ETV Bharat / bharat

Airport Security Breach: ફ્લાઈટના ટોયલેટમાંથી ધુમાંડો નીકળ્યો, ક્રુ મેમ્બર્સ સહિત પ્રવાસીઓના જીવ તાળવે

મુંબઈથી ગોરખપુર આવી રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં એક પ્રવાસી સિગારેટ પીતો ઝડપાયો છે. જ્યારે તે બાથરૂમમાં સિગારેટ પી રહ્યો હતો એ સમયે એલાર્મ વાગતા સમગ્ર ઘટનાની જાણ થઈ હતી.

Airport Security Breach: ફ્લાઈટના ટોયલેટમાંથી ધુમાંડો નીકળ્યો, ક્રુ મેમ્બર્સ સહિત પ્રવાસીઓના જીવ તાળવે
Airport Security Breach: ફ્લાઈટના ટોયલેટમાંથી ધુમાંડો નીકળ્યો, ક્રુ મેમ્બર્સ સહિત પ્રવાસીઓના જીવ તાળવે
author img

By

Published : Mar 31, 2023, 8:29 PM IST

ગોરખપુર: મુંબઈથી ગોરખપુર આવી રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં એક પ્રવાસી સિગારેટ પીતો ઝડપાયો છે. જ્યારે તે બાથરૂમમાં સિગારેટ પી રહ્યો હતો એ સમયે એલાર્મ વાગતા સમગ્ર ઘટનાની જાણ થઈ હતી. મુંબઈથી ગોરખપુર આવી રહેલી ઈન્ડિગો ફ્લાઈટના ટોઈલેટમાં એક મુસાફર ગુપ્ત રીતે સિગારેટ પીવા લાગ્યો હતો. જેના કારણે ફ્લાઈટનો ફાયર એલાર્મ વાગ્યો.

આ પણ વાંચો: GDP Growth: વર્તમાન બચત, રોકાણ દર એ 8ટકા જીડીપી વૃદ્ધિ હાંસલ કરવા માટે પૂરતા નથી: ઈન્ડિયા રેટિંગ્સ

ક્રૂ મેમ્બર્સ દોડી આવ્યા: જેના પર ક્રૂ મેમ્બર્સ દોડી આવ્યા હતા. તેણે મુસાફરને તરત જ સિગારેટ ઓલવવા કહ્યું. જ્યારે ફાયર એલાર્મ વાગતા મુસાફરો થોડીવાર માટે ગભરાઈ ગયા હતા. ફ્લાઈટ ગોરખપુર એરપોર્ટ પર લેન્ડ થયા બાદ દેવરિયામાં રહેતા પેસેન્જર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. મુસાફર પોલીસ કસ્ટડીમાં છે.

કોણ છે આ: ગુરૂવારે મુંબઈથી પ્રવાસીઓને લઈને ઈન્ડિગોની એક ફ્લાઈટ ગોરખપુર આવી રહી હતી. આ ફ્લાઈટ 6E-544 દૈનિક ધોરણે મુંબઈથી આવે છે. સાંજે 6 વાગ્યે ગોરખપુરમાં લેન્ડ થાય છે.આ ફ્લાઈટમાં બિહારના ગોપાલગંજ જિલ્લાના પુરૈનાના મહેશપુરનો રહેવાસી કૃષ્ણ કુમાર મિશ્રા પ્રવાસ કરતો હતો. ચાલું ફ્લાઈટે એ ટોયલેટમાં ગયો હતો. પછી છુપાઈને સિગારેટ સળગાવી હતી. ધુમાંડાને કારણે ફ્લાઈટમાં એલાર્મ વાગી ગયો હતો. જેના કારણે પ્રવાસીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા. પ્રવાસીઓએ પણ શોરબકોર કર્યો હતો.

આ પણ વાંચો:Indias Foreign Trade Policy 2023: ભારત એવા દેશ સાથે રૂપિયામાં વેપાર કરવા તૈયાર છે

સુરક્ષા સામે સવાલ: આ સ્થિતિએ ક્રુ મેમ્બર્સ દોડી ગયા હતા. સ્ટાફે એને પકડી લીધો હતો.એ પછી સિગારેટ ઓલવી દીધી હતી. ફ્લાઈટ જ્યારે ગોરખપુર પહોંચી એ સમયે આ ઘટના અંગેની જાણ સુરક્ષાના અધિકારીઓને કરવામાં આવી હતી. જ્યારે આ પ્રવાસી ફ્લાઈટમાં બેસી રહ્યો હતો એ સમયે સુરક્ષા કર્મીઓએ એની કોઈ પૂછપરછ કરી ન હતી. એનું ચેકિંગ પણ કરવામાં આવ્યું ન હતું. તેથી તે સિગારેટ અને લાઈટર લઈ જવામાં ફાવી ગયો હતો. પોલીસે આ વ્યક્તિ સામે કાયદેસરની કામગીરી કરી લીધી છે. હવે સવાલ મુંબઈની એરપોર્ટ સિક્યુરિટી પર થઈ રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.