ETV Bharat / bharat

કરણીસેનાના રાષ્ટ્રીય અધ્યક્ષનું વિવાદીત નિવેદન, કહ્યું અમે ઈલાજ કરવાનું શરૂ કરી દીધુ - suraj pal amu

કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ (Karni Sena National President) સૂરજ પાલ અમ્મુએ વિવાદિત (surpal ammu supports nupur sharma) નિવેદન આપ્યું છે. આ નિવેદનમાં તેમણે નુપુર શર્માનો સપોર્ટ કર્યો છે. રાજસ્થાનના ઉદયપુરમાં કન્હૈયા લાલ અને મહારાષ્ટ્રના અમરાવતીમાં ઉમેશ કોલ્હેની હત્યાનો સખત વિરોધ કર્યો હતો. જોકે, આ બન્ને ઘટનાના સમગ્ર દેશમાં ઘેરા પડઘા પડ્યા હતા.

કરણીસેનાના રાષ્ટ્રીય અધ્યક્ષનું વિવાદીત નિવેદન, કહ્યું અમે ઈલાજ કરવાનું શરૂ કરી દીધુ

author img

By

Published : Jul 4, 2022, 8:32 PM IST

સોનીપતઃ રાજસ્થાનના ઉદયપુરમાં કન્હૈયા લાલ અને મહારાષ્ટ્રના અમરાવતીમાં ઉમેશ કોલ્હેની હત્યા બાદ ઉશ્કેરણીજનક નિવેદનબાજીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સૂરજ પાલ અમ્મુએ (surpal ammu supports nupur sharma) આ મામલે વિવાદાસ્પદ (Controversial Statement) નિવેદન આપ્યું છે. હરિયાણાના સોનીપત જિલ્લાના દહિસરા ગામમાં પૃથ્વીરાજ ચૌહાણની જન્મજયંતિ પર એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૂરજ પાલ અમ્મુએ (Karni Sena National President) પણ ભાગ લીધો હતો. જેમાં તેમણે એક વિવાદીત નિવેદન આપી દીધુ હતું.

આ પણ વાંચોઃ મૂસેવાલાની જ પહેલી હત્યા...નજીકથી ગોળી મારનાર 19 વર્ષનો શૂટર અંકિત સિરસાની ધરપકડ

નુપુર શર્માને સમર્થનઃ કરાણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સૂરજ પાલ અમ્મુએ કાર્યક્રમને સંબોધિત કરતી વખતે નૂપુર શર્માના નિવેદન ને સમર્થન આપ્યું હતું. મુસ્લિમો વિશે વાંધાજનક ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે, નુપુર શર્માના નિવેદન બાદ ઉદયપુરમાં કન્હૈયાલાલ અને અમરાવતીમાં ઉમેશ કોહલેનું માથું કાપી નાખવામાં આવ્યું હતું. આ બંને કિસ્સાઓને ટાંકીને અમ્મુએ મંચ પરથી ઘણા વિવાદાસ્પદ નિવેદનો આપ્યા હતા. ગત દિવસોમાં નુપુર શર્માએ ટીવી ડિબેટ દરમિયાન આપેલા નિવેદન બદલ સુપ્રીમ કોર્ટે નુપુર શર્માને ટીવી પર માફી માંગવા માટે કહ્યું હતું.

સુપ્રીમ સામે સવાલઃ સૂરજપાલ અમ્મુએ પણ સુપ્રીમ કોર્ટના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે તેઓ સુપ્રીમ કોર્ટના જજોની ફરિયાદ રાષ્ટ્રપતિને કરશે. અમ્મુએ કહ્યું કે આજે અમને ડરાવવામાં આવી રહ્યા છે પરંતુ અમે ડરવાના નથી. સૂરજપાલ અમ્મુએ કહ્યું કે, અમે મહાત્મા ગાંધી નથી, જે થપ્પડ ખાધા પછી બીજો ગાલ આપી દે. અમે હવે અન્યાય સહન કરીશું નહીં. કેટલાક લોકો અમારું અપમાન કરવા માગે છે. હિન્દુઓ જાતિઓમાં વહેંચાયેલા છે. 1947માં જ્યારે દેશ આઝાદ થયો ત્યારે ધર્મના નામે વિભાજન થયું હતું. હવે વિભાજન પછી પણ અમને હેરાન કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચોઃ ભારતે નેપાળને 17 સ્કૂલબસ અને 75 એમબ્યુલન્સ ભેટમાં આપી, ભારતીય રાજદૂતે કહી આ મોટી વાત

ગરદનને બદલે ગરદનઃ ઉદયપુરની ઘટના પર સૂરજ પાલ અમ્મુએ કહ્યું કે કરણી સેનાનું એક જ સૂત્ર છે. ગરદનને બદલે ગરદન. અમે કોર્ટને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવીને આરોપીઓને વહેલી તકે ફાંસી આપવામાં આવે. કરણી સેના આ મામલે દિલ્હીના જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરવા માંગતી હતી. પરંતુ દિલ્હી પોલીસે કલમ 144નો હવાલો આપીને મંજૂરી આપી ન હતી. સુપ્રીમ કોર્ટના આ નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો હતો. અમ્મુએ કહ્યું કે તેઓ સુપ્રીમ કોર્ટના જસ્ટિસની ટિપ્પણી અંગે રાષ્ટ્રપતિને ફરિયાદ કરશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.