- રાષ્ટ્રપતિની મંજૂરીથી ત્રણેય કૃષિ કાયદાઓ હવે ઔપચારિક રીતે રદ કરાયા
- લોકસભા અને રાજ્યસભાએ કૃષિ અધિનિયમને પાછો ખેંચવાના બિલને મંજૂરી આપી
- કાયદો ખેંચી લીધા પછી પણ યુનાઇટેડ કિસાન મોરચાના નેતૃત્વમાં આંદોલન ચાલુ
નવી દિલ્હી: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ત્રણ કૃષિ કાયદા (Three agricultural laws) પરત બિલ પર હસ્તાક્ષર કર્યા છે. રાષ્ટ્રપતિની મંજૂરીથી ત્રણેય કૃષિ કાયદાઓ (Three Farm Laws) હવે ઔપચારિક રીતે રદ કરવામાં આવ્યા છે. સંસદના શિયાળુ સત્રના પ્રથમ દિવસે કૃષિ અને ખેડૂત કલ્યાણ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે (Minister of Agriculture and Farmer Welfare) ત્રણ કૃષિ કાયદાઓને રદ કરવા માટે લોકસભામાં કૃષિ કાયદા રદ માટે બિલ રજૂ કર્યું હતું. આ પછી લોકસભા અને રાજ્યસભાએ કૃષિ અધિનિયમને પાછો ખેંચવાના બિલને મંજૂરી આપી.
હોબાળા વચ્ચે બિલ પસાર થયું હતું
શિયાળુ સત્રના પહેલા દિવસે સોમવારે સંસદના બંને ગૃહોમાં ત્રણ કૃષિ કાયદાને (Three agricultural laws) રદ કરવા માટેનું બિલ રજૂ કરવામાં આવ્યું હતું. બંને ગૃહોમાં બિલ પર ચર્ચા થઈ ન હતી. હોબાળા વચ્ચે બિલ પસાર થયું હતું. વિપક્ષ સતત આ બિલ પર ચર્ચાની માંગ કરી રહ્યો હતો. જણાવી દઈએ કે, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના હજારો ખેડૂતો નવેમ્બર 2020થી દિલ્હીની બહાર ધામા નાખ્યા છે અને ત્રણેય કાયદાઓને પરત ખેંચવાની માંગ કરી રહ્યો હતા. આ ત્રણ કૃષિ કાયદા સામે હરિયાણા, પંજાબ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના ખેડૂતો એક વર્ષથી આ ત્રણેય કાયદાનો વિરોધ કરી રહ્યા હતા.
આ પણ વાંચો: Repeal Farm Law: સંસદના શિયાળુ સત્રમાં ત્રણેય કાયદાઓ રદ કરવામાં આવશે, કેબિનેટે મંજૂરી આપી
ભવિષ્યમાં પણ ખેડૂતોના હિતમાં નિર્ણય લેતા રહીશું: PM મોદી
આ પહેલા વડાપ્રધાને આ કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત કરી હતી. તેમણે દેશને પોતાના સંબોધનમાં આ જાહેરાત કરી હતી. PM મોદીએ કહ્યું હતું કે, આ મારી નિષ્ફળતા છે કે, અમે ખેડૂતોને આ કાયદા વિશે સમજાવી શક્યા નથી. તેમણે કહ્યું કે, અમે ભવિષ્યમાં પણ ખેડૂતોના હિતમાં નિર્ણય લેતા રહીશું. કાયદો પાછો ખેંચી લીધા પછી પણ યુનાઇટેડ કિસાન મોરચાના નેતૃત્વમાં આંદોલન ચાલુ છે. ઉલ્લેખનીય છે કે, 4 ડિસેમ્બરે ખેડૂત સંગઠનો આ અંગે નિર્ણય લઈ શકે છે.
આ પણ વાંચો: repeal farm law: અરવિંદ કુમાર શર્માના રિપોર્ટ પર વડાપ્રધાન મોદીએ કૃષિ કાયદાને પાછો ખેંચવાનો લીધો નિર્ણય