ETV Bharat / bharat

અફઘાનિસ્તાનના પૂર્વપ્રધાન જર્મનીના શહેરમાં પિત્ઝા વેચતાં જોવા મળ્યાં! - જર્મની

અફઘાનિસ્તાનના પૂર્વ સંચારપ્રધાન સૈયદ અહમદશાહ સઆદત (former communications minister Sayed Ahmad Shah Saadat) જર્મનીના લિપઝિગ શહેરમાં આજકાલ પિત્ઝા ડિલિવરીબોયનું કામ કરતાં જોવા મળ્યાં છે.

અફઘાનિસ્તાનના પૂર્વપ્રધાન જર્મનીના શહેરમાં પિત્ઝા વેચતાં જોવા મળ્યાં!

author img

By

Published : Aug 25, 2021, 1:23 PM IST

  • અફઘાનિસ્તાનના પૂર્વ સંચારપ્રધાન સૈયદ અહમદશાહ સઆદત જર્મનીમાં વસ્યાં
  • લિપઝિગ શહેરમાં પરિવાર સહિત વીતાવી રહ્યાં છે સામાન્ય જીવન
  • કામ ન મળતાં પિત્ઝા ડિલીવરીબોય બની ગયાં છે પૂર્વ સંચારપ્રધાન સઆદત

નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં તાલિબાન દ્વારા કબજો લેવાયાં દેશ છોડીને ભાગી ગયેલા લોકોમાં સામાન્ય લોકોથી લઈને સત્તામાં પ્રધાનપદ ભોગવનારા સુધીના લોકોનો સમાવેશ થાય છે. અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ સંચારપ્રધાન સૈયદ અહમદશાહ સઆદતે જર્મનીના એક શહેર લિપઝિગમાં આશરો લીધો છે. અહીં તેઓ પાછલાં બે મહિનાથી પિત્ઝા ડિલિવરી બોય તરીકે કામ કરી રહ્યાં છે. એક જર્મન અખબારે આ અંગે એક અહેવાલ પણ પ્રકાશિત કર્યો છે.

માનવું મુશ્કેલ છે...

તેમની તસવીર જોઈને વિશ્વાસ કરવો મુશ્કેલ છે કે એક સમયે સુરક્ષા કર્મચારીઓથી ઘેરાયેલા સૈયદ અહેમદશાહ સઆદત 2018 સુધી અફઘાન સરકારમાં પ્રધાન હતાં. ગયા વર્ષે તેઓ નિવૃત્ત થયાં અને જર્મની ગયાં. તેંણે થોડા દિવસો માટે અહીં સારું જીવન વીતાવ્યું, પરંતુ જ્યારે નાણાં ખતમ થઈ ગયાં ત્યારે સમસ્યાઓ શરૂ થઈ. તે પોતાની સાયકલ પર શહેરની આસપાસ ફરે છે અને લોકોના ઘરે ઘરે ભોજન પહોંચાડે છે.

ઓક્સફોર્ડના વિદ્યાર્થી છે સઆદત

સઆદતે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી કમ્યુનિકેશનમાં એમએસસી કર્યું છે. તેઓ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર પણ છે. આ સિવાય તેમણે વિશ્વના 13 મોટા શહેરોમાં 23 વર્ષ સુધી વિવિધ પ્રકારના કામ કર્યા છે.

નોકરી ન મળી

રિપોર્ટ અનુસાર આ પૂર્વપ્રધાન જણાવે છે કે 'હાલમાં હું ખૂબ જ સામાન્ય જીવન જીવી રહ્યો છું. હું જર્મનીમાં સુરક્ષિત અનુભવું છું. હું લિપઝિગમાં મારા પરિવાર સાથે ખુશ છું. હું પૈસા બચાવવા માગુ છું અને જર્મન કોર્સ કરવા માગું છું અને આગળ અભ્યાસ કરવા માગુ છું. મેં ઘણી નોકરીઓ માટે અરજી કરી હતી પરંતુ કોઈ જવાબ મળ્યો ન હતો. મારું સ્વપ્ન જર્મન ટેલિકોમ કંપનીમાં કામ કરવાનું છે.

કંઇપણ કહેવાથી કિનારો કર્યો

જોકે અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ આઇટી પ્રધાન સઆદતે અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.

આ પણ વાંચોઃ અફઘાનિસ્તાનમાં ક્યારે શું થયું ? કાબુલથી પરત ફરેલી મેડિકલ સ્ટાફની સભ્યએ જણાવ્યો સમગ્ર ઘટનાક્રમ

આ પણ વાંચોઃ અફઘાનિસ્તાનથી ભારત પરત આવેલા 78 લોકોમાંથી 16 લોકો કોરોના પોઝિટિવ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.