મુંબઈ: મુંબઈના DN નગર પોલીસને મુંબઈના અંધેરીના DN નગર પોલીસની હદમાં આવતા વિસ્તારમાંથી 9 વર્ષ પહેલ એક બાળકી ગુમ (Missing Girl From Mumabi) થઈ હતી. જેને શોધવામાં પોલીસને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. આ યુવતી તારીખ 22 જાન્યુઆરી 2013ના રોજ ગુમ થઈ હતી. તે સમયે તેણી સાત વર્ષની હતી. તારીખ 4 ઓગસ્ટના રોજ ગુમ થયેલી બાળકી (Missing Girl Found After 9 year) તેના પરિવાર સાથે મળી આવી હતી. આ કેસમાં પોલીસે મુખ્ય આરોપી ડિસોઝા અને તેની પત્ની સોનીની ધરપકડ કરી છે. મુંબઈ પોલીસના નિવૃત્ત આસિસ્ટન્ટ (Mumbai police Service Retirement) સબ-ઈન્સ્પેક્ટર રાજેન્દ્ર ધોંડુ ભોસલેએ આ છોકરીને શોધવામાં ભારે મહેનત કરી હતી.
આ પણ વાંચો: માતાએ પોતાના 4 બાળકો સાથે કૂવામાં કૂદકો માર્યો, માતા બચી ગઈ પણ...
આ રીતે કડી મળી: મુંબઈ પોલીસ કમિશનર વિવેક ફણસાલકરે પણ DN નગર પોલીસની કાર્યવાહીની પ્રશંસા કરી છે. રસપ્રદ વાત એ છે કે રાજેન્દ્ર ધોંડુ ભોસલે મુંબઈના ડીએન નગર પોલીસ સ્ટેશનમાં આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર હતા. તેમના કાર્યકાળ દરમિયાન તેમણે છોકરીઓના ગુમ થવાના 166 કેસ નોંધ્યા હતા. આ છોકરીઓ વર્ષ 2008 થી 2015 વચ્ચે ગુમ થઈ ગઈ હતી. રાજેન્દ્ર ભોસલે અને તેમની ટીમે છોકરીઓની શોધમાં અથાક મહેનત કરી હતી. કુલ 166 માંથી 165 મળી. પરંતુ આ દરમિયાન 166મી યુવતીનો કોઈ પત્તો મળ્યો ન હતો. જેના પરથી પોલીસની આશંકા મજબુત બની હતી.
સ્કૂલ નજીક દેખાઈ: નિવૃત્તિ પછી પણ ભોસલે એ છોકરીને શોધવાનો પ્રયાસ કરતા રહ્યા. જ્યારે ડિસોઝાની મુંબઈ પોલીસે પૂછપરછ કરી ત્યારે તેણે કહ્યું કે, તેણે આ છોકરીને સ્કૂલની નજીક જોઈ હતી. તેના પોતાના કોઈ સંતાન ન હોવાથી આરોપી સાથે લઈ ગયો હતો. બીજી તરફ, સ્કૂલ પછી છોકરી ઘરે ન પહોંચતા પરિવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને પોલીસે કાયદેસરના પગલાં લીધા હતા.
આ પણ વાંચો: સાથી કામદારની મજાક કરવી ભારે પડી, ન કરવાનું કરી નાંખ્યું
કર્ણાટક મોકલી: આ મામલો તત્કાલિન સહાયક સબ-ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર ધોંડુ ભોસલેના ધ્યાન પર આવ્યો હતો. આ દરમિયાન મીડિયામાં છોકરીના ગુમ થવાના સમાચાર આવવા લાગ્યા. સ્થાનિક લોકોએ પણ બાળકીને શોધવા અભિયાન શરૂ કર્યું. આરોપી ડિસોઝાએ જવાબમાં પોલીસને કહ્યું કે આ બધાથી ડરીને તેણે યુવતીને કર્ણાટકના રાયચુરમાં હોસ્ટેલમાં તેના પૈતૃક ઘરે મોકલી દીધી. ડિસોઝા અને સોનીને વર્ષ 2016માં એક પુત્ર થયો હતો. આવી સ્થિતિમાં તેણે યુવતીને કર્ણાટકથી પરત બોલાવી હતી.
આવું હતું કારણ: આ પાછળનું કારણ એવું હતું કે, તેઓ બે બાળકોનો ઉછેર કરી શકતા ન હતા, તેણએ છોકરીને બેબીસીટર તરીકે કામ કરવા દબાણ કર્યું. પોલીસ સ્ટેશનના વરિષ્ઠ નિરીક્ષક મિલિંદ કુરડેએ જણાવ્યું હતું કે, ડિસોઝા પરિવાર અંધેરી (વેસ્ટ)ના એ જ ગિલ્બર્ટ હિલ વિસ્તારના એક ઘરમાં શિફ્ટ થયો હતો. જ્યાં મૂળ યુવતી રહેતી હતી.
આ પણ વાંચો: દાઉદ ગૅંગનો કુખ્યાત સલીમ ફ્રુટ ઝડપાયો, મોટા ટાર્ગેટ માટેની હતી તૈયારી
આવી શરત હતી: ડિસોઝા પરિવારને હવે ખાતરી થઈ ગઈ હતી કે આટલા લાંબા સમય પછી છોકરીને કોઈ ઓળખી શકશે નહીં. ડિસોઝાએ જણાવ્યું હતું કે યુવતીને વિસ્તારમાં કોઈની સાથે વાત કરવાની મંજૂરી ન હતી. આ કેસમાં પોલીસે ડિસોઝા અને તેની પત્ની વિરુદ્ધ અપહરણ, માનવ તસ્કરી અને ખોટી રીતે અટકાયત સહિતની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે.