હૈદરાબાદઃ લિયોરા ઈત્જાક બોલિવૂડની પ્રખ્યાત સિંગર છે. જે મૂળ ઈઝરાયલની છે. લિયારાએ બે દસકા અગાઉ સિંગિંગ ડેબ્યૂ માટે બોલિવૂડને પસંદ કર્યુ હતું. લિયારાએ ઈઝરાયલની તાજેતરની માહિતી આપતા કહ્યું કે, તેણી અને તેનો પરિવાર ગાઝા પટ્ટીથી માત્ર 40 મિનિટના અંતરે આવેલા બંકરમાં શરણાર્થી તરીકે રહે છે.
વૃદ્ધ ઈઝરાયલીઓ આઘાતમાંઃ મિસાઈલના ભયાનક અવાજોથી અમે ધૃજી રહ્યા છીએ. તેમજ અમે અનિંદ્રામાં રાતો વીતાવી રહ્યા છીએ, ઈઝરાયલી વૃદ્ધોની સ્થિતિ બહુ દયનીય છે. તેઓ મહાપ્રલયના પીડિત હોય તેટલા ડરેલા છે. હમાસ દ્વારા અમારા અનેક વૃદ્ધોને બંદી બનાવી લેવામાં આવ્યા હતા.
મોબાઈલ એપમાં હુમલાની ચેતવણીઃ શનિવારે હમાસે કરેલા હુમલાને યાદ કરતા લિયોરા જણાવે છે કે મારી 16 વર્ષની દીકરીના મોબાઈલમાં એપ પર એલાર્મ વાગવાથી અમને હુમલાની પ્રથમવાર ખબર પડી હતી. ઈઝરાયલ જ્યારે તહેવારની ઉજવણીની તૈયારીમાં વ્યસ્ત હતું ત્યારે હુમલો થયો હતો. હું મારા ઘરે સુતી હતી ત્યારે મારી દીકરી મારી પાસે ધસી આવી અને મને બોમ્બબાર્ડિંગ વિશે માહિતી આપી.
મહાનુભાવો સમક્ષ ગાવાની તકઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગતમાં ઈઝરાયલ અને ભારતના રાષ્ટ્રગીત ગાવા માટે લિયોરા ઈત્જાકને મોકો મળ્યો હતો. 2015માં જ્યારે ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી ઈઝરાયલના મહેમાન બન્યા હતા ત્યારે ડીનર સિંગિગની જવાબદારી લિયોરા ઈત્જાકને અપાઈ હતી.
બોલિવૂડમાં પ્રસિદ્ધિઃ ભારતના(ગુજરાતી) યહુદી માતા પિતાને ત્યાં લોડમાં(ઈઝરાયલ) લિયોરા જન્મી હતી. તેણી 16 વર્ષે ભારત આવી ગઈ હતી. બોલિવૂડના તેના ગીત માલા માલા.....એ તેને ખ્યાતિ અપાવી હતી. લિયોરાએ 1991થી 1997 દરમિયાન કુમાર સાનુ, ઉદિત નારાયણ અને સોનુ નિગમ સાથે ડ્યુએટ્સ ગાયેલા છે. તેણીએ ભજન અને ગઝલ પણ ગાયા છે.
હોમસિકનેસ થઈ હતીઃ 23 વર્ષની ઉંમરે લિયોરાને હોમ સિકનેસ અનુભવાઈ જેમાં તે ઈઝરાયલમાં વસતા માતા-પિતા અને ભાઈઓ-બહેનો સાથે રહેવા માંગતી હતી. તે આઠ વર્ષથી પોતાના ઘર ઈઝરાયલથી દૂર ભારતમાં રહેતી હતી. બોલિવૂડમાં લિયોરાને માલા માલા......ગીતથી પ્રસિદ્ધિ મળી હતી. આ ગીતની પોપ્યુલારિટીની મદદથી તેણીએ ઈઝરાયલ મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીમાં પણ પોતાનું સ્થાન બનાવ્યું હતું. હિન્દી અને હિબ્રૂ શબ્દોથી બનેલા તું હી મેરા પ્યાર...... ગીતે લિયોરાને ઈઝરાયલના ઘર ઘરમાં જાણીતી બનાવી દીધી હતી.