- ગુરુગ્રામમાં લાગી ભીષણ આગ
- 700થી વધારે ઝુંપડામાં લાગી હતી આગ
- 6 ક્લાકે આગ પર મેળવાયો કાબૂ
ગુરુગ્રામ: હરિયાણાના ગુરુગ્રામમાં લાગેલી આગ અંગે ફાયર વિભાગને 2 વાગે આગની ઘટનાની સૂચના મળી હતી. જે બાદ ગુરુગ્રામ સેક્ટર - 29ની ફાયર બ્રિગેડની ટીમે 12 ગાડીઓ મોકલી જ્યારે અન્ય ફાયર સ્ટેશન્સે પણ ગાડી મોકલી હતી. ફાયર વિભાગની 2 ડઝનથી વધારે ગાડીઓનો કાફલો ઘટના સ્થળે ખડકાયો હતો અને તેમની 6 ક્લાકની મહેનત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો.
કોઇની મોતના સમાચાર નથી
આ ઝૂંપડાઓમાં લાગેલી આગ એટલી ભયંકર હતી કે સમગ્ર વિસ્તાર પર કાળો ધુમાડો જોવા મળ્યો હતો જો કે સૌથી સારી બાબતએ છે કે આ દુર્ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી પણ લોકોની વર્ષની મહેનતના પૈસા અને ઘરવખરી બળીને રાખ થઇ ગઇ હતી.
વધુ વાંચો: ઉત્તરાખંડના જંગલોમાં લાગેલી આગ કાબૂની બહાર
આગ લાગવાનું કારણ નથી મળ્યું
આગ લાગવા પાછળનું કારણ શું છે તે હજી સામે આવ્યું નથી. કેટલાક લોકો કહે છે કે ઝૂંપડપટ્ટીમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી. જો કે ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે એલપીજી બાટલો ફાટવાથી આગ લાગી હતી. જેના કારણે આગ બુઝાવવામાં ખૂબ જ મહેનત કરી હતી. અત્યારે તો જિલ્લા તંત્રએ સ્થાનિકોના રહેવાની વ્યવસ્થા કરી છે.
વધુ વાંચો: કોલકત્તાના સ્ટ્રૈંડ રોડ વિસ્તારની એક ઈમારતમાં લાગી આગ