નવી દિલ્હીઃ ભારતીય મોબાઈલ માર્કેટમાં એક સમય હતો, જ્યારે માત્ર નોકિયાનું જ શાસન હતું. નોકિયા મોબાઈલ તેમની વિશ્વસનીય અને મજબૂત બિલ્ટ ક્વોલિટી માટે ભારતમાં લોકોની પ્રથમ પસંદગી તરીકે ઉપયોગમાં લેવાતા હતા, પરંતુ તે માત્ર ફીચર ફોન પૂરતા જ મર્યાદિત રહ્યા હતા. જ્યારે વિશ્વએ એન્ડ્રોઇડ મોબાઇલ અપનાવવાનું શરૂ કર્યું, ત્યારે નોકિયા ધીમે ધીમે માર્કેટમાં પાછળ પડવાનું શરૂ કર્યું અને તે પોતાને સ્માર્ટફોન માર્કેટ અનુસાર ઢાળવામાં નિષ્ફળ ગયું અને આ ખાસ કરીને ભારતીય બજાર માટે થયું.
નવો મોબાઈલ નવો લોગો: હવે નોકિયા ફરી એકવાર સ્માર્ટફોન સાથે માર્કેટમાં પોતાની જગ્યા બનાવવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ આ વખતે તેનો લુક સંપૂર્ણપણે નવો હશે. નોકિયા ઈન્ટરનેશનલ માર્કેટમાં નવો મોબાઈલ લોન્ચ કરવા જઈ રહી છે, પરંતુ આ નવા મોબાઈલને નવા લોગો સાથે માર્કેટમાં રજૂ કરવામાં આવશે. સૌથી મોટી વાત એ છે કે, લગભગ 60 વર્ષ પછી નોકિયાએ પોતાની બ્રાન્ડને નવી ઓળખ આપી છે અને તેની બ્રાન્ડનો લોગો બદલી નાખ્યો છે.
આ પણ વાંચો: Nokia 5310 નવા અવતારમાં ડ્યૂલ સ્પીકર અને વાયરલેસ FM સાથે લોન્ચ, જાણો કિંમત
નવા યુગની શરૂઆત: કંપનીનું કહેવું છે કે, આ નવા લોગો સાથે બ્રાન્ડના એક યુગનો અંત આવી રહ્યો છે અને નવા યુગની શરૂઆત પણ થઈ રહી છે. નોકિયાએ તેના નવા લોગોમાં પાંચ અલગ-અલગ આકારોને જોડ્યા છે, જે મળીને NOKIA નામ બનાવે છે. આ સિવાય તેના જૂના લોગોમાં ઉપયોગમાં લેવાતા વાદળી રંગને છોડી દેવામાં આવ્યો છે અને તેમાં ઘણા નવા રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ દરમિયાન નોકિયાના ચીફ એક્ઝિક્યુટિવ પેક્કા લંડમાર્કે જણાવ્યું કે. સ્માર્ટફોન સાથે જોડાણ હતું અને આજકાલ અમે કોમર્શિયલ ટેક્નોલોજી કંપની છીએ.
આ પણ વાંચો: ભારતમાં નોકિયાએ 5.4 અને 3.4 લોન્ચ કર્યો
મોબાઈલમાં આ હશે ફિચર્શ: આ નવા લોગો સિવાય નોકિયા પોતાનો નવો સ્માર્ટફોન માર્કેટમાં લાવવાની છે, જેને Nokia G22 નામથી રજૂ કરવામાં આવશે. UniSoC T606 ચિપસેટ નોકિયા G22 માં ઉપયોગ કરવામાં આવશે અને તે 4GB LPDDR4X રેમ અને 128GB સુધીની આંતરિક સ્ટોરેજ મેળવી શકે છે. આ ફોન 20W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે અને તેમાં 5,050 mAh લિથિયમ પોલિમર બેટરી આપવામાં આવી શકે છે. તેમાં 6.52-ઇંચ HD + LCD ડિસ્પ્લે પેનલ આપવામાં આવશે. એવું માનવામાં આવે છે કે આ ફોન 179 યુરો (15,650 રૂપિયા)ની કિંમતે લોન્ચ કરવામાં આવશે.