- પઠાણકોટ આર્મી કેમ્પ પાસે ગ્રેનેડ હુમલો
- પઠાણકોટમાં ગ્રેનેડ હુમલો થતાં સમગ્ર જિલ્લામાં હાઈ એલર્ટ જારી
- બમિયાલના સરહદી વિસ્તારમાં કેટલાક શંકાસ્પદ લોકો જોવામાં આવ્યા
ચંદીગઢઃ પંજાબના પઠાણકોટ જિલ્લામાં આર્મી કેમ્પના(Pathankot Army Camp) ગેટ પર ગ્રેનેડ હુમલો થયો છે. મળતી માહિતી મુજબ ગત રાત્રે બાઇક પર આવેલા હુમલાખોરોએ આર્મી કેમ્પના ગેટ પર ગ્રેનેડ ફેંક્યા(Pathankot grenade attack) હતા. હુમલામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. પરંતુ સમગ્ર જિલ્લામાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
બમિયાલના સરહદી વિસ્તારમાં કેટલાક શંકાસ્પદ લોકો
બમિયાલના સરહદી(Border of Bamiyal) વિસ્તારમાં કેટલાક શંકાસ્પદ લોકો જોવામાં આવ્યા છે. પોલીસ, BSF અને સેનાના જવાનો આ વિસ્તારમાં સંયુક્ત રીતે સર્ચ ઓપરેશન(Search Operation Border) ચલાવી રહ્યા છે. સાથે જ ડ્રોન દ્વારા વિસ્તાર પર નજર રાખવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ, રવિવારે રાત્રે લગભગ એક વાગ્યે બાઇક સવારોએ ગ્રેનેડ ફેંક્યા, જેના કારણે આર્મી કેમ્પના ગેટ પાસે જોરદાર વિસ્ફોટ થયો હતો. SSP(Senior Superintendent of Police) પઠાણકોટ પોલીસ દળ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. SSPએ પોતે પરિસ્થિતિની તપાસ કરી હતી.
હુમલાખોરોને શોધી કાઢવાના પ્રયાસો ચાલુ
પઠાણકોટના SSPસુરેન્દ્ર લાંબાએ જણાવ્યું કે, પઠાણકોટમાં આર્મી કેમ્પના ત્રિવેણી ગેટ પાસે ગ્રેનેડ બ્લાસ્ટ થયો હતો. ગ્રેનેડ બ્લાસ્ટ બાદ તત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી. વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરાથી હુમલાખોરોને(Attackers in Pathankot) શોધી કાઢવાના પ્રયાસો ચાલુ છે. આ ઉપરાંત જિલ્લામાં પોલીસ દ્વારા હાઈ એલર્ટ(High alert in Pathankot) જારી કરવામાં આવ્યું છે. અને તમામ પોલીસ સ્ટેશનમાં સર્ચ કરવામાં આવી રહ્યું છે.