ETV Bharat / bharat

Operation Ajay : 'ઓપરેશન અજય' હેઠળ ઈઝરાયેલથી ભારતીયો સાથેનું પહેલું વિમાન દિલ્હી પહોંચ્યું - ઓપરેશન અજય

હમાસ અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદ ભારત સરકારે ત્યાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે 'ઓપરેશન અજય' શરૂ કર્યું હતું. જે અંતર્ગત ઈઝરાયેલથી 212 ભારતીયોને લઈને પ્રથમ ફ્લાઈટ આજે વહેલી સવારે ભારત પહોંચી હતી.

Etv Bharat
Etv Bharat
author img

By ANI

Published : Oct 13, 2023, 7:31 AM IST

Updated : Oct 13, 2023, 7:36 AM IST

દિલ્હી : હમાસ અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ શરૂ થયાને 7 દિવસ થઈ ગયા છે. આ દરમિયાન, ભારત સરકારે ઇઝરાયેલમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાના પ્રયાસો કર્યા હતા. આ સંબંધમાં 'ઓપરેશન અજય' શરૂ કરવામાં આવ્યું હતું. આ ઓપરેશન હેઠળ 212 ભારતીયોને લઈને પહેલું વિમાન શુક્રવારે વહેલી સવારે ઈઝરાયેલના બેન ગુરિયન એરપોર્ટથી દિલ્હી પહોંચ્યું હતું. ઈઝરાયેલના સમય અનુસાર ભારતીયોથી ભરેલા પ્લેને બેન ગુરિયન એરપોર્ટ પરથી રાત્રે 9 વાગ્યાની આસપાસ ટેકઓફ કર્યું હતું. કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે તમામ ભારતીયોનું સ્વાગત કર્યું હતું.

ભારત સરકારે ઓપરેશન અજય શરૂ કર્યું : કેન્દ્રની મોદી સરકારે ઈઝરાયેલમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત પરત લાવવા માટે ઓપરેશન અજય શરૂ કર્યું છે. હમાસ અને ઈઝરાયેલ વચ્ચે 7 ઓક્ટોબરે યુદ્ધ શરૂ થયું હતું. ત્યારપછી એર ઈન્ડિયાએ ઈઝરાયલની તમામ ફ્લાઈટ્સ બંધ કરી દીધી હતી, જેના કારણે ઘણા ભારતીયો ત્યાં અટવાઈ ગયા હતા. મળતી માહિતી મુજબ, ઈઝરાયેલથી પરત ફરતા ભારતીયો પાસેથી કોઈપણ પ્રકારનું ભાડું લેવામાં આવતું નથી. ઈઝરાયેલમાં 18 હજારથી વધુ ભારતીયો રહે છે.

  • #WATCH | Union Minister Rajeev Chandrasekhar says, "...Our government will never leave any Indian behind. Our government, our Prime Minister is determined to protect them, bring them back home safely. We are grateful to EAM Dr S Jaishankar, the team at the External Affairs… https://t.co/XPUDlnv3Lf pic.twitter.com/kZuaKmIYSY

    — ANI (@ANI) October 13, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

એરપોર્ટ પર ભીડ એકઠી થઈ ગઈ : ઓપરેશન અજય હેઠળ ઇઝરાયેલમાં ફસાયેલા તમામ ભારતીયો વહેલી તકે ભારત પરત ફરવા માંગે છે. આ કારણે ત્યાંથી આવતી ફ્લાઈટમાં લોકોની ભારે ભીડ જોવા મળે છે. એરપોર્ટ પર અરાજકતાનો માહોલ છે. ઇઝરાયેલમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થી શુભમે કહ્યું કે, હમાસ અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદ બધા નર્વસ હતા, પરંતુ ભારતીય દૂતાવાસની મદદથી અમે હિંમત મેળવી અને સુરક્ષિત રીતે અમારા દેશમાં પરત ફર્યા.

  • Launching #OperationAjay to facilitate the return from Israel of our citizens who wish to return.

    Special charter flights and other arrangements being put in place.

    Fully committed to the safety and well-being of our nationals abroad.

    — Dr. S. Jaishankar (@DrSJaishankar) October 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

વિદેશ મંત્રીએ માહિતી આપી : વિદેશ મંત્રી જયશંકરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી. પોસ્ટ કરતી વખતે તેમણે લખ્યું કે ભારત સરકાર ઈઝરાયેલમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે ઓપરેશન અજય શરૂ કરી રહી છે. આ અંતર્ગત જે ભારતીયો ભારત પરત ફરવા માંગે છે તેમને પરત લાવવામાં આવશે. ભારતીયોને લઈ જતું આ વિમાન ઈઝરાયલના મુખ્ય એરપોર્ટ બેન ગુરિયન ઈન્ટરનેશનલથી આવ્યું છે.

  1. Operation Ajay Launched: ઓપરેશન અજય, MEAએ કહ્યું - 230 ભારતીય આવતીકાલે ઇઝરાયેલથી પરત ફરશે
  2. Israel will crush and destroy Hamas: હમાસનો દરેક આતંકવાદી મૃતદેહ જેવો છે, તેને સંપૂર્ણ રીતે ખતમ કરવામાં આવશે - નેતન્યાહુ

Last Updated : Oct 13, 2023, 7:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.