અમદાવાદ: 4 જાન્યુઆરી 2023ના (4 JANUARY 2023 HOROSCOPE) રોજ જન્માક્ષરમાં (Today HOROSCOPE) આજની ભાગ્યશાળી રાશિઓ જાણો. આ રાશિફળમાં આપણે જાણીશું કે, (Today Rashi Bhavishya) કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારું રહેશે. કાર્યક્ષેત્રમાં બધી 12 રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ, ક્યાં હાથ છોડી શકાય. આજનું રાશિફળ (daily rashifal) ચંદ્ર પર આધારિત છે.
મેષ: આજે ચંદ્ર વૃષભ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી દ્વિતિય ભાવમાં રહેશે. તન મનનું સ્વાસ્થ્ય જળવાશે. કુટુંબીજનો સાથે સુંદર ભોજન લેવાનો તેમજ આનંદપૂર્વક સમય પસાર કરવાના યોગ ઉભા થાય. નાણાકીય બાબતોમાં ભવિષ્ય માટે સારું પ્લાનિંગ કરી શકો. એકંદરે આપની આવકમાં વૃદ્ધિ થશે. કલાકાર કસબીઓને તેમની કલાનું પ્રદર્શન કરવાની તક મળશે અને તેમની કદર થશે. નકારાત્મક વિચારોથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે.
વૃષભ: આજે ચંદ્ર વૃષભ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી પ્રથમ ભાવમાં રહેશે. સ્ફૂર્તિલો પ્રસન્નતાભર્યો દિવસ રહે. આરોગ્ય સારું રહેતાં સુખ અને આનંદની અનુભૂતિ થાય. સગાંવહાલા કે મિત્રો તરફથી ઉપહાર મળે. પ્રવાસ અને સ્વાદિષ્ટ ભોજન આપના દિવસને આહલાદક બનાવશે. આર્થિકલાભની શક્યતા છે. લગ્નજીવનનું શ્રેષ્ઠ સુખ માણી શકશો.
મિથુન: આજે ચંદ્ર વૃષભ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી દ્વાદશ ભાવમાં રહેશે. આજે સંયમશીલ અને વિચારપૂર્ણ વર્તન આપને ઘણા બધા અનિષ્ટોમાંથી ઉગારી લેશે. આપના વાણી વર્તનથી ગેરસમજ ઉભી ના થાય તે માટે શબ્દોમાં સ્પષ્ટતા અને વાણીમાં નિખાલસતા વધારજો . શારીરિક કષ્ટ, મનને પણ તમને અસ્વસ્થ કરવાનો પ્રયાસ કરે માટે તે સ્થિતિમાં ધીરજથી કામ લેવું. કુટુંબમાં દરેકને આદર આપવો. ખર્ચનું પ્રમાણ વધારે રહેવાની શક્યતા હોવાથી પૂર્વાયોજન કરવું. આધ્યાત્મિક વલણ માનસિક શાંતિ આપી શકશે.
કર્ક: આજે ચંદ્ર વૃષભ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી એકાદશ ભાવમાં રહેશે. આકસ્મિક ધનપ્રાપ્તિ અને બહુવિધ લાભ આપના આજનો દિવસ મિત્રો, સગાંસ્નેહીઓ તથા પ્રિયજનની સંગે ખૂબ રોમાંચક અને આનંદપ્રદ બની રહેશે. આવકમાં વૃદ્ધિ થાય. વેપારીઓને નફાકારક સોદા થાય. પુત્ર અને પત્નીથી લાભ થાય. પ્રવાસ પર્યટન તેમજ લગ્નોત્સુક પાત્રો માટે લગ્નના યોગ છે. ઉત્તમ ભોજન અને સ્ત્રી સુખ મળે.
સિંહ: આજે ચંદ્ર વૃષભ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી દશમ ભાવમાં રહેશે. આજનો દિવસ નોકરી અને વ્યવસાય માટે ફાયદાકારક છે. આપ કામથી સૌને પ્રભાવિત કરશો. મનની દૃઢતા અને આત્મવિશ્વાસને કારણે આપ સારી રીતે આપનું કાર્ય પૂર્ણ કરી શકશો. ઉચ્ચ અધિકારીઓ આપના કામના વખાણ કરશે. પદોન્નતિની શક્યતા પણ છે. પિતાથી લાભ મળી શકે. જમીન અને વાહનને લગતા કામ પતાવવા સમય યોગ્ય છે. રમત અને કલાજગતમાં પોતાની નિપુણતા બતાવવા માટે પણ સમય સારો છે.
કન્યા: આજે ચંદ્ર વૃષભ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી નવમ ભાવમાં રહેશે. આજે આપનો દિવસ ધાર્મિક કાર્યમાં પસાર થશે તેમ જણાઈ રહ્યું છે. કોઇ ધાર્મિક સ્થળની મુલાકાત લઇ શકશો. વિદેશ જવાની તક ઊભી થશે. સહોદરોથી લાભ મેળવી શકશો. ઓફિસમાં ઉચ્ચ અધિકારીઓથી સાવચેત રહેવું પડશે. આપ નાણાંકીય લાભ મેળવી શકશો. આપના શરીર અને મન સ્વસ્થ રહેશે.
તુલા: આજે ચંદ્ર વૃષભ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી અષ્ટમ ભાવમાં રહેશે. આજે આપને અચાનક આર્થિક લાભ થવાની શક્યતા છે. ધાર્મિક કાર્યો અને તેમાં સફળતા મેળવવા માટે સમય ઉત્તમ છે. આપે હમણાં નવું કામ શરૂ ન કરવું જોઇએ. સ્વાસ્થ્યની કાળજી લેવી પડશે. આપના વિરોધીઓ આપની તકલીફો વધારી શકે છે માટે તેમનાથી સતર્ક રહેવું. પાણી અને સ્ત્રીઓથી સાવધ રહેવું તેમ જ ભગવાનના નામ સ્મરણ અને ચિંતનથી મનને શાંતિ મળી શકશે.
વૃશ્ચિક: આજે ચંદ્ર વૃષભ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી સપ્તમ ભાવમાં રહેશે. આજે આપના રોજબરોજના કામમાં ફેરફાર થઇ શકશે. આજે આપ મનોરંજન અને મોજમસ્તી માણવા ઇચ્છશો. આપને આપના મિત્રો અને પરિવારજનોનો સાથ મળી શકશે. સમાજમાં આપના માન-પાન વધશે. આપ નવા પોશાકો અને વાહન પણ ખરીદી શકશો. ભાગીદારીમાં ફાયદો મેળવી શકશો. લગ્નજીવનમાં આનંદની પળો માણી શકશો. પ્રિયજનને મળવાનું થાય અને આર્થિક ફાયદો થવાની પણ શક્યતા છે.
ધન: આજે ચંદ્ર વૃષભ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી ષષ્ટમ ભાવમાં રહેશે. આજે આપને નાણાંકીય ફાયદો થઇ શકશે. નોકરીમાં બઢતી અને આવકમાં વધારો થશે. સહકર્મીઓની મદદ મળી રહેશે. આપનું આરોગ્ય સારું રહેશે. આપના ઘર પરિવારમાં સુખશાંતિ જળવાઇ રહેશે. આપના પ્રતિસ્પર્ધીઓની કોઇ યુક્તિ સફળ થઇ શકશે નહીં. આપના કામની કદર થશે. સ્ત્રી મિત્રોને મળવાનું થાય તેવી પણ શક્યતા છે.
મકર: આજે ચંદ્ર વૃષભ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી પંચમ ભાવમાં રહેશે. આપને માનસિક અજંપો અને મુંઝવણ ટાળવા માટે આજે તમે નિયમિત કામકાજમાંથી થોડો વિરામ લઈને મનપસંદ પ્રવૃત્તિઓમાં રુચિ લો અને મન હળવું કરો તેવી સલાહ છે. અગત્યના નિર્ણયો લેવા માટે આજનો દિવસ અનુકૂળ નથી. સંતાનોની બાબતો અથવા તેમને લગતા કાર્યો તમને વધુ વ્યસ્ત રાખશે. કામમાં સફળતા મેળવવા માટે વધુ પરિશ્રમની તૈયારી રાખવી. પેટની તકલીફો હોય તેમણે સ્વાસ્થ્ય વધુ સંભાળવું. પ્રવાસ શક્ય હોય ત્યાં સુધી ટાળજો.
કુંભ: આજે ચંદ્ર વૃષભ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી ચતુર્થ ભાવમાં રહેશે. આરોગ્યની કાળજી લેવી પડશે. હિતશત્રુઓ આપનું અહિત કરવાના પ્રયાસો કરશે પરંતુ ફાવી શકે તેમ નથી. મનમાંથી અજંપો અને સુસ્તી દૂર કરીને ખાસ કરીને પરિવારના સભ્યો સાથે આત્મીયતાથી રહેશો તો ભાવિ ઘર્ષણની સ્થિતિ અગાઉથી જ ટાળી શકશો. સમયસર ભોજન અને પૂરતી ઉંઘ લેવાની સલાહ છે. માતાના સ્વાસ્થ્યની વધુ કાળજી લેવાની સલાહ છે. જાહેર જીવનમાં વધુ પડતો ભાગ લેવાનું ટાળવાની સલાહ છે.
મીન: આજે ચંદ્ર વૃષભ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી તૃતીય ભાવમાં રહેશે. આજે નવા કામની શરૂઆત કરી શકશો. સહોદરો સાથે આનંદની પળો માણી શકશો. માનસિક સ્વસ્થતા સાથે નિર્ણયો લઇ શકશો. વિરોધીઓ સામે આપની જીત થશે. કોઈ સાથે લાગણીના તાંતણે આપ બંધાશો. આપના નસીબ ઉઘડશે. સ્વજનોને મળીને તેમજ માન-પાન મેળવીને આપ ખુશ રહેશો.