ETV Bharat / bharat

'ગરીબી આપણી સામે એક રાક્ષસ જેવો પડકાર છે': RSS મહાસચિવ - નવી દિલ્હી

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મહાસચિવ દત્તાત્રેય હોસાબલેએ, સંઘ સાથે જોડાયેલા સ્વદેશી જાગરણ મંચ (SJM) દ્વારા આયોજિત વેબિનારમાં જણાવ્યું હતું કે, 'આપણને દુ:ખ થવુ જોઈએ કે, 200 મિલિયન લોકો ગરીબી રેખા નીચે છે(unemployment ) અને 23 કરોડ લોકોને પ્રતિ દિવસ 375 રૂપિયાથી ઓછી કમાણી કરી રહ્યા છે'

'ગરીબી આપણી સામે એક રાક્ષસ જેવો પડકાર છે': RSS મહાસચિવ

author img

By

Published : Oct 3, 2022, 6:38 PM IST

નવી દિલ્હી: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મહાસચિવ દત્તાત્રેય હોસાબલેએ(RSS general secretary Dattatreya Hosabale ) રવિવારે દેશમાં બેરોજગારી(unemployment ) અને આવકમાં વધતી અસમાનતા અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, ગરીબી દેશ સામે એક રાક્ષસ જેવા પડકાર તરીકે ઉભરી રહી છે. જો કે હોસાબલેએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં આ પડકારનો સામનો કરવા માટે ઘણા પગલાં લેવામાં આવ્યા છે.

ગરીબી રાક્ષસ જેવો પડકારઃ હોસબાલેએ સંઘને સંલગ્ન સ્વદેશી જાગરણ મંચ (SJM) દ્વારા આયોજિત વેબિનારમાં જણાવ્યું હતું કે, 'આપણને દુ:ખ થવુ જોઈએ કે, 200 મિલિયન લોકો ગરીબી રેખા નીચે છે અને 23 કરોડ લોકો દરરોજ 375 રૂપિયાથી ઓછી કમાણી કરી રહ્યા છે. ગરીબી આપણી સામે એક રાક્ષસ જેવો પડકાર છે.(RSS expresses concern over unemployment) આ રાક્ષસનો નાશ થાય તે જરૂરી છે. RSS નેતાએ કહ્યું હતુ કે, ગરીબી સિવાય અસમાનતા અને બેરોજગારી એ બે પડકારો છે, જેનો સામનો કરવાની જરૂર છે.

બેરોજગારીનો દર 7.6 ટકાઃ તેમણે કહ્યું હતુ કે, દેશમાં 4 કરોડ બેરોજગાર છે, જેમાંથી 2.2 કરોડ ગ્રામીણ વિસ્તારોમાં અને 1.8 કરોડ શહેરી વિસ્તારોમાં બેરોજગાર છે. શ્રમ દળના સર્વેક્ષણમાં બેરોજગારીનો દર 7.6 ટકા છે. હોસાબલેએ કુટીર ઉદ્યોગોને પુનઃજીવિત કરવા અને ગ્રામીણ વિસ્તારોમાં તેમનો પ્રવેશ વધારવા માટે કૌશલ્ય વિકાસ ક્ષેત્રમાં વધુ પહેલ કરવાનું પણ સૂચન કર્યું હતું.

આવકના માત્ર 13 ટકાઃ આવકની અસમાનતાના સંદર્ભમાં, હોસાબલેએ પ્રશ્ન કર્યો હતો કે, શું તે સારી વાત છે કે ભારત ટોચની છ અર્થવ્યવસ્થાઓમાં હોવા છતાં, દેશની અડધી વસ્તીને કુલ આવકના માત્ર 13 ટકા જ મળે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.