ETV Bharat / bharat

અનોખું દાન: પિતાને બચાવવા સગીર પુત્રીને હાઈકોર્ટ લીવરના દાનની મંજૂરી આપી

કેરલમાં લીવરની ગંભીર બિમારી સાથે પીડાતા પિતાને બચાવવા માટે(Daughter donates liver for save father life) 17 વર્ષની એક પુત્રીએ પોતાના લીવરનું દાન કર્યું હતું. જો કે આ દાન એટલું સહેલું નહોતું. વર્તમાન અંગ ટ્રાન્સપ્લાન્ટ નિયમો સગીરોને અંગોનું દાન કરવાની મંજૂરી આપતા નથી. જેથી તેણે કેરળ હાઈકોર્ટને અરજી કરી હતી. મેડિકલ બોર્ડ દ્વારા રજૂ કરાયેલા રિપોર્ટના આધારે કોર્ટે દેવાનંદને તેના બિમાર પિતાને તેના લિવરનો ભાગ દાન કરવાની મંજૂરી આપી હતી.(KERALA HIGH COURT PERMITS GIRL TO DONATE LIVER)

કેરલમાં લીવરની ગંભીર બિમારી સાથે પીડાતા
કેરલમાં લીવરની ગંભીર બિમારી સાથે પીડાતા
author img

By

Published : Dec 23, 2022, 10:51 PM IST

થ્રિસુર(કેરલ): પિતાને બચાવવા માટે દીકરી કંઈ પણ કરી શકે તેનો એક કિસ્સો કેરલથી (Daughter donates liver for save father life) સામે આવ્યો છે. 17 વર્ષની એક પુત્રીએ લીવરની ગંભીર બિમારી સાથે પીડાતા પિતાને પોતાના લીવરનું દાન કર્યું હતું.(liver transplantation surgery)

પિતાને કર્યું લીવરનું દાન: 48 વર્ષીય પિતા લીવરની ગંભીર બિમારી સાથે મૃત્યુનો સામનો કરી રહ્યા હતા અને બહારથી દાતા શોધવા માટે પૈસા નહોતા. ત્યારે 17 વર્ષીય દેવાનંદ પાસે એક જ વિકલ્પ હતો કે તે પોતાના લિવરનો એક ભાગ દાન કરે અને તેના પિતાને બચાવી લે. પરંતુ તેમાં તેની ઉમ્ર નડતી હતી. કારણ કે વર્તમાન અંગ ટ્રાન્સપ્લાન્ટ નિયમો સગીરોને અંગોનું દાન કરવાની મંજૂરી આપતા નથી.

કોર્ટે આપી મંજૂરી: પરંતુ દેવાનંદ હાર માનવા તૈયાર ન હતી. તેણે તેની અરજી સાથે કેરળ હાઈકોર્ટનો સંપર્ક કર્યો અને મેડિકલ બોર્ડ દ્વારા રજૂ કરાયેલા રિપોર્ટના આધારે કોર્ટે દેવાનંદને તેના બિમાર પિતાને તેના લિવરનો ભાગ દાન કરવાની મંજૂરી આપી. કોર્ટે પણ છોકરીને તેના પિતા પ્રત્યેની દયા અને પ્રેમ બદલ અભિનંદન પાઠવ્યા હતા. હાઈકોર્ટના જસ્ટિસ વીજી અરુણે આદેશ પસાર કરતા કહ્યું કે, "આવા બાળકો ધરાવતા માતા-પિતા અત્યંત ભાગ્યશાળી હોય છે."

આ પણ વાંચો: સાનિયા મિર્ઝા દેશની પ્રથમ મુસ્લિમ યુવતી ફાઈટર પાઈલટ બની શકે, સપનું પૂરુ

અંગદાન કરનાર દેશની પ્રથમ સગીર: આ રીતે દેવાનંદ જીવન બચાવવા માટે અંગદાન કરનાર દેશની પ્રથમ સગીર છોકરી બની શકે છે. ઘણા લોકોએ દેવાનંદને તેમનું લિવર દાન કરતા અટકાવવાનો પ્રયાસ કર્યો અને તેમને કાનૂની લડાઈમાં આગળ ન વધવા કહ્યું. પરંતુ છોકરી હારવા તૈયાર ન હતી અને જ્યાં સુધી તેણીને તેના પિતાને બચાવવાની મંજૂરી ન મળે ત્યાં સુધી લડતી રહી. દેવાનંદ કહે છે કે મારા પિતા માટે એટલું તો કરી જ શકું છું. તેને બલિદાન ગણતો નથી.

આ પણ વાંચો: પંજાબના અમૃતસરમાં BSFના જવાનોએ પાક ડ્રોનને તોડી પાડ્યું

લોકોએ ના પાડી છતાં નિર્ણયમાં અડગ: તેના પિતા પ્રથમેશે પણ તેણીને તેના નિર્ણયથી દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ દેવાનંદ પોતાના નિર્ણયમાંથી હટ્યા નહીં. પ્રતિશ કહે છે “મારી દીકરીએ મને જે વિશ્વાસ આપ્યો છે તેની સાથે હું મારું જીવન જીવી રહ્યો છું. હવે પિતા અને પુત્રી સર્જરી માટે હોસ્પિટલમાં વારો આવે તેની રાહ જોઈ રહ્યા છે. ત્યાં સુધી પ્રથમેશના સ્વાસ્થ્યની કાળજી લેવા માટે પ્રથમેશને વધુ સાવધ રહેવું પડશે. સર્જરી બાદ બંનેને છ મહિના આરામ કરવો પડશે, જેથી તેઓ ફરીથી નવું જીવન જીવી શકે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.