- મરાઠા અનામત અંગે 15 માર્ચે થશે આગામી સુનાવણી
- સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યોને અનામત અંગે કર્યો પ્રશ્ન
- સુપ્રીમ કોર્ટે દરેક રાજ્ય સરકારોને પાઠવી નોટિસ
આ પણ વાંચોઃ ઉત્તર રેલવેએ દેશની વીરાંગનાઓના નામ પરથી 7 એન્જિનનું નામકરણ કર્યું
નવી દિલ્હીઃ મરાઠા અનામત અંગે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થઈ હતી. જોકે, સુપ્રીમે આ સુનાવણી આગામી 15 માર્ચે કરવાનો નિર્ણય કર્યો છે. સુપ્રીમ કોર્ટે અનામત અંગે દરેક રાજ્ય સરકારોને નોટિસ પાઠવી પૂછ્યું છે કે, શું અનામત 50 ટકાથી વધારી શકાય. મુંબઈ હાઈકોર્ટે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગની શ્રેણી અંતર્ગત મરાઠા સમાજને શિક્ષા અને સરકારી નોકરીઓમાં આપવામાં આવેલા અનામતને જૂન સુધી યથાવત રાખી હતી, પરંતુ અનામતની માત્રા 16 ટકાથી ઘટી હતી. શિક્ષામાં અનામતને 16 ટકાથી 12 ટકા અને નોકરીઓમાં 13 ટકાથી નીચે લાવીને હાઈકોર્ટે કહ્યું હતું કે, અનામત યોગ્ય નથી.
આ પણ વાંચોઃ મહિલાઓ માટે રોકાણનું આયોજન કરવું જરૂરી છેઃ ચાર કારણો જાણો
વર્ષ 2018માં રાજ્ય સરકારે શિક્ષા-નોકરીમાં 16 ટકા અનામત આપવાનો કાયદો બનાવ્યો હતો
મહારાષ્ટ્રમાં મરાઠાઓને અનામત આપવાની વાત ઘણા સમયથી ચાલી રહી છે. તત્કાલીન મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મરાઠાઓની ઘણા સમયથી ચાલતી માગ પર રાજ્યના પછાત વર્ગ પંચની ભલામણો પર કાર્યવાહી રિપોર્ટ પ્રસ્તુત કર્યો હતો. વર્ષ 2018માં રાજ્ય સરકારે શિક્ષા-નોકરીમાં 16 ટકા અનામત આપવાનો કાયદો બનાવ્યો હતો. જોકે, હાઈકોર્ટે પોતાના એક આદેશમાં આની સીમા ઘટાડી દીધી હતી. ત્યારબાદ આ મામાલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, જ્યાં સુધી મામલાની સુનાવણી પૂર્ણ ન થઈ જાય ત્યાં સુધી તેના પર રોક લગાવવામાં આવે.