- બેંગલુરુમાં સ્થાનિક અખબારના સંચાલકના પરિવારના 5 સભ્યોએ કરી આત્મહત્યા
- કૌટુંબિક ઝઘડાના કારણે તમામ લોકોએ આત્મહત્યા કરી હોવાનું આવ્યું સામે
- ચાર દિવસથી 5 મૃતદેહો વચ્ચે ભૂખ્યા પેટે રહેલી બાળકીને પોલીસે બચાવી
બેંગલુરુઃ કર્ણાટકના બેંગલુરુ શહેરના બાહરી વિસ્તારમાં એક સ્થાનિક અખબારના સંપાદકના પરિવારમાં 9 મહિનાના બાળક સહિત 5 લોકો મૃત હાલતમાં મળ્યા હતા. જ્યારે ચાર દિવસથી ભૂખ્યા પેટે રહેલી અઢી વર્ષની એક બાળકી પણ બેભાન હાલતમાં મળી આવી હતી. જોકે, પોલીસે બાળકીને બચાવી લીધી છે અને તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરી છે.
આ પણ વાંચો- શામળાજીમાં ગ્રેનેડથી બ્લાસ્ટ કરનારા આરોપીના ભાઈએ કરી આત્મહત્યા, પરિવારે કહ્યું- પોલીસ સતત દબાણ કરી રહી હતી
મૃતકોએ પોતપોતાના રૂમમાં ગળેફાંસો ખાધો હતો
પ્રાથમિક તપાસ અનુસાર, પોલીસને જાણવા મળ્યું છે કે, ચારેય લોકોએ અલગ અલગ રૂમમાં દરવાજા અને બારી બંધ કરીને કથિત રીતે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. જ્યારે બાળક બેડ પર મૃત હાલતમાં મળ્યું હતું. મૃતકોમાં ભારતી (ઉં.વ. 51), સિંચના (ઉં.વ. 34), સિંધુરાની (ઉં.વ. 31), મધુસાગર (ઉં.વ. 25) અને એક બાળકી (સિંધુરાનીની પૂત્રી)નો સમાવેશ થાય છે.
આ પણ વાંચો- રાજકોટમાં વૃદ્ધ દંપતીએ ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરતા ચકચાર
3 દિવસથી કોઈ ફોન ન ઉપાડતું હોવાથી મૃતક ભારતીનો પતિ ઘરે આવ્યો હતો
પોલીસને આશંકા છે કે, આ ઘટના ચાર દિવસ પહેલાની છે, પરંતુ તેનો ખુલાસો શુક્રવારે સાંજે થયો હતો. જ્યારે ઘરના માલિકે જણાવ્યું હતું કે, ભારતીનો પતિ શંકર છેલ્લા ઘણા દિવસોથી ઘરની બહાર હતો. જોકે, છેલ્લા 3 દિવસથી ઘરનો કોઈ વ્યક્તિ ફોન ન ઉપાડી રહ્યો હોવાથી તે પોતાના પરિવારના સભ્યોને મળવા આવ્યો હતો, જ્યાં તેણે જોયું કે તમામ દરવાજા અને બારી બંધ છે. ત્યારબાદ શંકરે તરત પોલીસને જાણ કરી હતી. સાંજે 7 વાગ્યે પોલીસે દરવાજો તોડ્યો તો ચારેય મૃતકો પોતપોતાના રૂમમાં મૃત હાલતમાં મળ્યા હતા. તમામ લોકો છતથી લટકેલા હતા. જ્યારે એક બાળક બેડ પર મૃત હાલતમાં હતો. મોટા ભાગના મૃતદેહો તો સડી ગયા હોવાથી પોસ્ટમોર્ટમ માટે મોર્ચરીમાં રાખવામાં આવ્યા છે.
પોલીસને અત્યાર સુધી કોઈ ડેથ નોટ નથી મળી
શંકર એક સ્થાનિક અખબારનો સંપાદક છે. હાલમાં પોલીસે ફોરેન્સિક પ્રયોગશાળાના અધિકારીઓએ નમૂના લેવા ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. જોકે, અત્યાર સુધી પોલીસને કોઈ ડેથ નોટ નથી મળી. હાલમાં પોલીસ પાડોશીઓની પૂછપરછ કરી રહી છે. જ્યારે લોકોએ કહ્યું હતું કે, ઘરમાં કુલ 6 લોકો હતા. આમાંથી 5 લોકોના મોત થયા છે અને માત્ર ત્રણ વર્ષનું એક બાળક જ જીવે છે. તે પણ 5 દિવસથી ભૂખ્યું છે અને ખાવાનું ન મળતા તે ખૂબ જ કમજોર થઈ ગયું છે. જોકે, હાલમાં બાળકની સારવાર ચાલી રહી છે.