ETV Bharat / bharat

1 એપ્રિલે 'એપ્રિલ ફૂલ' દિવસ કેમ ઉજવવામાં આવે છે, જાણો ઇતિહાસ

author img

By

Published : Apr 1, 2022, 1:01 AM IST

આ સવાલ તમારા મનમાં પણ ઉભો કરવો જ જોઇએ, એપ્રિલ 1ના રોજ જ એપ્રિલ ફૂલનો દિવસ (APRIL FOOLS DAY) ક્યારે અને કેવી રીતે શરૂ થયો? છેવટે, એપ્રિલ ફૂલ ડેનો ઇતિહાસ શું છે? ETV ભારતના આ અહેવાલ દ્વારા એપ્રિલ ફૂલ ડેનો ઇતિહાસ જાણો.

1 એપ્રિલે 'એપ્રિલ ફૂલ' દિવસ કેમ ઉજવવામાં આવે છે, જાણો ઇતિહાસ
1 એપ્રિલે 'એપ્રિલ ફૂલ' દિવસ કેમ ઉજવવામાં આવે છે, જાણો ઇતિહાસ

ન્યુઝ ડેસ્ક: દરેક દિવસનું પોતાનું મહત્વ હોય છે અને લોકો તે દિવસની ઉજવણી પણ કરતા હોઈ છે. આવી જ રીતે 1 એપ્રિલ દર વર્ષે ફૂલ ડે તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો એકબીજા સાથે અનેક પ્રકારના મજાક કરે છે અને તેમને બેવકૂફ બનાવીને (History of April Fool's Day) ખુશ થાય છે. લોકો આ મજાક પર ગુસ્સો કરતા નથી. પરંતુ, તેનો આનંદ લે છે. એપ્રિલ ફૂલનો દિવસ ક્યારે અને કેવી રીતે શરૂ થયો તે વિશે કોઈ સ્પષ્ટ માહિતી નથી. જો કે, આ પરંપરા વિદેશમાંથી શરૂ થઈ હતી. પરંતુ, તેણે ઘણી વિવિધ વાર્તાઓમાં ચોક્કસપણે પોતાનું સ્થાન બનાવ્યું છે.

આ પણ વાંચો: powerful people of country: દેશના સૌથી શક્તિશાળી લોકોમાં PM મોદી નંબર 1, જાણો આ લિસ્ટમાં સમાવિષ્ટ લોકોના નામ

વિવિધ દેશોમાં ઉજવણી કરવાની વિવિધ રીતો: ભારત સહિત વિવિધ દેશોમાં એપ્રિલ ફૂલનો દિવસ અનેક રીતે ઉજવવામાં આવે છે. ઉદાહરણ તરીકે, ઑસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા અને બ્રિટનમાં એપ્રિલ ફૂલનો દિવસ ફક્ત બપોર સુધી ઉજવવામાં આવે છે. જ્યારે કેટલાક દેશોમાં - જાપાન, રશિયા, આયર્લેન્ડ, ઇટાલી અને બ્રાઝિલમાં ફૂલ ડે આખો દિવસ ઉજવવામાં આવે છે.

રાજાની સગાઈથી શરૂઆત?: કહેવામાં આવે છે કે, ઇંગ્લેન્ડના રાજા રિચાર્ડ દ્વિતીય અને બોહેમિયાની રાણી એની દ્વારા વર્ષ 1381માં અચાનક સાગાઈની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ, જ્યારે સગાઈનું આમંત્રણ મોકલવામાં આવ્યું ત્યારે તેમાં 32 માર્ચ 1381 તારીખ લખવામાં આવી હતી. સગાઈની જાહેરાત સાથે જ લોકોએ રાજાની સગાઈની ઉજવણી કરવાનું શરૂ કરી દીધુ હતું. પરંતુ, સગાઈના આમંત્રણમાં 31 માર્ચના બદલે 32 માર્ચ લખાયું હતું. લોકોનું ધ્યાન આ તરફ ગયું ત્યારથી 1 એપ્રિલની ઉજવણી એપ્રિલ ફૂલ ડે તરીકે શરૂ થઈ છે.

સંતની દાઢીમાં આગ!: બીજી તરફ, એપ્રિલ ફૂલ ડેની શરૂઆત ચીનમાં એક વાર્તા સાથે જોડવામાં આવી રહી છે. એવું કહેવામાં આવે છે કે, ચીનમાં સનંતી નામના એક સંત હતા. સંતની લાંબી દાઢી જમીનને સ્પર્શ કરતી હતી. એક દિવસ તે કોઈ જગ્યાએથી પસાર થઈ રહ્યા હતા કે અચાનક તેની દાઢીમાં આગ લાગી હતી. સંત સનંતી પોતાનો જીવ બચાવવા ભાગ-દોડ કરવાં લાગ્યા હતા. આથી, તેમને આ રીતે સળગતી દાઢીથી ઉછળતાં જોઈને બાળકો તાળીઓ પાડીને હસવા લાગ્યા હતા. સંતે કહ્યું કે, હું મરી રહ્યો છું, પરંતુ આજના દિવસે તમે હંમેશાં કોઈને કોઈ જગ્યાએ આ રીતે હસતા રહેશો. તેમ કહી તેમનું મોત નીપજ્યું હતું. યોગાનુયોગ તે 1લી એપ્રિલનો દિવસ હતો. આવી રીતે, ચીનમાં વાર્તા મુજબ એપ્રિલ ફૂલ ડેની ઉજવણી શરૂ થઈ હતી.

ગધેડાઓને નહાવાં અંગે અફવા ફેલાઈ: એપ્રિલ ફૂલ ડે સંબંધિત એક ઇતિહાસ બ્રિટનની રાજધાની લંડન સાથે પણ જોડાયેલી છે. 1 એપ્રિલ 1860નો દિવસ ઇતિહાસમાં ખૂબ પ્રખ્યાત છે. લંડનમાં હજારો લોકો પાસે પોસ્ટ દ્વારા પોસ્ટકાર્ડમાં એક સૂચના પહોંચી હતી કે, 1 એપ્રિલે સાંજે ટાવર ઑફ લંડનમાં સફેદ ગધેડાને સ્નાન કરવાનો કાર્યક્રમ યોજાશે. તમને આ પ્રોગ્રામ જોવા માટે આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. મહેરબાની કરીને કાર્ડ સાથે લાવવુ.

આ પણ વાંચો: રીવાના હર્ષનું અનોખું ઉપકરણ: PM મોદીએ કર્યા વખાણ,'પરીક્ષા પે ચર્ચા' માટે શુક્રવારે દિલ્હી બોલાવ્યો

દર વર્ષે 1 એપ્રિલ ફૂલ ડે ઉજવે છે: આવી સ્થિતિમાં, હજારો લોકો પોસ્ટકાર્ડ્સ સાથે સફેદ ગધેડાના સ્નાનની રાહ જોતા રહ્યા હતા. સાંજે, હજારો લોકોનું ટોળું ટાવરની આસપાસ એકઠું થવા લાગ્યું અને પ્રવેશ માટે ધક્કા-મુક્કી થવા લાગી હતી. જ્યારે, લોકોને ખબર પડી કે તેઓ મૂર્ખ બન્યા છે. ત્યારે, તેઓ તેમના ઘરે પાછા ફર્યા હતા. આ તે સમયગાળો હતો જ્યારે, ટાવર ઑફ લંડનમાં સામાન્ય લોકોનો પ્રવેશ પ્રતિબંધિત હતો.જો કે, બધી વાર્તાઓ એપ્રિલ ફૂલ ડે વિશે લોકપ્રિય છે. વાસ્તવિક ઇતિહાસ ગમે તે હોય. પરંતુ, લોકો દર વર્ષે 1 એપ્રિલ ફૂલ ડે ચોક્કસપણે ઉજવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.