પ્રયાગરાજ : નવાબગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના ખગલપુર ગામમાં શુક્રવારે રાત્રે એક જ પરિવારના પાંચ લોકોના (Prayagraj Murder Case) મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. ઘરની અંદરથી મળી આવેલા પાંચ (Murder Case in Nawabganj) મૃતદેહ માંથી ચારની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું હતું. જ્યારે પરિવારના વડા ફાંસીથી લટકેલા મળી આવ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી.
આ પણ વાંચો : પ્રયાગરાજને કાંઠે દફનાવવામાં આવેલા મૃતદેહમાંથી કાઢ્યા કફનો
મૃતદેહ લોહીથી લથપથ - ક્રોસ ગંગા વિસ્તારમાં ફરી એકવાર સામૂહિક હત્યાથી (Murder of Members of Same Family in Prayagraj) સનસનાટી ફેલાઈ ગઈ છે. નવાબગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના ખગલપુર ગામમાં શુક્રવારે મોડી રાત્રે એક જ પરિવારના પાંચ લોકોની હત્યા કરવામાં આવી હતી. જેમાંથી ચાર લોકોના મૃતદેહ લોહીથી લથપથ મળી આવ્યા હતા. જ્યારે પરિવારના વડાની મૃતદેહ ફાંસો (Five Killed in Prayagraj) ખાધેલી હાલતમાં મળી આવી હતી. મહિલા અને તેની ત્રણ પુત્રીઓની એક પછી એક તિક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી હતી. જ્યારે પરિવારના વડાની લાશ લટકતી હાલતમાં મળી આવી હતી.
આ પણ વાંચો : પ્રયાગરાજ રેલવે સ્ટેશનમાં પાણીની લૂંટ, વીડિયો વાયરલ
ફાંસીનો ફંદો લટકતી હાલતમાં - માર્યા ગયેલા લોકોમાં રાહુલ તિવારી, તેની પત્ની પ્રીતિ, ત્રણ દીકરીઓ માહી, પીહુ અને પોહુનો સમાવેશ થાય છે. ઘટનાની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તપાસ શરૂ કરી હતી. આ સાથે ડોગ સ્કવોડ અને ફિલ્ડ યુનિટની ટીમ ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરી રહી છે. પરિવારના વડાનો મૃતદેહ ફાંસી પર લટકતી (Murder in Khagalpur village) હાલતમાં મળી આવ્યો હતો. પત્ની અને બાળકોની હત્યા કરીને પોતે પણ ગળે ફાંસો ખાઈ લીધો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.જોકે, પોલીસકર્મીઓ (Nawabganj Police Station) આ ઘટના અંગે હજુ કંઈ કહી રહ્યાં નથી. ઘટનાની તપાસ બાદ જ હત્યાનું કારણ સ્પષ્ટ થશે.