ETV Bharat / bharat

દિવ્યાંગો માટે પોલીસની અનોખી પહેલ, હવે 'સ્પેશ્યલ પર્સન' પણ કરી શકશે વાત - કેરળ પોલીસ ટ્રેનિંગ

અત્યાર સુધી તમે મૂક-બધિર લોકોની સુવિધા મુજબ પોલીસ સ્ટેશનમાં (Training for Disabled Persons) વ્યવસ્થા કરવાના સમાચાર સાંભળ્યા અને વાંચ્યા જ હશે, પરંતુ હવેથી પોલીસ અધિકારીઓને સાંકેતિક ભાષામાં તાલીમ આપવાની વાત થઈ રહી છે. કેરળ પોલીસ દ્વારા આવી અનોખી પહેલ કરવામાં આવી છે.

દિવ્યાંગો માટે પોલીસની અનોખી પહેલ, હવે 'સ્પેશ્યલ પર્સન' પણ કરી શકશે વાત

author img

By

Published : Jul 30, 2022, 10:15 PM IST

કોઝિકોડ: કેરળ પોલીસે પોલીસ સ્ટેશનોને દિવ્યાંગોને અનુકૂળ બનાવવા માટે અસાધારણ અને અનોખું પગલું લીધું છે. પોલીસ અધિકારીઓને અહીં સાંકેતિક ભાષા (Training for Disabled Persons) સમજવાની તાલીમ આપવામાં (Vocational Training for Disabled) આવી રહી છે. કેરળ પોલીસ વિભાગે કરેલો (Kerala Police Special Training) આ પ્રકારનો પ્રથમ પ્રયાસ માનવામાં આવે છે. કોઝિકોડ શહેર પોલીસે કમ્પોઝિટ રિજનલ સેન્ટર ફોર સ્કિલ ડેવલપમેન્ટ (CRC), ચેવયુરની ટેકનિકલ મદદ સાથે આ કાર્યક્રમ શરૂ કર્યો છે.

આ પણ વાંચો: દારુની મહેફિલ માણવી યુવકને પડી ભારે, મીત્રોએ નજીવી બાબતમાં મોતને ઘાટ ઉતાર્યો

આવી તાલિમ શા માટે: પ્રથમ તબક્કામાં શહેર પોલીસ હદમાં આવતા દરેક પોલીસ સ્ટેશનના ચાર પોલીસ કર્મચારીઓને તાલીમ આપવામાં આવી રહી છે. આવી પહેલ એવા લોકોને મદદ કરશે જેઓ પોલીસ સ્ટેશનમાં વાત કરીને તેમની ફરિયાદ અથવા નિવેદન નોંધવામાં અસમર્થ છે. તે જ સમયે, કોર્ટમાં પણ, મૂક-બધિર લોકોના નિવેદનો ત્યારે જ માન્ય ગણવામાં આવે છે જ્યારે તે નિષ્ણાત દ્વારા ધ્યાનમાં લેવામાં આવે છે. એની વાતને રજૂ કરવામાં આવે છે, પોલીસ તે નિવેદનો રેકોર્ડ કરવા માટે આવા નિષ્ણાતો પર આધાર રાખે છે. તદુપરાંત, આવા વિકલાંગ વ્યક્તિઓ જ્યારે તેમની ફરિયાદ લઈને પોલીસ પાસે આવે છે ત્યારે તેમની સમસ્યાઓ સમજવી પોલીસ અધિકારીઓ માટે ખૂબ જ મુશ્કેલ છે. આ મુશ્કેલી ન પડે એ હેતુંથી પોલીસને ચોક્કસ પ્રકારની સાઈન લેંગ્વેજની તાલિમ આપવામાં આવી રહી છે.

આ પણ વાંચો: સરકારી મેડિકલ કૉલેજમાં જુનિયર્સનું રેગિંગ, જુઓ થપ્પડ મારતો વીડિયો

100થી વધુ અધિકારીએ તાલિમ લીધી: છેલ્લા બે દિવસથી 100થી વધુ પોલીસ અધિકારીઓએ સાંકેતિક ભાષાની તાલીમ લીધી છે. આ ઉપરાંત તેઓ 14 દિવસના સર્ટિફિકેટ કોર્સમાં પણ હાજરી આપશે. અત્યાર સુધી, વિકલાંગ મૈત્રીપૂર્ણ પોલીસ સ્ટેશનનો ખ્યાલ માત્ર તેમને મૈત્રીપૂર્ણ ભૌતિક માળખા પૂરો પાડવા પૂરતો મર્યાદિત હતો. પોલીસ વિભાગે તેમની સાથે વાતચીતના મૂળભૂત મુદ્દા પર ક્યારેય ધ્યાન આપ્યું ન હતું. સ્પેશિયલ બ્રાન્ચના આસિસ્ટન્ટ કમિશનર એ ઉમેશે જણાવ્યું હતું કે આ કાર્યક્રમને રાજ્યના તમામ પોલીસ સ્ટેશનો સુધી વિસ્તારવા અને તમામ પોલીસ સ્ટેશનોને વિકલાંગોને અનુકૂળ બનાવવાની કલ્પના કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.