ETV Bharat / bharat

વ્હિલચેર પર રોડ શો બાદ ગર્જી મમતા, ઘાયલ વાઘ વધુ ખતરનાક હોય છે - પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધન

પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધન મમતા બેનર્જીએ વ્હિલચેર પર કોલકાતાના ગાંધી મૂર્તિથી હજારા સુધીના તૃણમૂલ કોંગ્રેસના રોડ શોમાં ભાગ લીધો હતો. મમતાની આગેવાનીમાં આ રોડ શોમાં હજારો TMC સમર્થકો અને નેતાઓએ ભાગ લીધો હતો. આ રોડ શો બાદ મમતાએ તૃણમૂલ કોંગ્રેસના ચૂંટણી સૂત્ર 'ખેલા હોબે'નો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, વ્હિલચેર પર હોવા છતાં તેમનામાં ઉત્સાહમાં ઉણપ આવી ન હતી.

Trinamool Congress
Trinamool Congress
author img

By

Published : Mar 14, 2021, 10:39 PM IST

  • વ્હિલચેર પર મમતા બેનર્જીએ કરી પદયાત્રા
  • મમતા દક્ષિણ કલકત્તામાં રોડ શો કર્યો
  • લોકોની પીડા મારી પીડા કરતા ક્યાંય વધારે છે - મમતા

કલકત્તા : પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધન મમતા બેનર્જી પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં સક્રિયપણે ભાગ લઇ રહ્યા છે. નંદિગ્રામમાં ઉમેદવારી નોંધાવ્યા બાદ ઘાયલ થયેલા મમતા બેનર્જી રવિવારે વ્હીલચેર પર કોલકાતાની ગાંધી મૂર્તિ પર પહોંચી હતી. મમતા બેનર્જી તૃણમૂલ કોંગ્રેસના રોડ શોમાં હજારા પહોંચી હતી. આ સમયગાળા દરમિયાન મમતાના ભત્રીજા અભિષેક બેનર્જી સહિત ઘણા TMC નેતાઓ પણ તેમની સાથે જોડાયા હતા. મમતાએ TMC કાર્યકરોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, બંગાળની ચૂંટણીમાં રાજ રમત હશે.

ઘાયલ વાઘ વધુ ખતરનાક હોય છે

તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ મમતા બેનર્જીએ નંદીગ્રામમાં ચૂંટણી પ્રચારમાં થયેલી ઈજાના સંદર્ભમાં જણાવ્યું હતું કે, મેં મારા જીવનમાં ઘણાં હુમલાઓનો સામનો કર્યો છે, પરંતુ ક્યારેય માથું નમાવ્યું નથી. આક્રમક દેખાતા મમતાએ જણાવ્યું હતું કે, ઘાયલ વાળ વધુ ખતરનાક બની જાય છે.

આ પણ વાચો - ઈજા બાદ મમતા એક્શન મોડમાં, આજે વ્હીલચેર પર કરશે પદયાત્રા, TMCનું જાહેરનામું મુલતવી

કાયરતાની સામે આપણે ક્યારેય શિશ નહીં ઝુકાવએ

મમતાએ જણાવ્યું હતું કે, અમે અમારી પૂજનીય ભૂમિની રક્ષા માટેની લડતમાં ઘણું સહન કર્યું છે અને આગળ પણ સહન કરતા રહેશું, પરંતુ કાયરતાની સામે આપણે ક્યારેય શિશ નહીં ઝુકાવએ. હું આખા પશ્ચિમ બંગાળમાં વ્હિલચેર પર બેસીને અભિયાન ચલાવીશ.

આ પણ વાંચો: નંદીગ્રામમાં ઈજાગ્રસ્ત થયા મમતા, રાજ્યપાલે કોલકાતાની હોસ્પિટલમાં લીધી મુલાકાત

લોકોની પીડા મારી પીડા કરતા ક્યાંય વધારે છે

મમતા બેનર્જીએ જણાવ્યું હતું કે, અમે હિંમત સાથે લડતા રહીશું. મને હજૂ પણ ખૂબ પીડા થાય છે, પરંતુ મને લાગે છે કે, લોકોની પીડા મારી આ પીડા કરતા ક્યાંય વધારે છે. રોડ શોના થોડા સમય પહેલા જ મમતા બેનર્જીએ જણાવ્યું હતું કે, તેમને અસહ્ય દુઃખાવો થઇ રહ્યો છે, પરંતુ તે લોકો માટે લડતા રહેશે.

સાત દિવસ બાદ થશે મમતાની આરોગ્ય તપાસ

ઉલ્લખેનીય છે કે, નંદિગ્રામમાં ઇજાગ્રસ્ત થયા બાદ મમતાની કોલકાતાની SSKM હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી. સારવાર બાદ શુક્રવારે ડૉકટર્સે મમતાની વિનંતીથી તેમને હોસ્પિટલમાંથી રજા આપી હતી. તબીબોએ સાત દિવસ બાદ મમતાને ચેકઅપ માટે પણ બોલાવ્યા છે.

આ પણ વાંચો: પશ્વિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીને હોસ્પિટલમાંથી રજા અપાઈ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.