દાવંગેરે : માયાકોંડા હોબલીના અનાબેરુ ગામમાં એક હિન્દુ પરિવારે તેમની જમીન પર ઈદગાહની દીવાલ બનાવવાની મંજૂરી આપી છે. ઇદગાહ મેદાન ગામના રાજશેખરપ્પા અને રાજપ્પાની જમીન વચ્ચે આવેલું છે. ગત વર્ષે ભારે વરસાદના કારણે ઈદગાહની દિવાલ ધરાશાયી થઈ હતી. રાજશેખરપ્પા અને રાજપ્પાએ દિવાલના પુનઃનિર્માણ માટે તેમની કેટલીક વધુ જમીન આપી છે. હિન્દુ પરિવારે જમીન આપ્યા બાદ તરત જ ઈદગાહની દિવાલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મુસ્લિમ સમુદાયના નેતાઓએ રાજપ્પા અને રાજશેખરપ્પાને અભિનંદન પાઠવ્યા હતા.
આ પણ વાંચો - Gujarat Cabinet Meeting: ગાંધીનગરમાં આજે CMની અધ્યક્ષતામાં યોજાશે કેબિનેટ બેઠક, અનેક મુદ્દે થશે ચર્ચા
ભાઇચારાની ભાવના આવી સામે - કેસી રાજપ્પા અંજનેય મંદિર સમિતિના અધ્યક્ષ પણ છે. કેસી રાજપ્પાએ જણાવ્યું કે, અંબેરુ ગામની વસ્તી છ હજારથી વધુ છે. અત્યાર સુધી કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી. આજે પણ અમે ગામમાં સંપથી રહીએ છીએ. રાજ્યમાં સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડવાના પ્રયાસો થઈ રહ્યા છે, તે ચિંતાજનક છે.
આ પણ વાંચો - કચ્છનો દરિયા કિનારો ફરી આવ્યો ચર્ચામાં, હવે આ વખતે મરિન કમાન્ડોને શું મળ્યું...