ગુજરાતના કેવડિયામાં સેનાના ટોચના કમાન્ડરોની સંયુક્ત પરિષદ
કેવડિયામાં આજથી કમાન્ડર કોન્ફરન્સ
કમાન્ડર કોન્ફરન્સમાં શુક્રવારે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને શનિવારે વડાપ્રધાન મોદી સંબોધન કરશે
નવી દિલ્હી: ગુરુવારથી ગુજરાતના કેવડિયામાં સેનાના ટોચના કમાન્ડરોની સંયુક્ત પરિષદ ( કમાન્ડર કોન્ફરન્સ ) શરૂ થવા જઈ રહી છે. આ સંમેલનમાં શુક્રવારે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધન કરશે.
ગુજરાતના કેવડિયામાં સેનાના ટોચના કમાન્ડરોની સંયુક્ત પરિષદ
તેમાં સીડીએસ જનરલ બિપિન રાવત, એનએસએ અજિત ડોવલ, આર્મી સ્ટાફ મનોજ મુકંદ નરવાણે, એરફોર્સ ચીફ એરચેફ માર્શલ આરકેએસ ભાદોરીયા અને નેવી ચીફ એડમિરલ કર્મબીર સિંહ પણ સામેલ થશે. પ્રથમ વખત જવાન સંમેલનના અધિવેશનમાં પણ ભાગ લેશે. પ્રથમ વખત, સૈનિકો આવા મોટા અધિકારીઓની સામે ચર્ચા કરશે. અત્યાર સુધી વાર્ષિક ધોરણે યોજાનારી આ પરિષદમાં ફક્ત સેનાના ત્રણ ભાગોના કમાન્ડર-ઇન-ચીફના અધિકારીઓ જ ભાગ લેતા હતા.
કેન્દ્રીય રક્ષાપ્રધાન રાજનાથસિંહ વડોદરા એરપોર્ટ પહોંચ્યા
દેશના અભેદ સુરક્ષા કવચ વચ્ચે કેવડીયા કોલોની ખાતે ટેન્ટ સિટી ત્રીદિવસીય ઓલ ઇન્ડિયા ડિફેન્સ કોન્ફરન્સ ચાલી રહી છે. જેમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન આપવા કેન્દ્રીય રક્ષાપ્રધાન રાજનાથસિંહ વાયુદળના ખાસ વિમાનમાં આજે વડોદરા આવી પહોંચ્યા હતા. કલેકટર, પોલીસ કમિશનર અને ભારતીય વાયુસેનાના ઉચ્ચ અધિકારીઓએ રાજનાથસિંહનું સ્વાગત કર્યું હતું. હેલિકોપ્ટર દ્વારા તેઓ કેવડિયા ખાતે ડિફેન્સ કોન્ફરન્સમાં હાજરી આપવા રવાના થયા હતા.
કેવડિયામાં આજથી કમાન્ડર કોન્ફરન્સ, PM મોદી કરશે સંબોધન
પૂર્વીય લદ્દાખમાં ચીન સાથેના સંઘર્ષ અને પાકિસ્તાન સાથેની સરહદની ટક્કરને ધ્યાનમાં રાખીને આ પરિષદ ખૂબ મહત્વની બને છે. જોકે ચીની સેના પેગોંગ લેક, હોટ સ્પીંગ અને ગોગરા જેવા વિસ્તારોમાં પીછેહઠ કરી છે, પરંતુ તે સંપૂર્ણપણે પોતાની જૂની જગ્યાએ પરત ફરી નથી. લદ્દાખથી અરુણાચલ સુધીની સરહદ પર તણાવ રહે છે. ગયા અઠવાડિયામાં જ DGMO કક્ષાના નિવેદનમાં પાકિસ્તાને LOCનો આદર કરવાનું કહ્યું હતું પરંતુ તે ભાગ્યે જ બચી ગયો હતો.
આ પણ વાંચોઃ ઓલ ઇન્ડિયા ડિફેન્સ કોન્ફરન્સ માટે તૈયારીઓ પૂર્ણ, વડાપ્રધાન મોદી 5 માર્ચે આવે તેવી શક્યતા