ય સામે લડવા માટે સંઘર્ષ કરે છે. તમે કેટલી ગુપ્ત માહિતી આપી શકો છો? ફેબ્રુઆરીમાં યુદ્ધની (Russia Ukraine war 51 Day) શરૂઆત થઈ ત્યારથી બાઈડેન વહીવટીતંત્રે યુક્રેન સાથે US એજન્સીઓ શું શેર કરી શકે. તે અંગેના ગોપનીય નિર્દેશોમાં ઘણા ફેરફારો કર્યા છે. સૌથી તાજેતરના ફેરફારો ગયા અઠવાડિયે કરવામાં આવ્યા હતા. જ્યારે US ઈન્ટેલિજન્સ અધિકારીઓએ કાર્યવાહી કરી શકાય તેવી માહિતી પ્રદાન કરવાની કેટલીક ભૌગોલિક મર્યાદાઓ દૂર કરી હતી. આમાં તે પ્રકારની માહિતીનો સમાવેશ થાય છે જેનો ઉપયોગ યુદ્ધના મેદાનમાં મિનિટના નિર્ણયો લેવા માટે થાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.