- આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિએ ટ્વિટ દ્વારા આપી માહિતી
- આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિએ વડાપ્રધાન મોદીનો માન્યો આભાર
- સંપર્કમાં આવેલા લોકો તપાસ કરાવી લે
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોવિડ 19થી સંક્રમિત થયેલા આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ અલ્બર્ટો ફર્નાન્ડીઝને જલ્દીથી સ્વસ્થ થવાંની શુભેચ્છા પાઠવી છે.
આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિએ ટ્વિટ દ્વારા આપી માહિતી
તેઓએ તેમના ટ્વિટમાં લખ્યું કે, 'કોવિડ 19ના સંક્રમણથી જલ્દીથી સ્વસ્થ થવાં માટે આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ અલ્બર્ટો ફર્નાન્ડીઝને મારી શુભકામનાઓ' ફર્નાન્ડીઝે શુક્રવારના રોજ મોડી રાત્રે ટ્વિટ કરીને જાણકારી આપી હતી કે તેઓ કોરોનાથી સંક્રમિત થયાં છે.
આ પણ વાંચો: વડાપ્રધાન મોદીએ ઈમરાન ખાનને જલ્દીથી કોરોના મુક્ત થવાંની શુભેચ્છા પાઠવી
આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિએ વડાપ્રધાન મોદીનો માન્યો આભાર
રાષ્ટ્રપતિ ફર્નાન્ડીઝે 21 જાન્યુઆરીના રોજ રશિયન કોવિડ રસી સ્પુતનિક-વીનો ડોઝ લીધો હતો અને નિર્ધારિત સમયગાળા મુજબ બીજો ડોઝ પણ લીધો હતો. તો બીજી તરફ આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ અલ્બર્ટો ફર્નાન્ડીઝે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના બદલ આભાર માન્યો છે.
સંપર્કમાં આવેલા લોકો તપાસ કરાવી લે
તેણે કહ્યું છે કે, હું પહેલેથી જ આઈસોલેટ થઈ ગયો છું અને પ્રોટોકોલને અનુસરીને મારા અંગત ડૉક્ટરની સલાહ માની રહ્યો છું. ફર્નાન્ડીઝે કહ્યું કે, છેલ્લા 48 કલાકમાં જેટલા પણ લોકોએ તેમનો સંપર્ક કર્યો છે તેઓ પણ તપાસ કરાવી લે.
આ પણ વાંચો: ફારૂક અબ્દુલ્લા થયા કોરોના સંક્રમિત, પુત્ર ઓમરે આપી માહિતી
ફારૂક અબ્દુલ્લા થયા કોરોના સંક્રમિત
નેશનલ કોન્ફરન્સના રાષ્ટ્રીય અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લા મંગળવારના રોજ કોરોનાથી સંક્રમિત થયા છે. પુત્ર ઓમર અબ્દુલ્લાએ ટ્વિટ કરીને આ અંગે માહિતી આપી છે. તેણે કહ્યું કે, મારા પિતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને તેમનામાં સંક્રમણના કેટલાક લક્ષણો પણ દેખાઈ રહ્યા છે.
પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાન કોરોનાથી સંક્રમિત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના પાકિસ્તાની સમકક્ષ ઇમરાન ખાનને કોવિડ -19 થી ટૂંક સમયમાં સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી છે. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન શનિવારના રોજ કોરોનાથી સંક્રમિત થયા છે અને તેણે ઘરમાં જ પોતાને કવોરન્ટાઈન રાખ્યા છે.