- કેન્દ્રિય પ્રધાનમંડળની બેઠક (Union Cabinet meeting) યોજાય તેવી શક્યતા
- બુધવારે કેન્દ્રની મોદી સરકાર (Modi Government) માં અનેક ફેરફાર કરાયા છે
- અનેક નેતાઓને પ્રમોશન તો અનેક નેતાઓના રાજીનામા લેવાયા
આ પણ વાંચો- Cabinet Portfolios: અનુરાગ ઠાકુરને સૂચના પ્રસારણ, ધર્મેન્દ્ર પ્રધાનને શિક્ષા મંત્રાલય
નવી દિલ્હીઃ કેન્દ્રની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર (Union Prime Minister Narendra Modi's government)નું વિસ્તરણ કરવામાં આવ્યું છે. મોદી સરકારના પ્રધાનમંડળમાં (Modi government's cabinet) અનેક ફેરફાર કર્યા છે. ત્યારે આજે કેન્દ્રિય પ્રધાનમંડળની બેઠક (Union Cabinet meeting) યોજાય તેવી શક્યતા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) દ્વારા કરવામાં આવેલા મોટા પ્રધાન પરિષદના વિસ્તરણ અને પ્રધાનોના પ્રભારમાં ફેરફાર કર્યા બાદ એક દિવસ પછી આ બેઠક હશે.
આ પણ વાંચો- Expansion of the Cabinet: મોદી પ્રધાનમંડળમાં સાત મહિલા સાંસદોને મળ્યુ સ્થાન
ગયા અઠવાડિયે કેબિનેટ અને રાજ્ય પ્રધાનોની બેઠક યોજાઈ હતી
વિસ્તરણ અને ફેરફાર પછી વડાપ્રધાન સામાન્ય રીતે કેબિનેટ પ્રધાનો (Cabinet Ministers) અને રાજ્ય પ્રધાનોની (Ministers of State) બેઠક કરે છે. સૂત્રોના જણાવ્યાનુસાર, આજે (ગુરૂવારે) સાંજે એક પછી એક 2 બેઠક યોજાશે. વડાપ્રધાને ગયા અઠવાડિયે કેબિનેટ અને રાજ્ય પ્રધાનોની બેઠકની (Meeting of Cabinet and Ministers of State) અધ્યક્ષતા કરી હતી, જેમાં કોરોનાના કારણે સર્જાયેલી સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન વડાપ્રધાને પ્રધાનોને એવો માહોલ તૈયાર કરવા કહ્યું હતું કે, જ્યાં લોકો કોવિડ યોગ્ય વ્યવહાર કરે અને પોતાનું રસીકરણ કરાવે.