હરિયાણા: રમતગમત પ્રધાન સંદીપ સિંહે (Haryana Sports Minister Sandeep Singh) પોતાનો વિભાગ મુખ્યપ્રધાન મનોહર લાલ ખટ્ટરને સોંપી દીધો છે. આ સાથે સંદીપ સિંહે કહ્યું કે જ્યાં સુધી તપાસ રિપોર્ટ ન આવે ત્યાં સુધી મેં મારો વિભાગ મુખ્યપ્રધાનને સોંપી દીધો છે. તેણે કહ્યું કે મારા પર લાગેલા તમામ આરોપો પાયાવિહોણા છે. સંદીપ સિંહે કહ્યું કે મારી છબીને કલંકિત કરવા માટે વાતાવરણ ઉભું કરવામાં આવ્યું છે. હું ઈચ્છું છું કે જુનિયર કોચ દ્વારા લગાવવામાં આવેલા ખોટા આરોપોની યોગ્ય તપાસ થવી જોઈએ જેથી સત્ય બહાર આવી શકે. તેમણે કહ્યું કે સત્ય તપાસ બાદ બહાર જ આવશે.
રમતગમત પ્રધાન સંદીપ સિંહ વિરુદ્ધ ફરીયાદ: તમને જણાવી દઈએ કે ચંદીગઢ પોલીસે હરિયાણાના રમતગમત પ્રધાન સંદીપ સિંહ વિરુદ્ધ વિવિધ અપરાધિક કલમો હેઠળ કેસ નોંધ્યો છે. ચંદીગઢ પોલીસે રાષ્ટ્રીય રમતવીર અને જુનિયર મહિલા કોચની ફરિયાદ પર રમતગમત પ્રધાન સંદીપ સિંહ વિરુદ્ધ FIR નોંધી (fir against haryana sports minister sandeep singh) છે.
આ પણ વાંચો: કેન્દ્રીય રમતગમત પ્રધાને નાની બાળકી દ્વારા કર્યું ઉદ્ઘાટન
આ છે આખો મામલોઃ હરિયાણામાં નિયુક્ત નેશનલ એથ્લેટ અને જુનિયર કોચે હરિયાણાના રમત પ્રધાન સંદીપ સિંહ પર ગંભીર આરોપ લગાવ્યો (National athlete accuses Sandeep Singh) છે. રમતવીરનો આરોપ છે કે રમત પ્રધાન સંદીપ સિંહે તેને પોતાના ઘરે બોલાવીને છેડતી કરી હતી. પીડિતાનો આરોપ છે કે રમત પ્રધાન સંદીપ સિંહે ઈન્સ્ટાગ્રામ દ્વારા તેનો સંપર્ક કર્યો હતો.
આ પણ વાંચો: રમતગમતને પ્રોત્સાહન આપવું હશે તો, કરવું પડશે આ ખાસ કામ : અનુરાગ ઠાકુર
'રમત પ્રધાન સંદીપ સિંહે મને કહ્યું હતું કે મારી વાત માનવા પર, તમામ સુવિધાઓ અને પોસ્ટિંગ ઇચ્છિત જગ્યાએ ઉપલબ્ધ થશે. જ્યારે મેં પ્રધાન સંદીપ સિંહની વાત ન સાંભળી, ત્યાર બાદ મારી બદલી કરવામાં આવી અને ટ્રેનિંગ પણ બંધ કરી દેવામાં આવી હતી. મેં DGP ઓફિસ, સીએમ હાઉસ અને ગૃહપ્રધાન અનિલ વિજને ઘટના અંગે ફરિયાદ કરવાનો દરેક સ્તરે પ્રયાસ કર્યો, પરંતુ સુનાવણી થઈ નહીં. -નેશનલ એથ્લેટ