કર્ણાટક: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કર્ણાટકની મુલાકાત લીધી હતી. કર્ણાટકમાં નવનિર્મિત શિવમોગ્ગા એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. સીએમ બસવરાજ બોમાઈ, પૂર્વ સીએમ બીએસ યેદિયુરપ્પા અને કેન્દ્રીયપ્રધાન પ્રહલાદ જોશી સહિત ભાજપના નેતાઓએ પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાને કર્ણાટકના પૂર્વ સીએમ બીએસ યેદિયુરપ્પાને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી, જેઓ અહીં મંચ પર હાજર હતા. આ દરમિયાન પીએમએ હાથ જોડીને તેમનું અભિવાદન કર્યું હતું.
-
Prime Minister Narendra Modi inaugurates Shivamogga Airport in Karnataka. pic.twitter.com/3fkDgwAN7c
— ANI (@ANI) February 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Prime Minister Narendra Modi inaugurates Shivamogga Airport in Karnataka. pic.twitter.com/3fkDgwAN7c
— ANI (@ANI) February 27, 2023Prime Minister Narendra Modi inaugurates Shivamogga Airport in Karnataka. pic.twitter.com/3fkDgwAN7c
— ANI (@ANI) February 27, 2023
શિવમોગ્ગા એરપોર્ટના મોડલનું નિરીક્ષણ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિવમોગા એરપોર્ટના મોડલનું નિરીક્ષણ કર્યું હતું. શિવમોગા એરપોર્ટના ઉદ્ઘાટન માટે શહેરમાં પહોંચેલા વડાપ્રધાન મોદીનું ભાજપના નેતાઓએ સ્વાગત કર્યું હતું. વડાપ્રધાનના સ્વાગત માટે સમગ્ર શહેરને શણગારવામાં આવ્યું છે. ત્યારબાદ PM મોદી બેલગાવીમાં વિવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરશે. 2023માં પીએમ મોદીની રાજ્યની આ 5મી મુલાકાત છે. શિવમોગ્ગા એરપોર્ટને લગભગ 450 કરોડ રૂપિયાના ખર્ચે વિકસાવવામાં આવ્યું છે. કમળના આકારના આ એરપોર્ટનું પેસેન્જર ટર્મિનલ બિલ્ડિંગ પ્રતિ કલાક 300 મુસાફરોને સમાવી શકે છે. આ એરપોર્ટ શિવમોગ્ગા અને અન્ય નજીકના વિસ્તારોમાં કનેક્ટિવિટી અને સગવડોમાં સુધારો કરે તેવી શક્યતા છે.
રોડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો શિલાન્યાસ: ઉપરાંત પીએમ મોદી 215 કરોડથી વધુની કિંમતની અનેક રોડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. જેમાં બેંદૂર-રાણીબેનનુરને શિકારીપુરા નગરને જોડતા નવા બાયપાસ રોડનું નિર્માણ, તીર્થહલ્લી તાલુકામાં ભરતીપુરા ખાતે નવા પુલનું નિર્માણનો સમાવેશ થાય છે. તેઓ જલ જીવન મિશન હેઠળ રૂપિયા 950 કરોડથી વધુની કિંમતની બહુ-ગ્રામીણ યોજનાઓનું અનાવરણ અને શિલાન્યાસ કરશે. આમાં ગૌતમપુરા અને અન્ય 127 ગામો માટે એક યોજનાનું ઉદ્ઘાટન અને કુલ રૂપિયા 860 કરોડથી વધુના ખર્ચે વિકસિત થનારી અન્ય ત્રણ યોજનાઓ માટે શિલાન્યાસનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો:Manish Sisodia Arrest: ધરપકડના વિરોધમાં ભાજપ મુખ્યાલયની બહાર AAPએ કર્યું શક્તિ પ્રદર્શન
44 સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન: ચાર યોજનાઓનો ઉદ્દેશ કાર્યાત્મક ઘરગથ્થુ પાઈપવાળા પાણીના જોડાણો આપવાનો છે, જેનો કુલ 4.4 લાખથી વધુ લોકોને લાભ થવાની અપેક્ષા છે. શિવમોગામાં 895 કરોડથી વધુના 44 સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શિકારીપુરા-રાનીબેનનુર નવી રેલ્વે લાઇન અને કોટાગુરુ રેલ્વે કોચિંગ ડેપોના બે રેલ્વે પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. શિવમોગા-શિકારીપુરા-રાનીબેનનુર નવી રેલ્વે લાઇન રૂપિયા 990 કરોડના ખર્ચે વિકસાવવામાં આવશે. જે બેંગલુરુ-મુંબઈ મુખ્ય લાઇન સાથે માલનાડ પ્રદેશને વધુ સારી કનેક્ટિવિટી પ્રદાન કરશે. શિવમોગ્ગા શહેરમાં કોટાગાંગુરુ રેલ્વે કોચિંગ ડેપો રૂપિયા 100 કરોડથી વધુના ખર્ચે વિકસાવવામાં આવશે. જેથી શિવમોગ્ગાથી નવી ટ્રેનો શરૂ કરી શકાય.