- બંને પાસે 14 - 14 સભ્યો
- સ્પીકર શિવાકોલુન્દુનો મત નિર્ણાયક સાબિત થશે
- સરકાર માટે બહુમતી સાબિત કરવી મુશ્કેલ
હૈદરાબાદ: 16 ફેબ્રુઆરીએ ગવર્નરના સત્તાવાર નિવાસસ્થાન રાજભવનમાં અલગ માહોલ હતો. કિરણ બેદીને રવાના કરી દેવાનો આદેશ આવી ગયો હતો. ગર્વનરના રાજ્યપાલ સૌંદર્યારાજનને વધારાનો હવાલો સોંપી દેવાયો હતો. એક તરફ કોંગ્રેસી ધારાસભ્યોના રાજીનામાંથી ઉત્તેજન છવાયેલી હતી, ત્યારે ગવર્નર પણ બદલાયા. ચાર દગાખારો સાથે હવે કોંગ્રેસના 10, DMKના 3 અને 1 અપક્ષ એમ 14 રહ્યા છે, જ્યારે સામે પક્ષે ઑલ ઇન્ડિયા એનઆર કોંગ્રેસના 7, AIADMKના 4 અને ભાજપના 3 છે. બંને પાસે 14 - 14 સભ્યો છે.
કિરણ બેદીએ પોતાના કાર્યકાળ વખતે ત્રણને નિમણૂક આપી હતી અને તે ત્રણેય ભાજપના સભ્યો હતો. આવી નિમણૂક સામે કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં ફરિયાદ કરી હતી, પણ તે નીકળી ગઈ હતી. આ રીતે ચૂંટણી વિના જ ભાજપના ત્રણ સભ્યો થઈ ગયા હતા અને નારાયણસ્વામી માટે મુશ્કેલી વધી હતી. હવે બંને બાજુએ સરખી-સરખી સંખ્યા છે, ત્યારે સ્પીકર શિવાકોલુન્દુનો મત નિર્ણાયક સાબિત થશે. અત્યારે બંને પક્ષો વિજયના દાવા કરી રહ્યા છે, પણ સાચી પરીક્ષા ગૃહમાં જ થશે.
બેદી પરિબળ
લેફ્ટનન્ટ ગવર્નર તરીકે કિરણ બેદીને મૂકાયા ત્યારથી જ તેમણે નારાયણસ્વામી સામે મોરચો માંડ્યો હતો. તેમણે મફત ચોખા વિતરણ યોજનામાં ભ્રષ્ટાચારનો મામલો ઉઠાવીને શરૂઆત કરી હતી. કોંગ્રેસ સરકાર ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર માટે તૈયાર હતી, પણ બેદીને જણાવ્યું કે મફત ચોખા વિતરણ યોજનાને મંજૂરી આપો.
બેદીએ મોકો જોઈને આ યોજના મંજૂર કરી નાખી. આ કેન્દ્રશાસિત પ્રદેશમાં 1,76,134 પરિવારો મફત ચોખા મેળવવા લાયક હતા, કેમ કે તેઓ ગરીબી રેખા નીચે આવે છે. જોકે તેમના ખાતામાં પૈસા જમા થાય પછી ઉપાડીને તે પૈસા દારૂમાં વપરાઈ જતા હતા. ફરજિયાત હેલમેટનો કાયદો આવ્યો અને ના પહેરનારા પર 1000 રૂપિયાનો દંડ આવ્યો તેનાથી પણ પ્રજામાં નારાજગી જાગી હતી.
ભાજપને ફાયદો કરાવવા જાતભાતના કારસા કરવાના ઈરાદા સાથે આવેલા કિરણ બેદીએ બીજા અનેક પગલાં લીધાં, જેથી સરકાર સામે પ્રજામાં રોષ જાગે. જાહેર ક્ષેત્રના એકમોમાં તેમની દખલને કારણે તેના કામદારોની રોજગારી પર જોખમ ઊભું થયું. આ એકમો માટે ભંડોળ આપવાના બદલે આદેશ કર્યો કે વેચાણ અને બીજી આવક થતી હોય તેમાંથી જ પગારો કરવા. આગળ વધીને કિરણ બેદીએ રોજિંદા સરકારી કામકાજમાં માથું મારવાનું પણ ચાલુ કર્યું હતું.
પુડુચેરીમાં કિરણ બેદીના બખેડા
પુડુચેરીમાં સત્તા મેળવવાની ઇચ્છા ક્યારનીય ભાજપમાં છે. કિરણ બેદીની આપખુદી સામે પંજાબ પુડુચેરી પરિવાર એવી ટીકાઓ થવા લાગી હતી. કિરણ બેદીની કાર્યવાહીનો વિરોધ કરીને તેને હટાવવા માટે કોંગ્રેસ તરફથી દેખાવો થતા રહ્યા હતા. કિરણ બેદી પુડુચેરીનો વિકાસ અટકાવી રહ્યા છે તેવી છાપ પ્રજામાં ઉપસાવવામાં કોંગ્રેસને સફળતા મળી હતી. બીજી બાજુ ખાનગીમાં પુડુચેરીના ભાજપના નેતાઓ પણ કિરણ બેદીથી નારાજ હતા તેઓ ઇચ્છતા હતા કે બેદીને દૂર કરવામાં આવે. તેમને બ્રાન્ડ બેદી જમાવવામાં વધારે રસ હતો અને બ્રાન્ડ મોદી માટે મથામણ કરતાં નથી એવી ફરિયાદો દિલ્હી સુધી ભાજપના જ નેતાઓએ કરી હતી.
ભાવીના એંધાણ
કિરણ બેદીએ ધાર્યું પાર ના પાડ્યું તે પછી હવે તમિલસાઇ સૌંદર્યારાજનને મૂકવામાં આવ્યા છે. પુડુચેરીમાં ગવર્નર તરીકે પ્રથમવાર કોઈ તમિલને મૂકવામાં આવ્યા છે. તેમણે આવીને પ્રજાના ગર્વનર બની રહેવાની વાત કરી છે. શપથવિધિ પછી તેમણે કહ્યું હતું કે “ચૂંટાયેલી સરકારની સત્તામાં હું દખલ નહિ કરું અને બંધારણની મર્યાદામાં રહીને જ કામ કરીશ.” જો કે તેઓ પોતાનું વચન પાળે છે કે કેમ તે જોવાનું રહે છે. કર્ણાટકના પ્રદેશ ઉપપ્રમુખ નિર્મલ કુમાર સુરાના, કેન્દ્રના પ્રધાન અર્જૂન રામ મેઘવાલ, રાજ્યસભાના સભ્ય રાજીવ ચંદ્રશેખરને પુડુચેરીમાં ભાજપની સત્તા માટેની જવાબદારી સોંપવામાં આવી છે.
પક્ષપલટુઓને ખરીદી લેવાની કામગીરી સ્પષ્ટ
કામગીરી સ્પષ્ટ છે,પક્ષપલટુઓને ખરીદી લેવાના છે. જેથી સરકાર પાડી દેવા જેટલા સભ્યો થઈ જાય. પુડુચેરીમાં કોંગ્રેસ મજબૂત છે ત્યાં ગાબડું પાડીને જીતે તેવા ઉમેદવારોને લાવવાના છે. નારાયણસ્વામી સામે એન્ટીઇન્કમબન્સી ઊભી થયેલી છે, પણ આ નાના રાજ્યમાં પક્ષના આધારે નહિ, પણ વ્યક્તિ નેતાઓના આધારે લડાતી હોય છે.
પુડુચેરીના કુલ મતદારોની સંખ્યા માત્ર 10 લાખની છે. તેમાં કુલ 30 વિધાનસભા બેઠકો છે. તામિલનાડુની એક લોકસભા બેઠકમાં હોય તેટલા મતદારો સમગ્ર રાજ્યમાં છે. પુડુચેરી ફ્રાન્સના કબજામાં હતું. અહીં વસતા 5,000 ફ્રાન્કો પોન્ડિયન લોકોને ફ્રાન્સમાં પણ મતદાર તરીકે અધિકારો મળેલા છે. દિલ્હી અને જમ્મુ-કાશ્મીર જેવા કેન્દ્ર શાસિત પ્રદેશથી વિપરિત પુડુચેરીમાં પોલીસ ચૂંટાયેલી સરકારના હાથમાં છે. જમીન મહેસૂલ અને વહિવટીતંત્ર પણ સરકારના હાથમાં છે.
સરકાર માટે બહુમતી સાબિત કરવી મુશ્કેલ
અત્યારની સ્થિતિ જોતા એવું લાગે છે કે સરકાર માટે બહુમતી સાબિત કરવી મુશ્કેલી છે. તેથી વચગાળાની ચૂંટણી આવી પડે તેવું લાગે છે. વિપક્ષે સરકાર બનાવવા હજી વધુ કોંગ્રેસી ધારાસભ્યોને તોડવા પડે તેમ છે. તે શક્ય નહિ બને અને સ્પીકરના કાસ્ટિંગ વૉટથી સરકાર બચે તો જુદી વાત છે, નહિ તો પુડુચેરીમાં પણ કદાચ તામિલનાડુ સાથે ચૂંટણી આવી જશે.
આર. પ્રિન્સ જેબાકુમાર