- ભારતીય સંસ્કૃતિમાં ગણેશજીનું સૌથી વધુ મહત્વ છે
- ગણેશજીની પૂજા દ્વારા વ્યક્તિને ખ્યાતિ, બુદ્ધિ, સંપત્તિ અને કીર્તિ મળે છે
- ભગવાન ગણેશની પૂજા કરવાથી તમામ પ્રકારની શુભકામનાઓ પૂર્ણ થાય છે
ન્યૂઝ ડેસ્ક: આ વિષયમાં બ્રહ્માંડ પુરાણમાં લખ્યું છે કે, પાર્વતીજીએ ગણેશજીને પ્રગટ કર્યા હતા. તે સમયે ચંદ્ર, ઇન્દ્ર, બધા દેવતાઓએ આવીને ગણેશજીને જોયા, પરંતુ શનિદેવ તેથી દૂર રહ્યા. આનું કારણ તે છે કે જેમની પર તેની દ્રષ્ટિ પડે છે, તે કાળો થઈ જાય છે. પરંતુ પાર્વતીજીના ગુસ્સા થવાના ડરથી શનિએ તેની નજર નાખી. શનિની દ્રષ્ટિથી, ગણેશજીનું માથું ઉડી ગયું અને અમૃત જેવા ચંદ્ર વર્તુળમાં ગયા. તેથી જ માનવામાં આવે છે કે તેઓનું મુખ આજ પણ ચંદ્રમાં પર પડેલું છે.
આ પણ વાંચો:અમદાવાદમાં ભક્તોએ સમજદારી પૂર્વક ઘરમાં જ ગણેશ વિસર્જન કર્યું
પાર્વતીજીએ તેમના શરીરના મેલથી ગણેશજીને ઉતપન્ન કર્યા
બીજી કથા મુજબ પાર્વતીજીએ તેમના શરીરના મેલથી ગણેશજીને ઉતપન્ન કર્યા હતા. પાર્વતીજી જ્યારે સ્નાન કરવા ગયા ત્યારે શિવજી આવ્યા. ગણેશજીએ શિવજીને અંદર જવા દીધા નહીં. ત્યારે શિવજીએ ત્રિશૂળ વડે ગણેશજીનું ગળું કાપી નાખ્યું. ત્રિશૂળ વડે ગણેશજીનું ગળું કાપ્યા પછી ભગવાન ગણેશનું મસ્તક ચંદ્રલોક પર ગયું.
પાર્વતીજીની પ્રસન્નતા માટે શિવજીએ હાથીના બચ્ચાનું મુખ ગણેશજીને લગાવી દીધુ હતુ
અહીં પાર્વતીજીની પ્રસન્નતા માટે શિવજીએ એક હાથીના બચ્ચાનું મુખ ગણેશજીને લગાવી દીધુ. એવું માનવામાં આવે છે કે, ભગવાન ગણેશનું મસ્તક ચંદ્રમાં પર છે. તેથી જ ગણેશજી ચંદ્રમાં પર જોવા મળે છે. આ વ્રત 4 અથવા 13 વર્ષનું છે. આ પછી વિધિ-વિધાન દ્વારા ઉદ્યાપન થવું જોઈએ.
આ પણ વાંચો: કોરોના ઈફેક્ટ: પાટણમાં ગણેશજીની મૂર્તિઓના વેચાણમાં ઘટાડો
21 મોદક લઈને ગણેશજીના 21 નામો સાથે કરવી પૂજા
આ વ્રતના ઉદ્યાપનમાં 21 મોદક લઈ 21 વાર ગણેશજીનો જાપ કરવો જોઈએ. આ પછી પોતાની ક્ષમતા અનુસાર દાન કરી શકો છો. 21 મોદકથી 10 મોદક પોતાના માટે, 10 બ્રાહ્મણો માટે અને એક ગણેશ માટે રાખવામાં આવે છે.
ભારતીય સંસ્કૃતિમાં ગણેશજીનું સૌથી વધુ મહત્વ
ભારતીય સંસ્કૃતિમાં ગણેશજીનું સૌથી વધુ મહત્વ છે. તેથી જ તેની પૂજા કરવામાં આવે છે. જ્યારે કોઈ સમસ્યા માટો રસ્તો ન દેખાય, અવરોધો દેખાય, ત્યારે ગણેશજીની પૂજા કરવી જોઈએ. ગણેશજીની પૂજા દ્વારા વ્યક્તિને ખ્યાતિ, બુદ્ધિ, સંપત્તિ અને કીર્તિ મળે છે. ભગવાન ગણેશની પૂજા કરવાથી તમામ પ્રકારની શુભકામનાઓ પૂર્ણ થાય છે.