ETV Bharat / bharat

આજે મહાપરિનિર્વાણ દિવસ: PM મોદી, રાષ્ટ્રપતિ મુર્મુએ ડૉ.આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી - આંબેડકરને શ્રદ્ધાંજલિ

આજે મહાપરિનિર્વાણ દિવસ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, PM મોદી સહિતના મોટા નેતાઓએ બંધારણના નિર્માતા ડૉ.આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

મહાપરિનિર્વાણ
મહાપરિનિર્વાણ
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 6, 2023, 11:26 AM IST

નવી દિલ્હીઃ ડો.ભીમરાવ આંબેડકરની યાદમાં આજે દેશમાં મહાપરિનિર્વાણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે સંસદ સંકુલમાં ડૉ. બી.આર. આંબેડકરને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ પણ બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપી હતી.

શું છે મહાપરિનિર્વાણ: પરિનિર્વાણનો અર્થ છે - મૃત્યુ પશ્ચાત નિર્વાણ એટલે મૃત્યુ પછી નિર્વાણ. પરિનિર્વાણ બૌદ્ધ ધર્મના અનેક પ્રમુખ સિદ્ધાંતો અને લક્ષ્યોમાંનું એક છે. જે વ્યક્તિ નિર્વાણ કરે છે તે સાંસારિક મોહ માયા, ઈચ્છા અને જીવનની પીડામાંથી મુક્ત રહે છે. સાથે જ તે જીવન ચક્રથી પણ મુક્ત રહે છે. બૌદ્ધ અનુયાયીઓ પ્રમાણે ડૉ. આંબેડકર પણ પોતાના કાર્યોથી નિર્વાણ પ્રાપ્ત કરી ચૂક્યા છે. આથી તેમની પુણ્યતિથિને મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાબાસાહેબને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. 'X' સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખ્યું કે, 'પૂજ્ય બાબા સાહેબ ભારતીય બંધારણના નિર્માતા તેમજ સામાજિક સમરસતાના અમર સમર્થક હતા. તેમણે પોતાનું જીવન શોષિત અને વંચિતોના કલ્યાણ માટે સમર્પિત કર્યું. આજે તેમના મહાપરિનિર્વાણ દિવસે તેમને મારી આદરપૂર્વક પ્રણામ.

  • पूज्य बाबासाहेब भारतीय संविधान के शिल्पकार होने के साथ-साथ सामाजिक समरसता के अमर पुरोधा थे, जिन्होंने शोषितों और वंचितों के कल्याण के लिए अपना जीवन समर्पित कर दिया। आज उनके महापरिनिर्वाण दिवस पर उन्हें मेरा सादर नमन।

    — Narendra Modi (@narendramodi) December 6, 2023
" class="align-text-top noRightClick twitterSection" data=" ">

રક્ષા મંત્રી રાજનાથ સિંહે તેમના સંદેશમાં કહ્યું હતું કે, 'મહાપરિનિર્વાણ દિવસ' પર હું બાબાસાહેબ આંબેડકર અને આપણા રાષ્ટ્ર માટે તેમના નોંધપાત્ર યોગદાનને વંદન કરું છું. તેમના વિચારોએ લાખો લોકોને પ્રેરણા આપી અને આપણી ભાવિ પેઢીઓ ભારતના બંધારણના ઘડતરમાં તેમની ભૂમિકાને ક્યારેય ભૂલી શકશે નહીં.

બાબાસાહેબને યાદ કરતાં PMO રાજ્યમંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે કહ્યું, 'આજે આપણે મહાપરિનિર્વાણ દિવસ પર બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરને યાદ કરીએ છીએ. આપણા બંધારણના મુખ્ય ઘડવૈયા, બાબા સાહેબે એક સમાન અને મજબૂત ભારતના નિર્માણ માટે તેમના જીવનભર અથાક મહેનત કરી. તેમના સંદેશમાં કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે કહ્યું, 'આપણા બંધારણના મુખ્ય ઘડવૈયા બાબાસાહેબ આંબેડકરને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ.'

સામાજિક ભેદભાવ સામે ઝુંબેશ: બાબા સાહેબ આંબેડકર, 14 એપ્રિલ 1891ના રોજ જન્મેલા, ભારતીય ન્યાયશાસ્ત્રી, અર્થશાસ્ત્રી, રાજકારણી અને સમાજ સુધારક હતા. તેમણે દલિતો સામેના સામાજિક ભેદભાવ સામે ઝુંબેશ ચલાવી હતી. 6 ડિસેમ્બર 1956ના રોજ તેમનું અવસાન થયું. બાબા સાહેબ આંબેડકર તેજસ્વી વિદ્યાર્થી હતા. તેમણે કોલંબિયા યુનિવર્સિટી અને લંડન યુનિવર્સિટી બંનેમાંથી અર્થશાસ્ત્રમાં ડોક્ટરેટની પદવી મેળવી.

શહેરની મુખ્ય પાણીની ટાંકીમાંથી પાણી ખેંચવાના અસ્પૃશ્ય સમુદાયના અધિકાર માટે લડવા માટે તેમણે મહાડમાં સત્યાગ્રહનું નેતૃત્વ કર્યું હતું. 25 સપ્ટેમ્બર, 1932ના રોજ આંબેડકર અને મદન મોહન માલવિયા વચ્ચે પૂના કરાર નામના કરાર પર હસ્તાક્ષર થયા હતા. સમજૂતીના કારણે દલિત વર્ગને ધારાસભામાં અગાઉ ફાળવવામાં આવેલી 71 બેઠકોને બદલે 148 બેઠકો મળી હતી. સામાજિક ન્યાય અને સમાનતાના તેમના આદર્શો અમને લોકોની સેવામાં માર્ગદર્શન આપતા રહેશે.

  1. સંસદ શિયાળુ સત્ર 2023: જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન (સુધારા) બિલ 2023 પર ચર્ચા થશે'
  2. ચૂંટણીનો સમય આવતાં જ હું ફોન ઉપાડવાનું બંધ કરી દઉં છું', મનોજ બાજપેયીએ તેની પાછળનું જણાવ્યું કારણ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.