- કર્ણાટકમાં 9 ભ્રષ્ટ અધિકારીઓના સામે NCBની કાર્યવાહી
- દરોડા દરમિયાન રોકડ, ઘરેણા, મોંઘી ઘડિયાળ કરાયા કબજે
- NCBના 52 અધિકારીઓની ટીમે વિવિધ સ્થળે પાડ્યા દરોડા
કર્ણાટકઃ કર્ણાટકમાં NCB એટલે કે નેશનર કરપ્શન બ્યૂરોની ટીમે 11 જિલ્લામાં 28 સ્થળ પર દરોડા પાડ્યા હતા. NCBએ 9 અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરી છે. આ દરોડા દરમિયાન અધિકારીઓ પાસેથી ઘણી બધી રોકડ, ઘરેણાં, મોંઘી ઘડિયાળ અને સોનાના વાસણ કબજે કરવામાં આવ્યા હતા. આ સાથે જ કર્ણાટકના મૈસુરમાં એન્જિનિયર કે. એમ. મુનીગોપાલ રાજુના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા હતા. અહીંથી જ NCBએ આ તમામ સામાન કબજે કર્યો હતો.
આ પણ વાંચોઃ સુશાંતસિંહ આત્મહત્યા કેસ: બોલીવૂડ સિતારાઓના ફોન રેકોર્ડિંગ તપાસવા NCBએ ગુજરાત FSLની માગી મદદ
9 ભ્રષ્ટ અધિકારીઓ સામે NCBના દરોડા
આ ટીમમાં એન્ટિ કરપ્શન બ્યૂરોના 52 અધિકારીઓ અને 172 સ્ટાફ આ દરોડામાં સામેલ હતો. આ ટીમે 9 અધિકારીઓને નિશાન બનાવ્યા હતા. આ 9 અધિકારીઓ સામે આવકથી વધુ સંપત્તિ હોવાનું સામે આવ્યું હતું.
આ પણ વાંચોઃ મુંબઈ અને ગોવામાં NCBના દરોડા, એક વિદેશી નાગરિકની ધરપકડ