ETV Bharat / bharat

હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લામાં ભૂસ્ખલન, વાહનો સાથે 40 લોકો દબાયા - બચાવ અભિયાન

હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લાના નિગુલસારી નજીક આવેલા રાષ્ટ્રીય ઉચ્ચમાર્ગ (National Highway) પર ભૂસ્ખલન (landslide)ની ઘટના થઈ હતી, જેના કારણે અનેક વાહન દબાઈ ગયા હોવાની સૂચના મળી રહી છે. જ્યારે સ્થાનિક તંત્રએ લોકોને સાવધાની રાખવાની અપીલ કરી છે. જોકે, એક બસમાં 40 લોકો જઈ રહ્યા હતા. ત્યારે ભૂસ્ખલનના (landslide) કારણે 40 લોકો ફસાયા છે.

સ્થાનિક તંત્રએ લોકોને સાવધાની રાખવા કરી અપીલ

author img

By

Published : Aug 11, 2021, 3:21 PM IST

Updated : Aug 11, 2021, 6:37 PM IST

  • હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લામાં ભૂસ્ખલન (landslide)ની ઘટના થઈ
  • ભૂસ્ખલનના (landslide) કારણે અનેક વાહન દબાઈ ગયા
  • સ્થાનિક તંત્રએ લોકોને સાવધાની રાખવા કરી અપીલ

કિન્નૌરઃ જિલ્લામાં ભૂસ્ખલનની (landslide) ઘટનાઓ સતત સામે આવી રહી છે. ત્યારે આજે (બુધવારે) ફરી એક વખત જિલ્લાના નિગુલસારીની નજીક આવેલા રાષ્ટ્રીય ઉચ્ચ માર્ગ પર ભૂસ્ખલનની (landslide) ઘટના બની હતી, જેમાં અનેક વાહનો દબાઈ ગયા હોવાની માહિતી મળી રહી છે. આ મામલો બુધવારે બપોરના સમયનો છે. જ્યારે રાષ્ટ્રીય ઉચ્ચમાર્ગ પર વાહનોની અવરજવર નિયમિત રીતે થઈ રહી હતી. આ તમામની વચ્ચે પર્વતોથી મોટી ખડકો ખસીને રસ્તા પર આવીને પડી હતી. સૂચના મળતા જ તંત્ર અને પોલીસની ટીમ ઘટનાસ્થળે જવા રવાના થઈ છે.

આ પણ વાંચો- હિમાચલમાં ભૂસ્ખલન : 9 પર્યટકોના મોત, રાષ્ટ્રપતિ-વડાપ્રધાને વ્યક્ત કર્યું દુ:ખ

બસ સહિત અનેક વાહનો આ કાટમાળમાં દબાયા

કિન્નૌરના ભાવાનગર વિસ્તારમાં નેશનલ હાઈવે-5 (National Highway-5) પર થયેલી ઘટનામાં HRTCની બસ સહિત અનેક વાહનો આ કાટમાળમાં દબાયા છે. તો મુખ્યપ્રધાન જયરામ ઠાકુરે આ અંગે જણાવ્યું હતું કે, અહીં રાહત અને બચાવ કાર્ય (Relief work) શરૂ કરવામાં આવ્યું છે. NDRFની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. જોકે, અત્યારે કાટમાળમાં કેટલા લોકો દબાયા છે. તે અંગે માહિતી નથી મળી.

આ પણ વાંચો- લાહૌલ સ્પીતિમાં વાદળ ફાટવા અને ભૂસ્ખલન પછી 150થી વધુ પ્રવાસીઓ ફસાયા

  • #WATCH | ITBP personnel rescue a man trapped in the debris of a landslide on Reckong Peo-Shimla Highway in Nugulsari area of Kinnaur, Himachal Pradesh

    As per the state govt's latest information, nine people have been rescued & one person has died. Search operation is underway pic.twitter.com/NZ46tpg1Se

    — ANI (@ANI) August 11, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

હરિદ્વારથી કિન્નૌરના મુરંગ જતી બસ ફસાઈ

ભૂસ્ખલનની આ ઘટના નિગુલસારી પાસે ચૈરા નામના સ્થળ પર બની છે. કાટમાળમાં આવેલી HRTCની બસ હરિદ્વારથી કિન્નૌરના મુરંગ જઈ રહી હતી. કિન્નૌરના ડેપ્યુટી કમિશનર આબિદ હુસૈન સિદ્દિકીએ આ અંગે જણાવ્યું હતું કે, ભૂસ્ખલનના (landslide) કાટમાળ નીચે અનેક વાહન દબાઈ ગયા છે. સેના અને NDRFની ટીમને રાહત કાર્ય માટે બોલાવવામાં આવી છે. પહાડથી હજી પણ સતત કાટમાળ પડી રહ્યો છે. આના કારણે બચાવ અભિયાન (Rescue operation) શરૂ કરવામાં મુશ્કેલીઓ આવી રહી છે. જોકે, અત્યારે પોલીસ તપાસ કરી રહી છે.

ગયા મહિને થયેલા ભૂસ્ખલનમાં 9 લોકોના મોત થયા હતા

આ ઘટનામાં અનેક લોકો ગુમ થવાની પણ સૂચના મળી છે. તો તંત્રએ લોકોને સાવધાની રાખવાની અપીલ કરી છે. આપને જણાવી દઈએ કે, ગયા મહિને ભૂસ્ખલનમાં 9 લોકોનું મૃત્યુ થયું હતું. જ્યારે લાખોનું નુકસાન પણ થયું હતું.

Last Updated : Aug 11, 2021, 6:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.