ETV Bharat / bharat

દેશને ભાજપના જૂઠાણાંની નહીં, ઝડપી અને પૂર્ણ રસીકરણની જરુર છેઃ Rahul Gandhi - કોરોના વેક્સીનેશન

રાહુલ ગાંધીએ ( Rahul Gandhi ) આરોપ લગાવ્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ખોટી શાખ બચાવવાના કેન્દ્ર સરકારના સતત પ્રયત્નો કોરોના વાયરસને ( Corona ) પ્રોત્સાહન આપી રહ્યાં છે જે પ્રજાજનોના જીવ લઇ રહ્યાં છે.

દેશને ભાજપના જૂઠાણાંની નહીં, ઝડપી અને પૂર્ણ રસીકરણની જરુર છેઃ Rahul Gandhi

author img

By

Published : Jun 16, 2021, 3:24 PM IST

  • રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને આક્ષેપ કર્યો
  • રસીના બંને ડોઝ વચ્ચેનો સમયગાળાનો વિવાદ
  • મોદીની જૂઠી શાખ બચાવવાનો કેન્દ્ર સરકારનો પ્રયત્નઃ Rahul Gandhi

નવી દિલ્હીઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે ભાજપ અને પીએમ નરેન્દ્ર મોદીની ટીકા કરતાં કહ્યું હતું કે એન્ટી કોરોના ( Corona ) વાયરસ રસીઓની અછતને છુપાવવા માટે ભાજપના પરિચિત જૂઠ્ઠાણા અને સૂત્રોચ્ચારની જરૂર નથી, પરંતુ દેશના લોકોનું ઝડપી અને સંપૂર્ણ રસીકરણ ( Vaccination ) એ સમયની જરૂરિયાત છે.

કોંગ્રેસ નેતાએ એક સમાચારને ટાંકીને ટિ્‌વટ કરીને કહ્યું કે, 'દેશને તાત્કાલિક અને સંપૂર્ણ રસીકરણની ( Vaccination ) જરૂર છે. મોદી સરકારની નિષ્ક્રિયતાને લીધે રસીનો અભાવ છુપાવવા માટે ભાજપના રોજિંદા જૂઠ્ઠાણા અને નકામા સૂત્રોની નહીં!' રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો કે વડાપ્રધાનની ખોટી શાખ બચાવવા માટે કેન્દ્ર સરકારની કોશિશ રહી છે જે કોરોના ( Corona ) વાયરસને પ્રોત્સાહન આપી રહી જે અને લોકોના જીવ લઇ રહી છે.

આ પણ વાંચોઃ એવું તે શું થયું કે રાહુલ ગાંધીએ ટ્વિટર પર 50થી વધુ લોકોને અનફોલો કરવા પડ્યા? જુઓ

રાહુલ ગાંધીએ ( Rahul Gandhi ) જે સમાચારને ટાંકીને આમ કહ્યું તેમાં કથિતપણે જણાવાયું છે કે કેટલાક વૈજ્ઞાનિકોની ટીમે ( Vaccination ) રસીના બંને ડોઝ વચ્ચે સમયગાળો વધારવાના પગલાંને સમર્થન આપવાથી ઇનકાર કર્યો છે.

આ પણ વાંચોઃ રાહુલ ગાંધીએ મોદીની 'મન કી બાત' ની નિંદા કરી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.