ETV Bharat / bharat

PM Modi 2 નવેમ્બરે ધનતેરસના દિવસે અયોધ્યા જશે, ઉત્તરપ્રદેશમાં તૈયારીઓ શરૂ

અયોધ્યામાં દિવાળી નિમિત્તે દિપોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ધનતેરસના દિવસે અયોધ્યા આવશે. તેને લઈને ઉત્તરપ્રદેશ ભાજપમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દિલ્હીથી સંકેત મળતાં જ ઉત્તરપ્રદેશમાં તમામ તૈયારી શરૂ થઈ ગઈ છે.

PM Modi 2 નવેમ્બરે ધનતેરસના દિવસે અયોધ્યા જશે, ઉત્તરપ્રદેશમાં તૈયારીઓ શરૂ
PM Modi 2 નવેમ્બરે ધનતેરસના દિવસે અયોધ્યા જશે, ઉત્તરપ્રદેશમાં તૈયારીઓ શરૂ
author img

By

Published : Sep 8, 2021, 3:01 PM IST

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) દિવાળી નિમિત્તે અયોધ્યા જશે
  • 2 નવેમ્બરે ધનતેરસના દિવસે વડાપ્રધાન અયોધ્યા જશે
  • ઉત્તરપ્રદેશ ભાજપમાં (UP BJP) ભારે ઉત્સાહ જોવા મળ્યો
  • દિલ્હીથી સંકેત મળતાં જ ઉત્તરપ્રદેશમાં તમામ તૈયારી શરૂ

લખનઉઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વર્ષે ધનતેરસના દિવસે અયોધ્યા આવશે. તેને લઈને ઉત્તરપ્રદેશ ભાજપમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. દિલ્હીથી આ સંકેત મળતા જ ભાજપે તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ધનતેરસ પર નાની દિવાળીના પ્રસંગ પર યોજનાનારા દિપોત્સવમાં ભાગ લઈ શકે છે.

આ પણ વાંચોઃ ઉત્તર પ્રદેશ: જાટ નેતા રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહના નામે બનશે વિશ્વવિદ્યાલય, PM મોદી કરશે શિલાન્યાસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આવવાનો કાર્યક્રમ બની રહ્યો છે

આપને જણાવી દઈએ કે, 2 નવેમ્બરે ધનતેરસ છે. જ્યારે 3 નવેમ્બરે નાની દિવાળી છે. આ પ્રસંગે અયોધ્યામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આવવાનો કાર્યક્રમ બની રહ્યો છે. આ પ્રસંગે કેન્દ્રિય પ્રધાન, રાજ્યપાલ, મુખ્યપ્રધાન, અનેક કેન્દ્રિય પ્રધાનો સામેલ હશે. ઉત્તરપ્રદેશ સરકારના અનેક પ્રધાનો પણ અહીં સામેલ રહેશે.

આ પણ વાંચોઃ શિક્ષક પર્વ સંમેલનમાં PM Modiનું સંબોધન, નવું ભારત નવા સંકલ્પ લઈ રહ્યું છે

વડાપ્રધાનના આગમનથી વિધાનસભાની ચૂંટણી પર અસર પડશે

આ વખતે દિવાળી અને વડાપ્રધાનનું અયોધ્યા આવવું એ માટે વિશેષ છે. કારણ કે, આ વખતે વિધાનસભા ચૂંટણીની તૈયારી પર પણ રામ મંદિર નિર્માણની સારી અસર પડશે. ભાજપના પ્રવક્તા સંજય ચૌધરીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું દિવાળી પર અયોધ્યા આવવું ખૂબ જ વિશેષ હશે. જ્યારથી યોગી સરકાર આવી છે. ત્યારથી અયોધ્યામાં દિવાળી પ્રસંગની રોનક વધી ગઈ છે. આવા સમયે વડાપ્રધાનનું આવવું એ સોને પે સુહાગા જેવું હશે. ભાજપ આ આયોજનમાં સંભવ દરેક મદદ કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.