- ભારતીય મૂળની સિરીશા બાંડલા ઇતિહાસ રચવા માટે તૈયાર
- વર્જિન ગેલેક્ટીકના 6 લોકોની ટીમ કરશે અવકાશ યાત્રા
- અવકાશયાન 'યુનિટી -22' 11 જુલાઇના રોજ લોન્ચ કરવાની જાહેરાત
અમરાવતી: ભારતીય મૂળની સિરીશા બાંડલા (Sirisha Bandla) ઇતિહાસ રચવા માટે તૈયાર છે. ખરેખર, સિરિશા મૂળ આંધ્રપ્રદેશની છે, તે અંતરિક્ષમાં ઉડાન ભરવાની છે. અમેરિકાની અગ્રણી પ્રાઈવેટ સ્પેસ એજન્સી વર્જિન ગેલેક્ટીક (Virgin Galactic)ના સર રિચાર્ડ બ્રાન્સન (Sir Richard Branson) સહિત છ લોકો સિરિશા બંડલા સહિત અંતરિક્ષ યાત્રા પર જશે.
અવકાશયાન 'યુનિટી -22' 11 જુલાઇના રોજ લોન્ચ કરવાની જાહેરાત
વર્જિન ગેલેક્ટીકે પોતાનું અવકાશયાન 'યુનિટી -22' 11 જુલાઇના રોજ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. અંતરિક્ષમાં ઉડાન સાથે સિરિશા આ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે તેલુગુ મૂળની પ્રથમ મહિલા બનશે. અંતરિક્ષ યાત્રા દરમિયાન સિરીશાનું કાર્ય સંશોધન સાથે સંબંધિત હશે.
-
Join us July 11th for our first fully crewed rocket powered test flight, and the beginning of a new space age.
— Virgin Galactic (@virgingalactic) July 1, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
The countdown begins. #Unity22
https://t.co/5UalYT7Hjb. @RichardBranson pic.twitter.com/ZL9xbCeWQX
">Join us July 11th for our first fully crewed rocket powered test flight, and the beginning of a new space age.
— Virgin Galactic (@virgingalactic) July 1, 2021
The countdown begins. #Unity22
https://t.co/5UalYT7Hjb. @RichardBranson pic.twitter.com/ZL9xbCeWQXJoin us July 11th for our first fully crewed rocket powered test flight, and the beginning of a new space age.
— Virgin Galactic (@virgingalactic) July 1, 2021
The countdown begins. #Unity22
https://t.co/5UalYT7Hjb. @RichardBranson pic.twitter.com/ZL9xbCeWQX
વર્જિન ગેલેક્ટીક કહે છે કે, આ મિશન અંતરિક્ષ પર્યટનને પ્રોત્સાહન આપવા માટેના પ્રયોગ તરીકે કરવામાં આવી રહ્યું છે. આ સાથે કંપનીએ અંતરિક્ષ યાત્રા માટે જરૂરી પરવાનગી મેળવી લીધી છે.
વોશિંગ્ટનમાં એરોસ્પેસ અને એસ્ટ્રોનોટિકલ એન્જિનિયરિંગમાં સ્નાતક કર્યુ
સિરીશાનો પરિવાર વોશિંગ્ટન શિફ્ટ થઈ ગયો હતો. સિરીશાએ વોશિંગ્ટનમાં એરોસ્પેસ અને એસ્ટ્રોનોટિકલ એન્જિનિયરિંગમાં સ્નાતક થયા. જ્યોર્જ વોશિંગ્ટન યુનિવર્સિટીમાંથી MBA કર્યા પછી, સિરિશા 2015 થી વર્જિન ગેલેક્ટીક માટે કામ કરી રહી છે.
આ પણ વાંચો: નાસા સંશોધન માટે હવાઈથી સ્ક્વિડને અવકાશમાં મોકલ્યા
પૌત્રીની સિદ્ધિથી દાદા પણ પ્રફુલ્લિત
સિરીશા બાંડલાનો જન્મ આંધ્રપ્રદેશના ગુંટુર જિલ્લામાં થયો હતો. પૌત્રીની ઉપલબ્ધિથી સિરીશાના દાદા ખૂબ ખુશ છે. તેમણે કહ્યું કે, સિરિશા અંતરિક્ષ પર જવાની તેલુગુ મૂળની પ્રથમ મહિલા હોવાનો રેકોર્ડ બનાવવાની છે.
આ પણ વાંચોઃ વિક્રમ સારાભાઈના જીવન મુદ્દે વકતૃત્વ સ્પર્ધામાં ઇડરની શ્રેયા ગુજરાતમાં પ્રથમ સ્થાને
પિતા મુરલીધરે પ્લાન્ટ પેથોલોજીમાં PHd કરી
તેમણે કહ્યું કે સિરિશાના પિતા મુરલીધરે પ્લાન્ટ પેથોલોજીમાં PHd કરી હતી. 1989 માં અમેરિકા ગયા હતા. તે ત્યાં યુએસ સરકાર માટે કામ કરી રહ્યા છે. સિરિશાની માતા અનુરાધા પણ ત્યાં જ નોકરી કરે છે અને વોશિંગ્ટન ડીસીમાં રહે છે.