ETV Bharat / bharat

Mukesh Ambani Death Threats: ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને જાનથી મારી નાખવાની ધમકી

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. અંબાણીની કંપનીના આઈડી પર એક ઈ-મેલ મોકલવામાં આવ્યો છે, જેમાં લખ્યું છે કે '20 કરોડ રૂપિયા નહિ આપો નહીં તો અમે તમને મારી નાખીશું'

Mukesh Ambani Death Threats
Mukesh Ambani Death Threats
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 28, 2023, 10:40 AM IST

Updated : Oct 28, 2023, 11:12 AM IST

મુંબઈ: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેનને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. પોલીસે જણાવ્યું કે મુકેશ અંબાણીને ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે.

20 કરોડ રૂપિયા માંગ્યા: મુકેશ અંબાણીની કંપની આઈડી પર કોઈ અજાણ્યા વ્યક્તિએ ઈ-મેલ મોકલ્યો હતો. આ ઈ-મેઈલ પર કોઈ અજાણ્યા વ્યક્તિએ કહ્યું કે અબજોપતિ મુકેશ અંબાણીએ 20 કરોડ રૂપિયા ચૂકવવા પડશે નહીં તો તેમને મારી નાખવામાં આવશે. તેમજ ઈ-મેલમાં લખ્યું છે કે જો તમે અમને 20 કરોડ રૂપિયા નહીં આપો તો અમે તમને મારી નાખીશું. અમારી પાસે ભારતના શ્રેષ્ઠ શૂટર્સ છે.

  • Reliance Industries Chairman Mukesh Ambani received death threat on email on 27th October, threatening to shoot him if he failed to pay Rs 20 crores. Case registered under sections 387 and 506 (2) IPC in Gamdevi PS of Mumbai: Police

    — ANI (@ANI) October 28, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

મુકેશ અંબાણીના સુરક્ષા પ્રભારીની ફરિયાદના આધારે, મુંબઈની ગામદેવી પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે કેસ નોંધ્યો હતો. મળતી માહિતી મુજબ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે.

આ પહેલા પણ મળી છે ધમકીઓ: આ પહેલીવાર નથી જ્યારે મુકેશ અંબાણીને જાનથી મારી નાખવાની ધમકી મળી હોય. ગત વર્ષની શરૂઆતમાં બિહારના દરભંગાના એક વ્યક્તિએ મુકેશ અંબાણી અને તેમના પરિવારના સભ્યોને મારી નાખવાની ધમકી આપી હતી. ધમકીભર્યા કોલ કરવા બદલ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. ધમકી આપનાર આરોપી બેરોજગાર વ્યક્તિ હતો. તેની ઓળખ રાકેશ કુમાર મિશ્રા તરીકે થઈ હતી. આ વ્યક્તિએ મુકેશ અંબાણીના પરિવાર અને મુંબઈની સર એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી પણ આપી હતી. 2021 માં, મુકેશ અંબાણીના દક્ષિણ મુંબઈના નિવાસસ્થાન એન્ટિલિયાની બહાર 20 વિસ્ફોટક જિલેટીન લાકડીઓ અને ધમકી પત્ર સાથેની એક સ્કોર્પિયો કાર મળી આવી હતી. તે પત્રમાં લખ્યું હતું કે, આ માત્ર ટ્રેલર છે.

Last Updated : Oct 28, 2023, 11:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.