ETV Bharat / bharat

સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડીયાને ઈલેક્ટ્રિક વ્હિકલ સિટી તરીકે વિકસિત કરાશે : વડાપ્રધાન મોદી

આજે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે વડાપ્રધાન મોદીએ નર્મદા જિલ્લાના કેવડીયાને ઈલેક્ટ્રિક વ્હિકલ સિટી તરીકે વિકસિત કરવાની જાહેરાત કરી છે. કેવડીયા ખાતે નિર્માણ પામેલી વિશ્વની સોથી ઊંચી પ્રતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રિમ પ્રોજેક્ટ હતો.

Statue of Unity
Statue of Unity
author img

By

Published : Jun 5, 2021, 9:25 PM IST

  • વડાપ્રધાન મોદીએ જાહેરાત કરી
  • સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડીયાને ઈલેક્ટ્રિક વ્હિકલ સીટી તરીકે વિકસિત કરાશે : PM મોદી
  • આજે શનિવારે વિશ્વ પર્યાવરણ દિવસે જાહેરાત કરી

નવી દિલ્હી : વડાપ્રધાન મોદીએ નર્મદા જિલ્લાના કેવડીયાને ઈલેક્ટ્રિક વ્હિકલ સિટી તરીકે વિકસિત કરવાની વિશ્વ પર્યાવરણ દિવસે જાહેરાત કરી છે. કેવડીયા ખાતે નિર્માણ પામેલી વિશ્વની સોથી ઊંચી પ્રતિમાં સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રિમ પ્રોજેક્ટ હતો. તેઓ જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા, ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ખાત મુહૂર્ત કર્યું હતું. હાલમાં જ કેવડીયા ખાતે દેશનું પ્રથમ ગ્રીન રેલ્વે સ્ટેશનનું પણ નિર્માણ થયું છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડીયાને ઈલેક્ટ્રિક વ્હિકલ સીટી તરીકે વિકસિત કરાશે

આ પણ વાંચો : ટ્વિટરે ઉપરાષ્ટ્રપતિના વ્યક્તિગત અકાઉન્ટમાંથી બ્લૂ ટિક દૂર કર્યા બાદ ફરીથી સ્થાપિત કર્યું

નર્મદા જિલ્લો નરેન્દ્ર મોદીનું પસંદગીનું સ્થળ હતું

નર્મદા જિલ્લાને ગુજરાતનું મીની કાશ્મીર તરીકે ઓળખાય છે. ઘનઘોર જંગલોથી ઘેરાયેલો નર્મદા જિલ્લો પ્રવાસીઓની પેહલી પસંદગી બન્યો હતો. નર્મદા જિલ્લાનું વાતાવરણ પ્રદૂષણ રહિત રહે અને લીલોતરી બરકરાર રહે તે માટે નર્મદા જિલ્લામાં મોટા મોટા ઉદ્યોગો ન સ્થાપવા ગુજરાતના તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ નિર્ણય કર્યો હતો. નર્મદા જિલ્લો નરેન્દ્ર મોદીનું પસંદગીનું સ્થળ હતું. તેઓ અવાર નવાર અહીંયા આવતા જ રહેતા હતા.

આ પણ વાંચો : ઇથેનોલનું ઉત્પાદન અને વપરાશ ભારતની મુખ્ય પ્રાથમિકતાઓમાંનો એક છે: પીએમ મોદી

સ્ટેચ્યુ ઓફ યુનિટીને લીધે નર્મદા જિલ્લો વિશ્વના નક્શામાં અંકિત થયો

હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીને લીધે નર્મદા જિલ્લો જ્યારે વિશ્વના નક્શામાં અંકિત થયો છે, ત્યારે પર્યાવરણની જાળવણી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુ એક નિર્ણય લીધો છે. કેવડીયાને ઈલેક્ટ્રિક વ્હિકલ સિટી તરીકે વિકસિત કરવાની જાહેરાત મોદીએ વિશ્વ પર્યાવરણ દિવસે કરી છે. નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભવિષ્યમાં કેવડીયાને ઈલેક્ટ્રિક વ્હિકલ સિટી બનાવવાનું કામ ચાલી રહ્યું છે. ભવિષ્યમાં કેવડીયામાં બેટરી સંચાલિત બસો, ટૂ વ્હિલર અને ફોર વિલર જ ચાલશે. એના માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ ઉપલબ્દ્ધ કરાવવામાં આવશે. એમ વડાપ્રધાન મોદીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.