ETV Bharat / bharat

ચોરોની માનવતા: વહેલી સવારે સરકારી હોસ્પિટલમાંથી 1710 ડૉઝ ચોર્યા, સાંજે ભાવુક ચિઠ્ઠી સાથે પરત કર્યા - વેક્સિન ચોરોએ સોરી નોટ આપી

હરિયાણાના જીંદમાં કોરોના વેક્સિનના 1700 જેટલા ડૉઝ ચોરી થવાના કિસ્સામાં એક અજીબો-ગરીબ વળાંક આવ્યો છે. જીંદ પોલીસે પ્રેસ કૉન્ફરન્સ યોજીને માહિતી આપી છે કે, ચોરે ગુપ્ત રીતે તમામ વેક્સિન પરત કરી દીધી છે. એટલું જ નહિ, ચોરે વેક્સિનની સાથે પોલીસ માટે એક ચિઠ્ઠી પણ છોડી હતી.

ચોરોની માનવતા: વહેલી સવારે સરકારી હોસ્પિટલમાંથી 1710 ડૉઝ ચોર્યા, સાંજે ભાવુક ચિઠ્ઠી સાથે પરત કર્યા

author img

By

Published : Apr 22, 2021, 9:54 PM IST

  • ગુરૂવારે સવારે સરકારી હોસ્પિટલમાંથી થઈ હતી વેક્સિનની ચોરી
  • વેક્સિન ચોરી થતા આરોગ્ય વિભાગ અને પોલીસ દોડતી થઈ ગઈ
  • ચોરી કર્યા બાદ સાંજે પોલીસ મથક પાસેની ચાની દુકાને આપી ગયા

હરિયાણા: બુધવારે મોડીરાત્રે હરિયાણાના જીંદ જિલ્લાના સરકારી હોસ્પિટલમાંથી કોરોના વેક્સિનના 1710 ડૉઝ ચોરી થયા હોવાનું સામે આવ્યું હતું. જોકે, પોલીસે કિસ્સામાં ચોરને પકડે તે અગાઉ જ ચોરે તમામ વેક્સિન પરત કરી દીધી છે. આ સાથે પોલીસ માટે એક ચિઠ્ઠી પણ છોડી હતી. જેમાં લખ્યું હતું કે, "સોરી, મને ખબર ન હતી કે આ કોરોના વેક્સિન છે."

ચોર દ્વારા છોડવામાં આવેલી ચિઠ્ઠી
ચોર દ્વારા છોડવામાં આવેલી ચિઠ્ઠી

કઈ રીતે વેક્સિન પરત આપી?

જીંદના સિવિલ લાઈન પોલીસ મથક પાસેની એક ચાની દુકાન પર એક વૃદ્ધને કોઈક અજાણ્યો શખ્સ એક થેલો આપીને રવાના થઈ ગયો હતો. શખ્સે વૃદ્ધને કહ્યું હતું કે, આ થેલામાં પોલીસ મથકના મુન્શીનું ખાવાનું છે, તે આપી દેજો. વૃદ્ધ થેલો લઈને પોલીસ મથક પહોંચ્યા હતા. જ્યાં પોલીસ કર્મીને થેલો આપ્યો હતો. થેલો ખોલીને જોતા પોલીસ કર્મીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. થેલામાં બુધવારે મોડીરાત્રે સરકારી હોસ્પિટલમાંથી ચોરી થયેલા વેક્સિનના 1710 ડૉઝ હતા.

પોલીસે ગુનો દાખલ કર્યો

આ મામલે પોલીસનું કહેવું છે કે, હજુ સુધી ચોરની ઓળખ થઈ શકી નથી. તેની ઓળખ માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ સિવાય પોલીસે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ IPCની 457 અને 380 અંતર્ગત ગુનો દાખલ કર્યો છે. આ સિવાય પોલીસે જણાવ્યું હતું કે, ચોરોએ રેમડેસીવીર ઈન્જેક્શનની ચોરી કરી હોય તેમ લાગી રહ્યું છે.

વહેલી સવારે સરકારી હોસ્પિટલમાંથી 1710 ડૉઝ ચોર્યા, સાંજે ભાવુક ચિઠ્ઠી સાથે પરત કર્યા

બુધવારે રાત્રે થઈ હતી વેક્સિનની ચોરી

ગુરૂવારે સવારે જ હરિયાણાના જીંદ જિલ્લામાં આવેલા સરકારી હોસ્પિટલમાંથી કોરોના વેક્સિનના 1710 ડૉઝ ચોરી થયા હોવાની પોલીસને માહિતી મળી હતી. હોસ્પિટલમાં આવેલા પીપી સેન્ટરના મુખ્ય ગેટનો મુખ્ય દરવાજો તોડીને ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. કોરોના વેક્સિનની સાથે સાથે ચોરોએ તપાસ સંબંધિત કેટલીક કિંમતી ફાઈલો પણ ચોરી કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.