- જાતિય સમાનતા અંગે ભારતની 1 વર્ષમાં પરિસ્થતિ ખરાબ
- 112 પરથી 140માં સ્થાને ગયું ભારત
- પાડોશીઓ કરતા પણ ભારતની હાલત ખરાબ
ન્યુઝ ડેસ્ક : વિશ્વ આર્થિક ફોરમએ હાલમાં જાતિય સમાનતા અંગે એક રીપોર્ટ બહાર પાડ્યો છે જેમાં 156 દેશોની સૂચીમાં ભારત 140માં સ્થાન પર છે. પાછલા વર્ષે ભારતનું સ્થાન 112મું હતું. એક વર્ષમાં ભારતની આટલી ખરાબ સ્થિતી કેમ થઈ ગઈ. ભારત 28 અંક નીચે જતું રહ્યું શું દોષનો ટોપલો કોરોનાને માથે નાખી શકાય ?
ભારતની સ્થિતી પાડોશીઓ કરતા પણ સારી
જો આપણે આપણા પાડોશીઓની વાત કરીએ તો ભારતથી નીચે માત્ર પાકિસ્તાન અને અફઘાનિસ્તાન છે. પાકિસ્તાન 153માં સ્થાને અને અફઘાનિસ્તાન 156માં સ્થાને છે. બાંગ્લાદેશ 65માં સ્થાને. નેપાળ 106 સ્થાને અને શ્રીલંકા 116માં સ્થાને છે. ભુતાનનો રેંક પણ ભારતથી સારો છે. ભુતાન 130માં સ્થાને છે. આંતરરાષ્ટ્રીય અનુમાન પ્રમાણે મહિલાઓની આવક પુરુષોની આવકનો પાંચમો ભાગ છે. ભારત નીચેથી 10 દેશમાં સામેલ છે , જ્યા મહિલાની આવક સૌથી ઓછી છે. જોકે છોકરા-છોકરીઓના ભણતરનો ગેપ ઘટ્યો છે. એક વર્ષમાં એવું તો શું થયું કે ભારતનો આંક આટલો નીચે આવી ગયો, આ સવાલ ખુબ જ મહત્વપુર્ણ છે અને જનતા આનો જવાબ માંગી રહી છે.
આ પણ વાંચો : એક પોલીસ સ્ટેશન બન્યું મહિલાનું ઘર
આ 3 મુખ્ય કારણ
આનું પ્રમુખ કારણ એક એ છે કે આર્થિક બાબતોમાં મહિલાઓની ભાગીદારી ઘટી રહી છે, બીજુ રાજકિય સ્તરે મહિલાઓનું ઓછુ પ્રતિનીધી,અને ત્રીજુ પ્રમુખ કારણ રોજગારીની કમી.જાતિય સમાનતા માટે ભારતે આઇસલેન્ડ, ફિનલેન્ડ, નોર્વે, ન્યુઝીલેન્ડ, સ્વીડન અને અન્ય દેશોથી શિખવાની જરૂર છે કે કેવી રીતે આ દેશોએ તેમના દેશમાં જાતિય સમાનતાને પૂરી કરી દીધી છે. દેશના પ્રથમ વડાપ્રધાન જવાહર લાલ નહેરૂએ કહ્યું હતું કે કોઈ પણ દેશની પ્રગતિને જોવી હોય તો મહિલાઓના વિકાશને જોવો જોઈએ. બંધારણના નિર્માતાઓએ પણ આ વિશે ભાર આપ્યો હતો.
મહિલાઓ કોઈ પણ ક્ષેત્રમાં નહીં
એવું લાગી રહ્યું છે કે દેશની વર્તમાન રાજનીતિક નેતૃત્વએ આ સલાહ પર અમલ નથી કર્યો, અન્યથા આવી સ્થિતીનું નિર્માણ ન થાત. આજે મહિલાઓ કોઈ પણ ક્ષેત્રમાં નથી, જ્યા તે પોતાની સફળતાનો દાખલો બેસાડી શકે. સેના અને પાયલોટ ક્ષેત્ર પણ આનાથી બાકી નહીં રહ્યા. શ્રમ શક્તિમાં મહિલાઓની ભાગીદારી 22 ટકા સુધી નીચે ગઈ છે . ઉચ્ચ રેકિંગ પ્રબંધકોમાં માત્ર 8.9 ટકા મહિલાઓ છે. આ પરિસ્થિતી બતાવે છે કે આપણે તાત્કાલિક સુધારાત્મક પગલાઓ લેવા જોઈએ. એક તરફ જ્યા બેટી બચાઓ, બેટી પઢાઓ જેવા સુત્રો આપવામાં આવી રહ્યા છે. જ્યારે બીજી તરફ ઓછી ઉંમરે માતા બનનારી છોકરીઓના સમાચાર પણ ઘણા આવી રહ્યા છે. આ એક ચોંકવનારનું સત્ય છે. માતૃદર અને કુપોષણ દર તો ખુબ જ સામાન્ય છે.
આ પણ વાંચો : કુતિયાણા તાલુકા પંચાયતના નવનિયુક્ત મહિલા ઉપપ્રમુખ અને તેના પતિ પર જીવલેણ હુમલો
બજેટમાં ઓછો ભાગ
છોકરીઓનું ભણતર, મહિલાઓનુ સ્વાચ્થ્ય, રોજગાર અને તેમની સુરક્ષા પર બજેટમાં ફાળો ઓછો થતો જાય છે. આવા પગલાઓને કારણે આપણે જાતિય સમાનતાનું લક્ષ્ય ક્યારે પણ નહીં પ્રાપ્ત નહીં કરી શકીએ.મહિલાઓની 48 ટકા વસ્તી હોવા છતા ભારત મહિલાઓને અસરકારક માનવ સંસાધન રીતે ઉપયોગ કરવામાં અસફળ રહ્યું છે એટલે જે આપણા દેશ પર વિકાશશીલ દેશનો ઠપ્પો લાગેલો છે. રાજનીતી નેતૃત્વને લઈને મહિલાઓને વધારે જગ્યાઓ આપવામાં નથી આવી. આ બધા એવા પગલાઓ છે જેના સમાધાન વગર ભારતીય જાતિય સમાનતા મેળવી શકે.