નવી દિલ્હી: અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી વિશ્વના બીજા સૌથી અમીર વ્યક્તિ (second richest person in the world) બની ગયા છે. વિશ્વના ટોપ-10 અબજોપતિઓની યાદીમાં એલોન મસ્ક પછી હવે ગૌતમ અદાણીનું નામ છે. ફોર્બ્સના રિયલ ટાઈમ બિલિયોનર ઈન્ડેક્સમાં ગૌતમ અદાણીએ બર્નાર્ડ આર્નોલ્ટને હરાવીને આ સ્થાન હાંસલ કર્યું છે.
બિઝનેસ ટાયકૂન અદાણીની સંપતિ: ફોર્બ્સ રિયલ ટાઈમ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, શુક્રવાર બપોર સુધીમાં બિઝનેસ ટાયકૂન અદાણીની (Gautam Adani became the world's 2nd richest person) સંપત્તિમાં કુલ 5.5 બિલિયન ડોલરનો વધારો થયો હતો. હવે તે 155.7 બિલિયન ડોલર સાથે વિશ્વના બીજા નંબરના અબજોપતિ બની ગયા છે. તેમની ઉપર એલોન મસ્ક છે, જેની કુલ સંપત્તિ 273.5 બિલિયન ડોલર છે. અદાણી પછી, બર્નાર્ડ આર્નોલ્ટ 155.2 બિલિયન ડોલરની નેટવર્થ સાથે ત્રીજા નંબરે છે. જો આપણે રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીની વાત કરીએ તો તેઓ 92.6 બિલિયન ડોલર સાથે આ યાદીમાં આઠમા નંબરે છે.
ભારતમાં ત્રીજું સૌથી મોટું સમૂહ: અદાણીએ પ્રથમ પેઢીના ઉદ્યોગસાહસિક છે અને અદાણી ગ્રૂપમાં 7 સાર્વજનિક લિસ્ટેડ એન્ટિટીનો (Adani Group consists of 7 public listed entities) સમાવેશ થાય છે, જેમાં ઊર્જા, બંદરો અને લોજિસ્ટિક્સ, માઇનિંગ અને રિસોર્સિસ, ગેસ, ડિફેન્સ અને એરોસ્પેસ અને એરપોર્ટનો સમાવેશ થાય છે. તેના દરેક બિઝનેસ સેગમેન્ટમાં, આ સમૂહે ભારતમાં નેતૃત્વની સ્થિતિ સ્થાપિત કરી છે. અદાણી ગ્રૂપ ભારતમાં ત્રીજું સૌથી મોટું સમૂહ છે.